________________
પ્રથમ પદ:પ્રજ્ઞાપના
.
[ ૮૭ ]
मुरुंडोट्टभडग
बउसकेक्कया अरवागा हूणरोसगमरुगरुयविलायविसयवासी य एवमादी । सेतं मिलक्खू। ભાવાર્થ પ્રશ્ન- મ્લેચ્છ મનુષ્યોના કેટલા પ્રકાર છે?
ઉત્તર-મ્લેચ્છ મનુષ્યોના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે–શક, યવન, કિરાત, શબર, બર્બર, મુરુડ, ઉડૂઢભંડક, નિણક, પક્કણિક, મુલાક્ષ, ગાંડ, સિંહલ, પારસક, આંધ્ર કચ, અમ્બડક, તમિલ દ્રવિડ, ચિલ્લલ, પુલિન્દ, હરોસ, ડોબ, પોકાણ, ગંધાહારક, બહલિક(બાલ્હીક), અજ્જલ, રોમ, પાસ, પ્રદુષ, મલય-મલિયાલી કેરલાવાસી, ચંચૂક(બંધૂક), સૂયલ દેશના નિવાસી સૂયલિ, કોંકણક, મેદ, પલ્લવ, માલવ, ગગ્ગર(મગર), આભાષિક, ણક, ચીના, લ્હાસિક, ખસ, ખાસિક, નેડૂર, મંઢ, ડોમ્બિક, લઓસ, બકુશ, કૈકય, અરબાઝ, હૂણ, રોચક, મક, રુત અને ચિલાત દેશવાસી ઇત્યાદિ.આ પ્લેચ્છોની પ્રરૂપણા છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં ગર્ભજ મનુષ્યોના ભેદરૂપ પ્લેચ્છ મનુષ્યોની અનેક જાતિઓનું કથન છે. પ્લેચ્છ મનુષ્ય :- જેની ભાષા અને આચાર અવ્યક્ત-અસ્પષ્ટ (લક્ષ્યરહિત) હોય, જેના સમસ્ત વાણીવર્તન-વ્યવહાર શિષ્ટજન સંમત ન હોય, તેને પ્લેચ્છ મનુષ્ય કહે છે. પ્લેચ્છ મનુષ્યોના અનેક પ્રકારોનો મૂળપાઠમાં નામોલ્લેખ છે. તેમાંથી અધિકાંશ સ્લેચ્છોની જાતિનાં નામ અમુક દેશ વિશેષની અપેક્ષાએ છે. જેમ કે– શક દેશના નિવાસી શક, યવન દેશના નિવાસી યવન ઇત્યાદિ. આર્ય મનુષ્યો - १२८
પ્રશ્ન- આર્ય મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર- આર્ય મનુષ્યોના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) ઋદ્ધિપ્રાપ્ત આર્ય મનુષ્યો અને (૨) ઋદ્ધિઅપ્રાપ્ત આર્ય મનુષ્યો. १२९
પ્રશ્ન-ઋદ્ધિ પ્રાપ્ત આર્ય મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર-ઋદ્ધિ પ્રાપ્ત આર્ય મનુષ્યોના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે-(૧) અરિહંત (તીર્થકર) (૨) ચક્રવર્તી, (૩) બળદેવ, (૪) વાસુદેવ, (૫) ચારણ અને (૬) વિધાધર. આ ઋદ્ધિપ્રાપ્ત આર્ય મનુષ્યોની પ્રરૂપણા છે.
પ્રશ્ન ઋદ્ધિ અપ્રાપ્ય આર્ય મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર- ઋદ્ધિ અપ્રાપ્ય આર્ય