________________
પ્રથમ ૫૬ : પ્રજ્ઞાપના
૫૯
॥ ૮૮ ॥ પલાંડુ– કાંદા(ડુંગળી), લસણ કંદ, કંદલી નામક કંદ અને કુસુંબક; આ બધાના પુષ્પો પ્રત્યેક જીવી છે. અન્ય પણ આ પ્રકારના પુષ્પો પ્રત્યેક જીવી છે, તેમ જાણવું. II ૮૯ ॥
પદ્મ, ઉત્પલ, નલિન, સુભગ, સૌગંધિક, અરવિંદ, કોકનદ, શતપત્ર અને સહસ્રપત્ર નામના પુષ્પોના વૃત્ત–ડીંટિયામાં, બહારનાં પાંદડાંમાં, નીચેની કર્ણિકામાં(મુખ્ય) એક જીવ છે. તેની અંદરના પાંદડાં, કેસર અને મિંજ(બીજ) પ્રત્યેક જીવાત્મક છે. II ૯૦–૯૧ II
વાંસ, નળ, ઇક્ષુવાટિકા, સમાસેક્ષુ, ઇક્કડ નામનું ઘાસ, એરંડ, કરકર, સૂંઠ અને વિહંગુ આદિ તૃણો તથા પર્વ(ગાંઠ)વાળી વનસ્પતિઓની જે અક્ષિ(આંખ), પર્વ તથા બલિમોટક–ગાંઠને પરિવેષ્ટન કરનારો ચક્રાકાર ભાગ હોય, તે બધા પ્રત્યેક(એક-એક) જીવાત્મક છે. તેના પાંદડાં પ્રત્યેક જીવાત્મક છે અને તેનાં ફૂલો અનેક જીવાત્મક છે. ॥ ૯૨-૯૩ II
પુષ્યફળ, કાલિંગ (કલિંજર-તરબૂજ), તુંબ, ત્રપુષ–કાકડી, એલવાલુગ–ચીભડા, વાલુંક, ઘોષાતક–તુરીયા, પટોલ, તિન્દ્ક–ટીંબરૂ, તિન્દ્સ–ટીંડસી, તે સર્વ વનસ્પતિના પાંદડાં પ્રત્યેક જીવી હોય છે તથા તેના વૃત્ત(ડીંટલ), ગિર–ગર, કેસર સહિત કે કેસર–રહિત, મિંજ(બીજ) આ બધા એક-એક જીવથી અધિષ્ઠિત હોય છે. II ૯૪-૯૫ II સપ્લાય, સજ્ઝાય, ઉવ્રેહલિયા અને કુહણ તથા કુંદક્ય, આ બધી વનસ્પતિઓ અનંત જીવાત્મક છે; પરંતુ કંદુક્ય વનસ્પતિમાં ભજના છે અર્થાત્ કોઈ કંદુક્ય અનંતજીવાત્મક અને કોઈ અસંખ્યાત જીવાત્મક હોય છે. II ૯૬ ॥
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં પ્રત્યેક અને સાધારણ શરીરી વનસ્પતિના લક્ષણોનું નિરૂપણ છે. સાધારણ વનસ્પતિના લક્ષણો :– (૧) મૂળ, કંદ, સ્કંદ, ત્વચા, શાખા, પ્રવાલ, પુષ્પ, ફળ અને બીજનું ભેદન કરતાં– તોડતાં, તે તૂટેલો ભાગ સમ-ચક્રાકાર દેખાય. (૨) તે સ્કંધાદિ વિભાગોના મધ્યવર્તી સારભાગની અપેક્ષાએ તેની છાલ જાડી હોય. (૩) તેના પર્વ-ગાંઠને તોડતાં તેનું ભંગસ્થાન રજથી(જલકણોથી) વ્યાપ્ત થઈ જાય. (૪) તેના ભંગ સ્થાનનો પૃથ્વી સદશ ભેદ થાય અર્થાત્ સૂર્યના કિરણોથી અત્યંત તપેલી ખેતરની ક્યારીઓના પ્રતરખંડની સમાન ભંગ થાય. (૫) દૂધ સહિત કે દૂધ રહિત પણ પાંદડાઓની નસો દેખાતી ન હોય અથવા પાંદડાંના બંને ભાગોને જોડનારી સંધિ પણ સર્વથા દેખાતી ન હોય. આ એક કે અનેક લક્ષણો જે વનસ્પતિમાં જણાતાં હોય તે સાધારણ વનસ્પતિ છે, તેમ જાણવું. બધી જ કુંપળો ઉગતા સમયે અનંતકાયિક હોય છે. ત્યાર પછી તે કૂંપળો વિકસિત થતી જાય, પાંદડાંનું રૂપ ધારણ કરે ત્યારે તે વનસ્પતિના નામકર્મ અનુસાર તે પ્રત્યેક અથવા સાધારણપણું પામે છે. પ્રત્યેક વનસ્પતિના લક્ષણો - (૧) મૂળ, કંદ આદિનું ભંગ સ્થાન વિષમ-અચક્રાકારે હોય. (૨) તે વિભાગોના મધ્યવર્તી દળની અપેક્ષાએ તેની છાલ પાતળી હોય. (૩) તેના પર્વ-ગાંઠને તોડતાં તેનું ભંગસ્થાન રજથી વ્યાપ્ત થતું ન હોય, ચૂર્ણરૂપ થતું ન હોય. (૪) તેના ભંગસ્થાનોમાં પૃથ્વી સદશ ભેદ થતો ન હોય. (૫) પાંદડાંઓની નસો અને સંધિસ્થાન દેખાતા હોય; આ લક્ષણોમાંથી એક કે અનેક લક્ષણો જે વનસ્પતિમાં હોય તે પ્રત્યેક વનસ્પતિ છે.