________________
પ્રથમ પદ:પ્રજ્ઞાપના
.
[ ૩૯ ]
બાદર પર્યાપ્ત જીવોના વર્ણાદિના ભેદથી હજારો ભેદ - પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ભેદથી હજારો ભેદ થાય છે. જેવી રીતે વર્ણના પાંચ, ગંધના બે, રસના પાંચ અને સ્પર્શના આઠ ભેદ છે. વળી પ્રત્યેક વર્ણના તરતમતાની અપેક્ષાએ અનેક ભેદ થાય છે. જેવી રીતે ભમરો, કોલસા અને કાજળ(આંજણ) આદિ કાળા તો છે પરંતુ તેની કાળાશમાં ન્યૂનાધિકતા છે. આ ત્રણેય ક્રમશઃ કૃષ્ણ, કૃષ્ણતર અને કૃષ્ણતમ હોય છે. તે ઉપરાંત અન્ય વર્ણના મિશ્રણથી અનેક પ્રકારના વર્ણ ઉત્પન્ન થાય છે. કાળો + સફેદ = રાખોડી રંગ, ભૂખરો રંગ બને છે. આમ એક કૃષ્ણ વર્ણની ન્યૂનાધિકતા અને મિશ્રણની અપેક્ષાએ અનેક પ્રકારો થાય છે; તે જ રીતે પ્રત્યેક વર્ણ, ગંધ, રસ, સ્પર્શના અનેક ભેદોની ગણના કરતા પૃથ્વીકાયિકોના હજારો ભેદ બને છે. સન્નારું ગોકુલ સહસ્સા – પૃથ્વીકાયિકોની સંખ્યાતા લાખો યોનિઓ છે– પૃથ્વીકાયિક જીવની સંવત્ત યોનિ છે. તેના ત્રણ પ્રકાર છે– સચિત્ત, અચિત્ત અને મિશ્ર. તે પ્રત્યેકના શીત, ઉષ્ણ અને શીતોષ્ણ તે ત્રણ પ્રકાર છે. આ સર્વ પ્રકારની યોનિઓમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શની તરતમતાએ સંખ્યાતીત યોનિઓ થઈ જાય છે. તેમાંથી સમાન જાતિની એક યોનિ ગણતાં પૃથ્વીકાયિક જીવોની સંખ્યાત લાખ યોનિ ઓ થાય છે. પરંપરામાં તે સાત લાખ રૂપે પ્રસિદ્ધ છે.
નr fણસ્માઈ..નલ્થિ નો તત્થ નિયમ મહેન્ના :- આ સુત્રાંશમાંથી ફલિત થાય છે કે(૧)અપર્યાપ્તા જીવો ક્યાંય પણ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થતાં નથી પરંતુ જ્યાં પર્યાપ્ત જીવો ઉત્પન્ન થયેલા હોય ત્યાં જ અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે. (૨) જ્યાં પણ અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય ત્યાં તે એકસાથે અસંખ્યાતા જ ઉત્પન્ન થાય છે પરંતુ એક, બે, ત્રણ કે સેંકડો અથવા હજારો યાવતું સંખ્યાતા અપર્યાપ્તા જીવો ક્યારેય ઉત્પન્ન થતાં નથી. અકારિક જીવો:४५ से किं तं आउक्काइया ? आउक्काइया दुविहा पण्णत्ता, तं जहासुहुमआउक्काइया य बायरआउक्काइया य । ભાવાર્થ – પ્રશ્ન- અષ્કાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- અષ્કાયિક જીવોના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સૂક્ષ્મ અપ્લાયિક અને બાદર અપ્લાયિક. ४६ से किं तंसुहुमआउक्काइया ? सुहुमआउक्काइया दुविहा पण्णत्ता, तंजहा- पज्जत्तगसुहुमआउक्काइया य अपज्जत्तगसुहुमआउक्काइया य । से तं सुहुमआउक्काइया। ભાવાર્થ – પ્રશ્ન- સૂક્ષ્મ અપ્લાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- સૂક્ષ્મ અપ્લાયિક જીવોના બે પ્રકાર છે. (૧) પર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિક અને (૨) અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિક. આ પ્રમાણે સૂક્ષ્મ અપ્લાયિકનું વર્ણન થયું. ४७ से किं तं बायरआउक्काइया ?
बायरआउक्काइया अणेगविहा पण्णत्ता, तं जहा- उस्सा हिमए महिया करए हरतणुए सुद्धोदए सीओदए उसिणोदए खारोदए खट्टोदए अंबिलोदए लवणोदए वारुणोदए खीरोदए घओदए खोओदए रसोदए, जेयावण्णे तहप्पगारा ।