________________
| ૮૨ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
विगयजीवकलेवरेसु वा थी-पुरिससंजोएसु वा णगरणिद्धमणेसु वा सव्वेसु चेव असुइए सु ठाणेसु, एत्थ णं सम्मुच्छिम मणुस्सा सम्मुच्छंति । अंगुलस्स असंखेज्जइभागमेत्तीए ओगाहणाए असण्णी मिच्छट्टिी सव्वाहिं पज्जत्तीहिं अपज्जत्तगा अंतोमुहुत्ताउया चेव कालं करेंति । से तं सम्मुच्छिम मणुस्सा । ભાવાર્થ - પ્રશ્ન- સંમૂર્છાિમ મનુષ્યોના કેટલા પ્રકાર છે? હે ભગવાન ! સંમૂર્છાિમ મનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સંમૂર્છાિમ મનુષ્યો મનુષ્ય ક્ષેત્રની અંદર, પિસ્તાલીશ લાખ યોજન વિસ્તત દ્વીપ-સમુદ્રમાં, પંદર કર્મભૂમિઓ, ત્રીસ અકર્મ ભૂમિઓ અને છપ્પન અંતદ્વીપોના ગર્ભજ મનુષ્યોના (૧) મળમાં, (૨) મૂત્રમાં, (૩) કફમાં, (૪) નાકની લીંટમાં, (૫) વમનમાં, (૬) લીલા પીળા પીત્તમાં, (૭) રસી, પરૂમાં, (૮) લોહીમાં (૯) વીર્યમાં, (૧૦) સુકાઈ ગયેલા શુક્રના પુદ્ગલો ભીના થાય તેમાં, (૧૧) મૃત શરીરમાં, (૧૨) સ્ત્રી પુરુષના સંયોગમાં, (૧૩) નગરની ગટરોમાં અને (૧૪) સર્વ પ્રકારના અશુચિ (ગંદકીના) સ્થાનોમાં સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્રની જ હોય છે. તે જીવો અસંશી, મિથ્યાદષ્ટિ અને સર્વ પર્યાપ્તિઓથી અપર્યાપ્ત હોય છે, તે અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવીને મરી જાય છે. આ સંમૂર્છાિમ મનુષ્યની પ્રરૂપણા છે. १२३ से किं तं गब्भवक्कंतियमणुस्सा ? गब्भवक्कंतियमणुस्सा तिविहा पण्णत्ता, तं जहा- कम्मभूमगा अकम्मभूमगा अंतरदीवगा । ભાવાર્થ – પ્રશ્ન- ગર્ભજ મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર- ગર્ભજ મનુષ્યોના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) કર્મભૂમિજ મનુષ્યો (૨) અકર્મભૂમિજ મનુષ્યો અને (૩) અંતરદ્વીપજ મનુષ્યો. १२४ से किं तं अंतरदीवगा ?
अंतरदीवया अट्ठावीसइविहा पण्णत्ता, तं जहा- एगोरुया आभासिया वेसाणिया णंगोलिया हयकण्णा गयकण्णा गोकण्णा सक्कुलिकण्णा आयसमुहा मेंढमुहा अयोमुहा गोमुहा आसमुहा हत्थिमुहा सीहमुहा वग्घमुहा आसकण्णा सीहकण्णा अकण्णा कण्णपाउरणा उक्कामुहा मेहमुहा विज्जुमुहा विज्जुदंता घणदंता लट्ठदंता गूढदंता सुद्धदंता। से तं अंतरदीवगा । ભાવાર્થ - પ્રશ્ન – અંતરદ્વીપજ મનુષ્યોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- અંતરદ્વીપજ મનુષ્યોના અઠ્ઠાવીસ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) એકોક, (૨) આભાસિક, (૩) વૈષાણિક, (૪) નાંગોલિક, (૫) હયકર્ણ, (૬) ગજકર્ણ, (૭) ગોકર્ણ, (૮) શર્કાલિકર્ણ, (૯) આદર્શમુખ, (૧૦) મેઢમુખ, (૧૧) અયોમુખ, (૧૨) ગોમુખ, (૧૩) અશ્વમુખ, (૧૪) હસ્તિમુખ, (૧૫) સિંહમુખ, (૧૬) વ્યાઘમુખ, (૧૭) અશ્વકર્ણ, (૧૮) સિંહ (હરિ) કર્ણ, (૧૯) અકર્ણ, (૨૦)