________________
પ્રથમ પદ:પ્રજ્ઞાપના
.
કરેલા પુદ્ગલો અને ત્યાર પછી પ્રતિ સમયે ગ્રહણ થતાં પુદ્ગલોને શરીરાદિરૂપે પરિણાવવાની જીવની શક્તિ વિશેષને પર્યાપ્તિ કહે છે. પર્યાપ્તિના છ પ્રકાર છે– (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ (૫) ભાષા પર્યાપ્તિ અને (૬) મન પર્યાપ્તિ. (૧) આહાર પર્યાપ્તિ - આહાર યોગ્ય પગલોને ગ્રહણ કરી, રસ અને ખલરૂપે પરિણત કરવાની શક્તિ વિશેષને આહાર પર્યાપ્તિ કહે છે. (૨) શરીર પર્યાપ્તિ – આહારરૂપે પરિણત પુદ્ગલોને રસ, રૂધિર, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને શુક્ર, આ સાત ધાતુરૂપે પરિણાવવાની શક્તિવિશેષને શરીર પર્યાપ્તિ કહે છે.(સપ્તધાતુમાં) મેદની જગ્યાએ કયાંક ચામડીની ગણના થાય છે. (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ – સપ્તધાતુરૂપે પરિણત પુલોને ઇન્દ્રિયરૂપે પરિણત કરવાની શક્તિ વિશેષને ઇન્દ્રિય પર્યાપ્તિ કહે છે અથવા પાંચ ઇન્દ્રિયોને યોગ્ય પગલો ગ્રહણ કરી ઇન્દ્રિયરૂપે પરિણત કરવાની શક્તિ વિશેષને ઇન્દ્રિય પર્યાપ્તિ કહે છે. (૪) શ્વાસોચ્છવાસ પર્યાતિઃ-શ્વાસોચ્છવાસવર્ગણાના પગલોને ગ્રહણ કરી, શ્વાસોચ્છવાસરૂપે પરિણાવી, કાયયોગનું અવલંબન લઈ શ્વાસોચ્છવાસરૂપે છોડવાની યોગ્યતાને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહે છે. (૫) ભાષા પર્યાપ્તિ - ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી, ભાષારૂપે પરિણાવી, વચનયોગનું અવલંબન લઈ ભાષારૂપે છોડવાની યોગ્યતાને ભાષા પર્યાપ્તિ કહે છે. (૬) મનપર્યાપ્તિ - મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી, મનરૂપે પરિણત કરી, મનયોગનું અવલંબન લઈને વિચારોરૂપે છોડવાની યોગ્યતાને મનઃપર્યાપ્તિ કહે છે.
જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે એક સાથે સ્વયોગ્ય બધી જ પર્યાપ્તિ બાંધવાની શરૂઆત કરે છે અને તે પર્યાપ્તિઓની પૂર્ણતા ક્રમશઃ થાય છે. આહાર પર્યાપ્તિ પ્રથમ સમયમાં જ પૂર્ણ થઈ જાય છે. શેષ પાંચ પર્યાપ્તિઓ ક્રમશઃ એક-એક અંતર્મુહૂર્તમાં પૂર્ણ થાય છે. સર્વ પર્યાપ્તિઓને પૂર્ણ થવાનો કાળ પણ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. એક પર્યાપ્તિને પૂર્ણ થવાનું અંતર્મુહૂર્ત નાનું છે જ્યારે સર્વ પર્યાપ્તિઓને પૂર્ણ થવાનું અંતર્મુહૂર્ત મોટું છે, તેમ સમજવું.
પર્યાપ્ત અને અપર્યાપ્ત, આ બંનેના બે-બે ભેદ છે. પર્યાપ્તના બે ભેદ– (૧) લબ્ધિ પર્યાપ્તા અને (૨) કરણ પર્યાપ્તા અને અપર્યાપ્તના પણ બે ભેદ (૧) લબ્ધિ અપર્યાપ્ત અને (૨) કરણ અપર્યાપ્ત. (૧) લબ્ધિ પર્યાપ્ત - જે જીવો પર્યાપ્ત નામ કર્મના ઉદયે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે, તે જીવો લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે. ૨) કરણ પર્યાપ્ત - જે જીવોએ પર્યાપ્ત નામ કર્મના ઉદયે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પ્રાપ્ત કરી લીધી હોય તે જીવો કરણ પર્યાપ્ત કહેવાય છે. કરણપર્યાપ્તા જીવો અવશ્ય લબ્ધિ પર્યાપ્તા જ હોય છે. (૩) લબ્ધિ અપર્યાપ્ત – જે જીવો અપર્યાપ્ત નામ કર્મના ઉદયે, સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પહેલાં અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે છે, તે જીવો લબ્ધિ અપર્યાપ્ત છે. (૪) કરણ અપર્યાપ્ત :- અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવો કરણ અપર્યાપ્ત જ રહે છે અને પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવ જ્યાં સુધી પર્યાપ્ત ન થાય, સ્વ યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે, ત્યાં સુધી તે પણ કરણ અપર્યાપ્ત કહેવાય છે.