________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
५२ से किं तं सुहुमवाउक्काइया ? सुहुमवाउक्काइया दुविहा पण्णत्ता, तं जहापज्जत्तग-सुहुमवाउक्काइया य अपज्जत्तग-सुहुमवाउक्काइया य । से तं सुहुमवाउक्काइया । ભાવાર્થ :- પ્રશ્ન- સૂક્ષ્મવાયુકાયિક જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- સૂક્ષ્મવાયુકાયિક જીવોના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિક અને અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિક. આ રીતે સૂક્ષ્મ વાયુકાયિકોનું કથન પૂર્ણ થાય છે. તેં નહીં
[ ५३ से किं तं बादरवाउक्काइया ? बादरवाडक्काइया अणेगविहा पण्णत्ता, पाईणवाए पडीणवाए दाहिणवाए उदीणवाए उड्डवाए अहोवाए तिरियवाए विदिसीवाए वाउभा वाउक्कलिया वायमंडलिया उक्कलियावाए मंडलियावाए गुंजावाए झंझावाए संवट्टगवाए घणवाए तणुवाए सुद्धवाए, जेयावण्णे तहप्पगारे ।
૪૨
ते समासओ दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । तत्थ णं जे ते अपज्जत्तगा ते णं असंपत्ता । तत्थ णं जे ते पज्जत्तगा, एतेसि णं वण्णादेसेणं गंधादेसेणं रसादेसेणं फासादेसेणं सहस्सग्गसो विहाणाई, संखेज्जाई जोणिप्पमुहसयसहस्साइं । पज्जत्तगणिस्साए अपज्जत्तगा वक्कमंति । जत्थ एगो तत्थ णियमा असंखेज्जा । से तं बादरवाउक्काइया । से तं वाउक्काइया ।
ભાવાર્થ:- પ્રશ્ન– બાદર વાયુકાયિક જીવોના કેટલા પ્રકાર છે ?
ઉત્તર–બાદર વાયુકાયિક જીવોના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે– પૂર્વીવાયુ(પૂર્વદિશાનોવાયુ), પશ્ચિમીવાયુ, દક્ષિણીવાયુ, ઉત્તરીવાયુ, ઊર્ધ્વવાયુ, અધોવાયુ, તિર્યશ્વાયુ, વિદિશાનો વાયુ, વાતોદ્ભામ અનિયત વાયુ, વાતોત્કલિકા—સમુદ્રની સમાન પ્રચંડ ગતિથી વહેતો તોફાની વાયુ, વાતમંડલિકા—ગોળ ઘૂમરી લેતો વાયુ, ઉત્કલિકાવાત—તરંગોથી યુક્ત તરંગિત વાયુ, મંડલિકાવાત—ચક્રવાત, ગુંજાવાત—ગુંજારવ કરતો વાયુ, ઝંઝાવાત—વરસાદની સાથે આંધી સહિતનો વાયુ, સંવર્તકવાત—પ્રલયકાળમાં વહેતો વાયુ, ઘનવાત–રત્નપ્રભાદિ પૃથ્વીઓની નીચે રહેલો સઘન વાયુ, તનુવાત—ઘનવાતની નીચે રહેલો પાતળો વાયુ અને શુદ્ધ વાત—મશક આદિમાં ભરેલો અથવા મંદ-મંદ વહેતો વાયુ. તે ઉપરાંત અન્ય પણ જેટલા આ પ્રકારના વાયુ છે, તે પણ બાદર વાયુકાયિક જીવો છે.
બાદર વાયુકાયિકના સંક્ષેપથી બે પ્રકાર છે, યથા– પર્યાપ્ત અને અપર્યાપ્ત.તેમાંથી જે અપર્યાપ્ત છે, તેઓ અસંપ્રાપ્ત છે અર્થાત્ ઇન્દ્રિયના વિષયભૂત નથી અને જે પર્યાપ્ત છે તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ હજારો પ્રકાર થાય છે. તેની સંખ્યાત લાખ યોનિ છે. પર્યાપ્ત વાયુકાયિકની નેશ્રાએ અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે. જ્યાં એક અપર્યાપ્ત વાયુકાયિક ઉત્પન્ન હોય છે, ત્યાં નિયમથી અસંખ્યાત અપર્યાપ્ત વાયુકાયિક જીવો ઉત્પન્ન થાય છે. આ રીતે બાદર વાયુકાયિક જીવોની અને વાયુકાયિક જીવોની પ્રરૂપણા પૂર્ણ થાય છે.
વિવેચન :
બાદર વાયુકાયિક જીવોની સંખ્યાત લાખ જીવાયોનિ(પ્રસિદ્ધમાં સાત લાખ જીવાયોનિ) છે. શેષ કથન સૂત્રાર્થથી સ્પષ્ટ છે.