________________
[ ૮૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
મનુષ્યોના નવ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ક્ષેત્રાર્ય, (૨) જાત્યાયે, (૩) કુળાર્ય, (૪) કર્માર્ય, (૫) શિલ્પાર્ય, (૬) ભાષાર્ય, (૭) જ્ઞાનાર્ય, (૮) દર્શનાર્ય અને (૯) ચારિત્રાર્ય મનુષ્યો. १३१ से किं तं खेत्तारिया ? खेत्तारिया अद्धछव्वीसइविहा पण्णत्ता, तं जहा
रायगिह मगह चंपा, अंगा तह तामलित्ति वंगा य । कंचणपुरं कलिंगा, वाणारसिं चेव कासी य ॥११३॥ साकेय कोसला, गयपुरं च कुरु, सोरियं कुसट्टा य । कंपिल्लं पंचाला, अहिछत्ता जंगला चेव ॥११४॥ बारवई य सुरट्ठा, मिहिल विदेहा य, कच्छ कोसंबी । णंदिपुरं संडिल्ला, भद्दिलपुरमेव मलया य ॥११५॥ वइराड वच्छ, वरणा अच्छा, तह मत्तियावइ दसण्णा । सुत्तीमई य चेदी, वीइभयं सिंधुसोवीरा ॥११६ ।। महुरा य सूरसेणा, पावा भंगी य, मास पुरिवट्टा । सावत्थी य कुणाला, कोडीवरिसं च लाढा य ॥११७॥ सेयविया वि य णयरी केयइअद्धं च आरियं भणियं ।
एत्थुप्पत्ति जिणाणं चक्कीणं राम-कण्हाणं ॥११८॥ से तं खेत्तारिया ।
પ્રશ્ન – ક્ષેત્રાર્ય મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર- આર્ય ક્ષેત્રના સાડા પચ્ચીસ પ્રકાર છે, તે આ પ્રમાણે છે
ગાથાર્થ– (૧) મગધ દેશમાં રાજગૃહ નગરી, (૨) અંગ દેશમાં ચંપા નગરી, (૩) બંગ દેશમાં તાપ્રલિપ્ત નગરી, (૪) કલિંગ દેશમાં કંચનપુર નગરી, (૫) કાશી દેશમાં વારાણસી નગરી / ૧૧૩ (૬) કૌશલ દેશમાં સાકેત નગર, (૭) કુરુ દેશમાં ગજપુર- હસ્તિનાપુર નગરી, (૮) કુશાર્તા(કુશાવત્ત) દેશમાં સૌરિયપુર નગરી (સૌરીપુર), (૯) પંચાલ દેશમાં કાંડિલ્ય નગરી, (૧૦) જાંગલ દેશમાં અહિછત્રા નગરી || ૧૧૪ ..
(૧૧) સૌરાષ્ટ્રમાં બારાવતી નગરી(દ્વારિકા), (૧૨) વિદેહ જનપદમાં મિથિલા નગરી, (૧૩) વત્સ દેશમાં કૌશામ્બી નગરી, (૧૪) શાડિલ્ય દેશમાં નંદિપુર નગરી, (૧૫) મલય દેશમાં ભદિલપુર નગરી || ૧૧૫ (૧૬) વત્સ દેશમાં વૈરાટ નગરી (૧૭) અચ્છા દેશમાં વરણ નગરી, (૧૮) દશાર્ણ દેશમાં મૃત્તિકાવતી નગરી, (૧૯) ચેદિ દેશમાં શુક્તિમતિ નગરી, (૨૦) સિંધુસૌવીર દેશમાં વીતભય નગરી
૧૧૬ (૨૧) શૂરસેન દેશમાં મથુરા નગરી, (૨૨) ભંગ દેશમાં પાવાપુરી નગરી (અપાપા નગરી), (૨૩) પુરિવર્ત દેશમાં માસાપુરી નગરી, (૨૪) કુણાલ દેશમાં શ્રાવસ્તી નગરી, (૨૫) લાઢ દેશમાં કોટિવર્ષ નગરી . ૧૧૭ અને (૨૫) કેકાર્ધ દેશમાં શ્વેતામ્બિકા નગરી. આ ર૫