________________
પ્રથમ પદપ્રજ્ઞાપના
[ ૪૧ ]
ભાવાર્થ - પ્રશ્ન- સૂક્ષ્મ તેજસ્કાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- સૂક્ષ્મ તેજસ્કાયિક જીવોના બે પ્રકાર છે– પર્યાપ્તા અને અપર્યાપ્તા. આ સૂક્ષ્મ તેજસ્કાયિકનું વર્ણન પૂર્ણ થાય છે. ५० से किं तं बायरतेउक्काइया? बायरतेउक्काइया अणेगविहा पण्णत्ता, तं जहाइंगाले जाला मुम्मुरे अच्ची अलाए सुद्धागणी उक्का विज्जू असणी णिग्याए संघरिससमुट्ठिए सूरकंतमणिणिस्सिए, जेयावण्णे तहप्पगारा ।
ते समासओ दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । तत्थ णंजे ते अपज्जत्तगा ते णं असंपत्ता । तत्थ णं जे ते पज्जत्तगा एएसिं णं वण्णादेसेणं गंधादेसेणं रसादे सेणं फासादे सेणं सहस्सग्गसो विहाणाई, संखेज्जाई जोणिप्पमुहसयसहस्साई । पज्जत्तगणिस्साए अपज्जत्तगा वक्कमंति । जत्थ एगो तत्थ णियमा असंखिज्जा । से तं बायरतेउक्काइया । से तं तेउक्काइया । ભાવાર્થ - પ્રશ્ન– બાદર તેજસ્કાયિક જીવોના કેટલા પ્રકાર છે?
ઉત્તર– બાદર તેજસ્કાયિક જીવોના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે- અંગારા, જ્વાળા (જાજવલ્યમાન ખેર આદિની જ્વાળા અથવા દીપકની જાળ), મુર્મુર- રાખમાં રહેલા અગ્નિકણ, અર્ચિઅગ્નિથી પૃથક થયેલી જ્વાળા, અલાત- સળગતી મશાલ, સળગતું લાકડું, શુદ્ધ અગ્નિ–લોઢાના ગોળ ની અગ્નિ, ઉલ્કા–આગના તણખા, વિધુત– આકાશકીયવિજળી, અશનિ- આકાશથી ખરતા અગ્નિકણ, નિર્ધાત-વૈક્રિય સંબંધી અશનિપાત (વિજળી પડવી, કાટકાની અગ્નિ), સંઘર્ષ સચૈિત- અરણિ આદિના લાકડાના ઘર્ષણથી ઉત્પન્ન થતી અગ્નિ અને સૂર્યના પ્રખર કિરણોના સંપર્કથી સૂર્યકાન્તમણિથી ઉત્પન્ન થતી અગ્નિ(કાચને સૂર્ય સામે ધરવાથી જે અગ્નિ ઉત્પન્ન થાય તે.) તે ઉપરાંત અન્ય પણ જેટલી અગ્નિ છે તે બધી બાદર તેજસ્કાયિક જાણવી જોઈએ.
તે બાદ તેજસ્કાયિકના સંક્ષેપથી બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે- પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાંથી જે અપર્યાપ્ત છે તે અસંપ્રાપ્ત છે એટલે કે ઇન્દ્રિય-વિષયભૂત નથી અને જે પર્યાપ્તા છે તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ હજારો ભેદ થાય છે. તેની સંખ્યાત લાખયોનિ છે. પર્યાપ્તા તેજસ્કાયિકોના આશ્રયે અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે. જ્યાં એક અપર્યાપ્ત ઉત્પન્ન થાય ત્યાં નિયમથી અસંખ્યાત અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે. આ રીતે બાદ તેજસ્કાયિક અને તેજસ્કાયિક જીવોની પ્રરૂપણા પૂર્ણ થાય છે. વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં તેજસ્કાયિક જીવોનું વર્ણન છે, તેની પણ સાત લાખ યોનિઓ છે. વાયુકાયિક જીવોઃ५१ से किं तं वाउक्काइया? वाउक्काइया दुविहा पण्णत्ता,तंजहा-सुहुमवाउक्काइया य बायरवाउक्काइया य । ભાવાર્થ -પ્રશ્ન- વાયુકાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- વાયુકાયિક જીવોના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સૂક્ષ્મ વાયુકાયિક અને બાદર વાયુકાયિક.