________________
પ્રથમ પદપ્રજ્ઞાપના.
[ ૮૯ ]
૨ આર્ય ક્ષેત્ર છે. તેમાં જન્મેલા મનુષ્યોને ક્ષેત્રાર્ય કહે છે. આ ક્ષેત્રોમાં તીર્થકરો, ચક્રવર્તીઓ, રામ અને કૃષ્ણ અર્થાત્ બળદેવો અને વાસુદેવોનો જન્મ થાય છે.// ૧૧૮ || આ ક્ષેત્રાર્ય મનુષ્યોનું વર્ણન છે. १३२ से किं तं जातिआरिया ? जातिआरिया छव्विहा पण्णत्ता, तं जहा
अंबट्ठा य कलिंदा, विदेहा वेदगा इ य ।
हरिया चुंचुणा चेव, छ एया इब्भजाइओ ॥११९॥ से तं जातिआरिया ।
પ્રશ્ન- જાત્યાયે મનુષ્યના કેટલા પ્રકાર છે? ઉત્તર- જાત્કાર્ય મનુષ્યના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે
ગાથા(૧) અમ્બષ્ઠ, (૨) કલિંદ, (૩) વૈદેહ, (૪) વેદગ આદિ, (૫) હરિત અને (૬) ચંચણ, આ છ ઇભ્ય (અર્ચનીય-માનનીય) જાતિઓ છે. આ છ જાતિના મનુષ્યો જાત્કાર્ય છે. તે ૧૧૯ો. १३३ से किं तं कुलारिया ? कुलारिया छव्विहा पण्णत्ता, तं जहा- उग्गा भोगा राइण्णा इक्खागा णाया कोरव्वा । से तं कुलारिया ।।
પ્રશ્ન- કુલાર્યના કેટલા પ્રકાર છે? ઉત્તર- કુલાર્યના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉગ્નકુળ, (૨) ભોગકુળ, (૩) રાજન્યકુળ, (૪) ઇક્વાકુ કુળ (૫) જ્ઞાતકુળ અને (૬) કૌરવ્ય કુળ. આ છે કુળના મનુષ્યો કુલાર્ય છે. १३४ से किं तं कम्मारिया ? कम्मारिया अणेगविहा पण्णत्ता, तं जहादोस्सिया सोत्तिया कप्पासिया सुत्तवे यालिया भंडवेयालिया कोलालिया गरदावणिया, जेयावण्णे तहप्पगारा। से तं कम्मारिया ।।
પ્રશ્ન- કર્માર્ય મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર– કર્માર્ય મનુષ્યોના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– દોષિક- કપડાના વેપારી, સૌત્રિક– સુતરના વેપારી, કાર્યાસિક– રૂના વેપારી, સૂત્ર વૈતાલિક, ભાંડવૈતાલિક- માટીના આદિ વાસણના વેપારી અને નરવાહનિક પાલખી, ડોલી વગેરે દ્વારા મનુષ્યોનું વહન કરવાનો વ્યાપાર કરનારા તથા આ પ્રકારના અન્ય વ્યાપાર કરનારા મનુષ્યોને કર્માર્ય કહે છે. આ કર્માર્યોનું વર્ણન છે. १३५ से किं तं सिप्पारिया ?
सिप्पारिया अणेगविहा पण्णत्ता, तं जहा- तुण्णागा तंतुवाया पट्टगारा देयडा वरणा छव्विया कट्ठपाउयारा मुंजपाउयारा छत्तारा वज्झारा पोत्थारा लेप्पारा चित्तारा संखारा दंतारा भंडारा जिज्झगारा सेल्लगारा कोडिगारा, जेयावण्णे तहप्पगारा । से तं सिप्पारिया।
પ્રશ્ન- શિલ્પાર્ય મનુષ્યોના કેટલા પ્રકાર છે?
ઉત્તર શિલ્પાર્ય મુનષ્યોના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે–તુનાક– દરજી, તંતુવાયવણકર, પટ્ટકાર, દૈતિકાર- ચામડાની મશક બનાવનાર, વરણ– પિંછી બનાવનાર,છર્વિક– ચટાઈ આદિ