________________
[ ૪૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
___ ते समासओ दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । तत्थ णंजे ते अपज्जत्तगा ते णं असंपत्ता । तत्थ णं जे ते पज्जत्तगा, एएसिं णं वण्णादेसेणं गंधादेसेणं रसादेसेणं फासादेसेणं सहस्सग्गसो विहाणाई, संखेज्जाई जोणिप्पमुहसयसहस्साई। पज्जत्तग-णिस्साए अपज्जत्तगा वक्कमंति, जत्थ एगो तत्थ णियमा असंखेज्जा । से तं बायर- आउक्काइया । से तं आउक्काइया । ભાવાર્થ:- પ્રશ્ન– બાદર અપ્લાયિક જીવોના કેટલા પ્રકાર છે?
ઉત્તર-બાદર અપ્લાયિક જીવોના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ઓસ, હિમ, મહિકા-ધુમ્મસ, કરા, હરતનુ– વનસ્પતિ ઉપરના જલબિંદુ, શુદ્ધોદક- વરસાદનું તથા નદી આદિનું પાણી, શીતોદક, ઉષ્ણોદક- સ્વાભાવિક રીતે નીકળતું દ્રહ વગેરેનું ગરમ પાણી, ખારું પાણી, ખાટું પાણી, અશ્લોદક-કાંજી જેવું ખાટું પાણી, લવણોદક–લવણસમુદ્રના પાણી જેવું ખારું પાણી, વરુણોદક-વરુણસમુદ્રના પાણી જેવું મદિરાના સ્વાદવાળું પાણી, ક્ષીરોદક- ક્ષીર સમુદ્રના પાણી જેવું દૂધના સ્વાદવાળું પાણી, ધૃતવર સમુદ્રના પાણી જેવું ઘીના સ્વાદવાળું પાણી, ક્ષોદોદક– ક્ષોદોદ સમુદ્રના પાણી જેવું ઇક્ષરસના સ્વાદવાળું પાણી, પુષ્કરવર સમુદ્રનું પાણી વગેરે તથા આ પ્રકારના અન્ય જે પાણી હોય તે બાદર અપ્લાયિક છે.
તે ઓસ આદિ બાદર અપ્લાયિક જીવોના સંક્ષેપથી બે પ્રકાર છે– (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત. તેમાંથી જે અપર્યાપ્ત છે તે અસંપ્રાપ્ત–વર્ણાદિને અપ્રાપ્ય છે(એટલે ચક્ષુગ્રાહ્યા નથી.) અને જે પર્યાપ્ત છે, તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ હજારો ભેદો થાય છે. તેની સંખ્યાત લાખ(સાત લાખ) યોનિ છે. પર્યાપ્ત જીવોના આશ્રયે અપર્યાપ્ત જીવો આવીને ઉત્પન્ન થાય છે. જ્યાં એક અપર્યાપ્ત જીવ ઉત્પન્ન થાય ત્યાં નિયમથી અસંખ્યાત અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે. આ બાદર અપ્લાયિકોની અને અપ્લાયિક જીવોની પ્રજ્ઞાપના પૂર્ણ થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અખાયિક જીવોના મુખ્ય બે પ્રકાર અને તેના ભેદ-પ્રભેદોનું વર્ણન છે. આચારાંગસૂત્ર નિર્યુક્તિ તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં બાદર અપ્લાયના પાંચ ભેદોનો નિર્દેશ છે. પ્રસ્તુત સૂત્રમાં રસ અને સ્પર્શની અપેક્ષાએ તેના અનેક પ્રકાર કહ્યા છે. જેમાં વિવિધ સમુદ્રોના વિવિધ રસ-સ્પર્શવાળા પાણીની અપેક્ષાએ તેના અલગ-અલગ નામ આપ્યા છે. અષ્કાયિક જીવોની પણ સંખ્યાત લાખ(પ્રસિદ્ધમાં સાત લાખ) યોનિ છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. તેજસ્કાયિક જીવો - ४८ से किं तं तेउक्काइया ? तेउक्काइया दुविहा पण्णत्ता, तं जहा-सुहुमतेउक्काइया य बादरतेउक्काइया य । ભાવાર્થ - પ્રશ્ન– તેજસ્કાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- તેજસ્કાયિક જીવોના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે- સૂક્ષ્મ તેજસ્કાયિક અને બાદર તેજસ્કાયિક. ४९ से किं तं सुहुमतेउक्काइया ? सुहुमतेडक्काइया दुविहा पण्णत्ता, तं जहापज्जत्तगा य अपज्जत्तगा य । से तं सुहुमतेउक्काइया ।