________________
પ્રથમ પદપ્રજ્ઞાપના
કર્ણપ્રાવરણ, (૨૧) ઉલ્કામુખ, (રર) મેઘમુખ, (૨૩) વિદ્યુમ્મુખ, (૨૪) વિદ્યુદત્ત, (૨૫) ઘનદત્ત, (ર) લષ્ટદંત, (૨૭) ગૂઢદત અને (૨૮) શુદ્ધદંત. આ અઠ્ઠાવીસ દ્વીપમાં જન્મેલા મનુષ્યો અંતરદ્વીપજ મનુષ્યો છે. આ અંતરદ્વીપજ મનુષ્યોની પ્રરૂપણા છે. १२५ से किं तं अकम्मभूमगा? अकम्मभूमगा तीसइविहा पण्णत्ता, तं जहापंचहि हेमवएहिं, पंचहिं हिरण्णवएहिं, पंचहिं हरिवासेहिं, पंचहिं रम्मगवासेहिं, पंचहिं देवकुरूहि, पंचहिं उत्तरकुरूहिं। से तं अकम्मभूमगा । ભાવાર્થ - પ્રશ્ન-અકર્મભૂમિજ મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર- અકર્મભૂમિજ મનુષ્યોના ત્રીસ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પાંચ હેમવય, પાંચ હરણ્યવય, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યવર્ષ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ. આ ત્રીસ ક્ષેત્રોમાં જન્મેલા મનુષ્યો ત્રીસ અકર્મભૂમિજ મનુષ્યો છે. આ અકર્મભૂમિજ મનુષ્યોની પ્રરૂપણા છે.
१२६ से किं तं कम्मभूमगा ? कम्मभूमगा पण्णरसविहा पण्णत्ता, तं जहापंचहि भरहेहिं, पंचहिं एरवएहिं, पंचहि महाविदेहेहिं । ते समासओ दुविहा पण्णत्ता, तं जहा- आरिया य मिलक्खू य । ભાવાર્થ - પ્રશ્ન- કર્મભૂમિજ મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર- કર્મભૂમિજ મનુષ્યોના પંદર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર, તે પંદર ક્ષેત્રોમાં જન્મેલા મનુષ્યો પંદર કર્મભૂમિના મનુષ્યો કહેવાય છે. તે પંદર કર્મભૂમિજ મનુષ્યોના સંક્ષેપથી બે પ્રકાર છે- આર્ય અને સ્વેચ્છ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્ય સંસાર સમાપન જીવોના ભેદ-પ્રભેદનું નિરૂપણ છે.
મનુષ્ય ભવાનુભવરૂપ સંસાર પરિભ્રમણને પ્રાપ્ત થયેલા જીવોને મનુષ્ય સંસાર સમાપન કહે છે. તેના મુખ્ય બે ભેદ છે– (૧) સંમૂર્છાિમ મનુષ્ય અને (૨) ગર્ભજ મનુષ્ય. (૧) સંમશ્કેિમ મનુષ્ય – માતા-પિતાના સંયોગ વિના ગર્ભજ મનુષ્યોની અશુચિમાં ઉત્પન્ન થનારા મનુષ્યોને સંમૂર્છાિમ મનુષ્ય કહે છે. તે અસંશી, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની અને અપર્યાપ્ત જ હોય છે. તે જીવો અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના અને અંતર્મુહૂર્તનું જ આયુષ્ય ભોગવીને અપર્યાપ્તાવસ્થામાં મૃત્યુ પામે છે.
સંમૂર્છાિમ મનુષ્યો, સંજ્ઞી મનુષ્યોના ચૌદ પ્રકારના અશુચિ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે.
મનુષ્યને રહેવાના ૧૦૧ ક્ષેત્રો છે. (૧૫ કર્મભૂમિ + ૩૦ અકર્મભૂમિ + ૫૬ અંતર્લીપ = ૧૦૧ ક્ષેત્રો) તે સર્વ ક્ષેત્રોના ગર્ભજ મનુષ્યોના અશુચિસ્થાનોમાં સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. ક્ષેત્રની અપેક્ષાએ સંમૂર્છાિમ મનુષ્યોના ૧૦૧ ભેદ છે.