________________
[
૩૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
કરણ
લબ્ધિ પર્યાપ્તા આદિ ચારેયની પારસ્પરિક સંભાવના – | ક્રમ
લબ્ધિ લબ્ધિ
કરણ પર્યાપતા અપર્યાપ્તા પર્યાપ્તા અપર્યાપ્તા લબ્ધિ પર્યાપ્તા લબ્ધિ અપર્યાપ્તા કરણ પર્યાપ્તા
કરણ અપર્યાપ્તા નોંધઃ ૪= સંભવે, x = ન સંભવે, –= સ્વયં
સૂક્ષ્મ અને બાદર આ બંને પ્રકારના એકેન્દ્રિય જીવોમાં પ્રથમ ચાર પર્યાપ્તિ હોય છે; બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી(મન રહિત) પંચેન્દ્રિય જીવોમાં પાંચ પર્યાપ્તિ હોય છે અને સંજ્ઞી(મન સહિત) પંચેન્દ્રિય જીવોમાં છ પર્યાપ્તિ હોય છે. બાદર પૃથ્વીકાયના ભેદ – બાદર પૃથ્વીકાયના મુખ્ય બે ભેદ છે– (૧) શ્લષ્ણ બાદર પૃથ્વીકાયિક અને ખર બાદર પૃથ્વીકાયિક, શ્લષ્ણ બાદર પૃથ્વીકાય :- ગ્લ@– સુંવાળી. જે બાદર પૃથ્વીના જીવોનું શરીર મેંદાના લોટ સમાન મૃદુ(મુલાયમ) હોય, તે ગ્લક્ષ્મ બાદર પૃથ્વીકાયિક છે. તેના સાત પ્રકાર છે. (૧ થી ૫) પાંચ વર્ણવાળી પાંચ પ્રકારની માટી, (૬) પાંડુ માટી, (૭) પનક માટી. पंडुमट्टिया :- पांडुमृत्तिका नाम देशविशेषे या धूलीरूपा सती पाण्डू इति प्रसिद्धा । કોઈ દેશ વિશેષમાં ધૂળ-માટી પાંડૂ નામે પ્રસિદ્ધ છે, તે માટી. पणगमट्टिया :- नद्यादिपूरप्लाविते देशे नद्यादिपूरेऽपगते यो भूमौ श्लक्ष्ण मृदुरूपो નામના પર પણ ન પ રિવાર / નદી આદિના પૂરમાં ડૂબેલા પ્રદેશમાં જ્યારે નદીનું પૂર ઊતરી જાય ત્યારે કાંપ જામી જાય છે, તે કાંપની માટીને પનકમૃતિકા કહે છે. તેને જલમલ” પણ કહે છે. ખર બાદર પૃથ્વીકાય – પથ્થર સમાન કઠોર શરીરવાળી પૃથ્વીને ખર બાદર પૃથ્વીકાય કહે છે. પ્રસ્તુતમાં ખરબાદર પૃથ્વીકાયના ૪૦ ભેદ કહ્યા છે. શ્રી આચારાંગ સૂત્રની વૃત્તિ અને નિર્યુક્તિમાં ખર પૃથ્વીના ૩૬ પ્રકારનું કથન છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અધ્ય-૩ની ગાથાઓ અને શ્રી પ્રજ્ઞાપના સૂત્રની આ ગાથાઓ એક સમાન છે, તેમાં ખર પૃથ્વીના ૪૦ ભેદોનું કથન છે. તે ઉપરાંત સૂત્રકારે ને વાવને તપુIRI..... શબ્દ પ્રયોગ દ્વારા સૂચિત કર્યું છે કે આ ૪૦ ભેદ સિવાયની આવા પ્રકારની અન્ય પૃથ્વીઓ પણ ખર પૃથ્વી કહેવાય છે. અપHT તે સંપત્તી :- જે અપર્યાપ્ત છે તે અસંપ્રાપ્ત છે અર્થાત્ બાદર પૃથ્વીકાયિક આદિ અપર્યાપ્ત જીવો વિશિષ્ટ વર્ણાદિને પ્રાપ્ત હોતા નથી. શરીર આદિ પર્યાપ્તિઓ પૂર્ણ થાય ત્યારે જ બાદરા જીવોમાં વર્ણાદિ ભાવ પ્રગટ થાય છે. અપર્યાપ્ત જીવો શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ બાંધતાં બાંધતાં જ અધૂરી પર્યાપ્તિએ મૃત્યુ પામે છે, તેમાં સ્પષ્ટ વર્ણાદિ સંભવિત થતા નથી. તાત્પર્ય એ છે કે તે જીવો ચક્ષુગ્રાહ્ય નથી, તેમજ કોઈ પણ ઇન્દ્રિય વિષયને પ્રાપ્ત થતા નથી; માટે અપર્યાપ્ત જીવો અસંપ્રાપ્ત કહેવાય છે.