________________
[
0 ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૧
અનત શરીરી અને પ્રત્યેક શરીરી વનસ્પતિના લક્ષણો :
અનંત જીવાત્મક-સાધારણ શરીરી | સંખ્યાત-અસંખ્યાત્મક જીવાત્મક પ્રત્યેક શરીરી. (૧) ભંગસ્થાન(જ્યાંથી તૂટે તે ભાગ) સમતલ | (૧) ભંગસ્થાન વિષમ-અચક્રાકાર હોય.
ચક્રાકાર હોય. (૨) મધ્યભાગ કરતાં જાડી છાલ.
(૨) મધ્યભાગ કરતાં પાતળી છાલ. (૩) ભંગ સ્થાન ચૂર્ણરૂપ થાય અર્થાત્ રજથી (૩) ભંગસ્થાન રજથી વ્યાપ્ત ન બને.
વ્યાપ્ત હોય. (૪) ભંગસ્થાન પૃથ્વીની જેમ પોપડીવાળું બની| (૪) ભંગ સ્થાન તરડાય નહીં.
જાય અર્થાત્ તરડાય જાય. (૫) નસો, સંધિભાગ દેખાય નહિં.
(૫) નસો, સંધિસ્થાનો દેખાતા હોય. ઉપરોકત લક્ષણોની વિવક્ષા કર્યા વિના સૂત્રકારે કેટલીક વનસ્પતિમાં જીવ સંખ્યાનું પ્રતિપાદન કર્યું છે. વૃત્તબદ્ધ :- ડીંટિયાવાળા પુષ્પોમાં કેટલાક સંખ્યાત જીવાત્મક, કેટલાક અસંખ્ય જીવાત્મક અને કેટલાક અનંત જીવાત્મક હોય છે. નાલિકાબદ્ધ પુષ્પો સંખ્યાત જીવાત્મક હોય છે.
થોરના ફૂલ અનંતકાયિક છે, તે ઉપરાંત પવિનીકંદ, ઉત્પલિનીકંદ અનંતકાયિક છે પરંતુ તેના બિસતંતુ અને મૃણાલમાં એક મુખ્ય જીવ હોય છે.
પ્રસ્તુત પાઠમાં પુષ્પોનું વર્ણન કરતાં ડુંગળી, લસણ વગેરેના પુષ્પોને પ્રત્યેક જીવી કહ્યા છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન–૩૬ ગાથા-૯૮માં ડુંગળી, લસણની ગણના સાધારણ વનસ્પતિમાં કરી છે. આ રીતે ડુંગળી, લસણ અનંતકાયિક છે અને તેના પુષ્પો પ્રત્યેક શરીરી છે, તેમ સમજવું. બીજના જીવનું મૂળાદિરૂપે પરિણત થવું -
जोणिब्भूए बीए, जीवो वक्कमइ सो व अण्णो वा । जो वि य मूले जीवो, सो वि य पत्ते पढमताए ॥९७॥ सव्वो वि किसलओ खलु, उग्गममाणो अणंतओ भणिओ।
सो चेव विवडतो, होइ परित्तो अणंतो वा ॥९८॥ ભાવાર્થ:- (ગાથાથી યોનિભૂત બીજમાં જીવ ઉત્પન્ન થાય છે, તે બીજનો જીવ પણ હોઈ શકે અથવા અન્ય કોઈ પણ જીવ ત્યાં આવીને ઉત્પન્ન થઈ શકે છે. જે જીવ મૂળ રૂપે પરિણત થાય છે, તે જીવ પ્રથમ પાંદડાંના રૂપમાં પણ પરિણત થાય છે. આ ૯૭.
બધી કૂંપળો ઉગતા સમયે અનંતકાયિક જ હોય છે. પછી તે જ કૂંપળ વૃદ્ધિ પામતાં પ્રત્યેક વનસ્પતિ થાય છે તો પ્રત્યેકશરીરી થઈ જાય છે અને સાધારણ વનસ્પતિ હોય તો અનંતકાયિક જ રહે છે. II૯૮.