________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
બનાવનાર, કાષ્ઠપાદુકાકાર– લાકડાની ચાખડી બનાવનાર, મુંજ પાદુકાકાર–મુંજની ચાખડી બનાવનાર, છત્રકાર– છત્રી બનાવનાર, વાહ્યકાર– વાહન બનાવનાર અથવા બહકાર-મોરપિચ્છી બનાવનાર, પુચ્છકાર– પૂંછડાના વાળમાંથી ઝાડૂ આદિ બનાવનાર અથવા પુસ્તકાર–માટીના પૂતળાં-પ્રતિમા(સ્ટેચ્યુ) બનાવનાર, લેખકાર– માટીનાં રમકડાં બનાવનાર, ચિત્રકાર, શંખકાર, દંતકાર– દાંત બનાવનાર દાંતી, ભાંડકાર– વિવિધ વાસણ બનાવનાર, જિજ્મકાર(જિહ્વાકાર) નકલી જીભ બનાવનાર, સેલ્લકાર–શિલા તથા પાષાણ આદિ ઘડીને વસ્તુ બનાવનાર અથવા સૈલકાર–ભાલા બનાવનાર અને કોડિકાર– કોડીઓની માળા આદિ બનાવનાર. તથા આ પ્રકારના અન્ય પણ શિલ્પકારને શિલ્પાર્ય સમજવા જોઈએ. આ શિલ્પાર્યનું વર્ણન છે. | १३६ से किं तं भासारिया ? भासारिया जे णं अद्धमागहाए भासाए भासिंति, जत्थ वियणं बंभी लिवी पवत्तइ। बंभीए णं लिवीए अट्ठारसविहे लेक्खविहाणे पण्णत्ते, तं जहा- बंभी जवणाणिया दोसापुरिया खरोट्ठी पुक्खरसारिया भोगवईया पहराईयाओ य अंतक्खरिया अक्खरपुट्टिया वेणइया णिण्हइया अंकलिवी गणितलिवी गंधव्वलिवी आयंसलिवी माहेसरी दामिली पोलिंदी । से तं भासारिया ।
૯૦
પ્રશ્ન- ભાષાર્યના કેટલા પ્રકાર છે ? ઉત્તર– જેઓ અર્ધમાગધી ભાષામાં બોલે છે અને વ્યવહારમાં પણ બ્રાહ્મી લિપિનો પ્રયોગ કરે છે, તે ભાષાર્ય છે. બ્રાહ્મી લિપિમાં અઢાર પ્રકારના લેખન વિધાન છે અર્થાત્ લેખન વિધિ– લિપિ અઢાર પ્રકારની છે. જેમ કે– (૧) બ્રાહ્મી (૨) યવનાની (૩) દોષાપુરિકા (૪) ખરોષ્ટ્રી (૫) પુષ્કર શારિકા (૬) ભોગવતિકા (૭) પ્રહરાદિકા (૮) અંતાક્ષરિકા (૯) અક્ષર પુષ્ટિકા (૧૦) વૈનયિકા (૧૧) નિહ્નવિકા (૧૨) અંકલિપિ (૧૩) ગણિતલિપિ (૧૪) ગંધર્વ લિપિ (૧૫) આદર્શલિપિ (૧૬) માહેશ્વરી (૧૭) દ્રાવિડી-તામિલી (૧૮) પૌલિન્દી લિપિ. આ સર્વ લિપિઓનો પ્રયોગ કરનાર મનુષ્યોને ભાષાર્ય કહે છે.
| १३७ से किं तं णाणारिया ? णाणारिया पंचविहा पण्णत्ता, तं जहा- आभिणिबोहिय णाणारिया, सुयणाणारिया, ओहिणाणारिया, मणपज्जवणाणारिया, केवलणाणारिया । से तं णाणारिया ।
પ્રશ્ન- જ્ઞાનાર્યના કેટલા પ્રકાર છે ? ઉત્તર- જ્ઞાનાર્યના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આભિનિબોધિક જ્ઞાનાર્ય, (૨) શ્રુતજ્ઞાનાર્ય, (૩) અવધિજ્ઞાનાર્ય, (૪) મન:પર્યવજ્ઞાનાર્ય અને (૫) કેવળજ્ઞાનાર્ય. આ જ્ઞાનાર્ય છે.
| १३८ से किं तं दंसणारिया ? दंसणारिया दुविहा पण्णत्ता, तं जहा- सरागदंसणारिया
य वीयरागदंसणारिया य ।
પ્રશ્ન- દર્શનાર્યના કેટલા પ્રકાર છે ? ઉત્તર- દર્શનાર્યના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સરાગ દર્શનાર્ય અને વીતરાગ દર્શનાર્ય.
| १३९ से किं तं सरागदंसणारिया ? सरागदंसणारिया दसविहा पण्णत्ता,
णिस्सग्गुवएसरुई, आणारुइ सुत्त बीयरुइमेव । अहिगमवित्थाररुई, किरियासंखेवधम्मरुई ॥१२०॥
તં નહીં