________________
[ ૩૬ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
પ્રવાલ (મૂંગા) (૨૧) અભ્રપટલ (અબરખ) (૨૨) અભ્રવાલુકા (અબરખ મિશ્રિત રેતી), // ૯ / તે ઉપરાંત બાદરકાયમાં રત્નોના પ્રકાર આ પ્રમાણે છે– (૨૩) ગોમેર્જક રત્ન (ગોમેજ રત્ન) (૨૪) રૂચક રત્ન (૨૫) અંક રત્ન (૨૬) સ્ફટિક રત્ન (૨૭) લોહિતાક્ષ રત્ન (૨૮) મરકત રત્ન (૨૯) મારગલ્લ રત્ન (૩૦) ભૂજમોચક રત્ન (૩૧) ઇન્દ્રનીલમણિ રત્ન || ૧૦ ||
(૩૨) ચન્દન રત્ન (૩૩) ગેરુ રત્ન (૩૪) હંસ રત્ન (હંસગર્ભ રત્ન) (૩૫) પુલક રત્ન (૩૬) સોગન્ધિક રત્ન (૩૭) ચંદ્રપ્રભ રત્ન (૩૮) વૈડૂર્ય રત્ન (૩૯) જલકાંત મણિ રત્ન અને (૪૦) સૂર્યકાંત મણિ રત્ન૧૧આ સિવાય બીજા અન્ય પણ તથા પ્રકારના પદ્મરાગ આદિ રત્નોના ભેદ છે.
તે પૂર્વોક્ત શ્લષ્ણ અને ખર, આ બંને પ્રકારના બાદર પૃથ્વીકાયિકોના સંક્ષેપથી બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેમાંથી જે અપર્યાપ્ત છે, તે વિશિષ્ટ વર્ણાદિને પ્રાપ્ત નથી.
તેમાંથી જે પર્યાપ્તા છે, તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ હજારો ભેદ છે. તેઓની સંખ્યાત લાખ યોનિપ્રમુખ છે. પર્યાપ્તના આશ્રયે જ અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે. જ્યાં એક અપર્યાપ્ત
જીવ ઉત્પન્ન થાય ત્યાં નિયમથી અસંખ્યાત અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે અર્થાત્ એક, બે, ત્રણ કે સંખ્યાતા અપર્યાપ્તા જીવો ક્યારેય અને ક્યાંય પણ ઉત્પન્ન થતા નથી. આ ખર બાદર પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિક તથા પૃથ્વીકાયિકની પ્રરૂપણા સંપૂર્ણ થઈ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીકાયિક જીવોના ભેદ-પ્રભેદોનું વર્ણન છે. પૃથ્વી આદિ પાંચેય સ્થાવર જીવોના બે-બે ભેદ છે- (૧) સૂક્ષ્મ અને (૨) બાદર. સૂમ :- સૂક્ષ્મ નામકર્મના ઉદયથી જે જીવોનું શરીર અત્યંત સૂક્ષ્મ હોય કે જે ચર્મચક્ષુથી દેખાય નહીં, જગતના ચૂળ કે સૂક્ષ્મ શસ્ત્રો તેને હણી શકે નહીં, પકડી શકે નહીં, વાળી શકે નહીં, મારી શકે નહીં, ડૂબાડી શકે નહીં કે બે ભાગ કરી શકે નહીં, તે જીવોને સૂક્ષ્મ કહે છે. સૂક્ષ્મ જીવો કાજલની ડબ્બીમાં કાજલ ભર્યું હોય તેમ આખા લોકમાં ઠસોઠસ ભર્યા છે. સૂક્ષ્મ જીવો નિરૂપક્રમી આયુષ્યવાળા હોય છે. અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ થતાં તે મૃત્યુ પામે છે.
અહીં સૂક્ષ્મ અને બાદર શબ્દ પ્રયોગ સરસવ અને આંબળાની જેમ સૂક્ષ્મ કે સ્થૂલ અર્થમાં પ્રયુક્ત થયા નથી. આ બંને નામ કર્મની પ્રકૃતિ છે અને પારિભાષિક રૂઢ શબ્દરૂપે પ્રયુક્ત છે. બાદર – બાદર નામકર્મના ઉદયથી જે જીવોનું શરીર ચક્ષુગ્રાહ્ય હોય અથવા ન પણ હોય પરંતુ જગતના શસ્ત્રોથી જેને હણી શકાય, મારી શકાય, ડૂબાડી શકાય, બાળી શકાય, બે ભાગ કરી શકાય, તે સોપક્રમી અથવા નિરૂપક્રમી બંને પ્રકારના આયુષ્યના ધારક હોય, તેવા જીવોને બાદર કહે છે. બાદર જીવો લોકના દેશભાગમાં હોય છે. તે જીવો લોકાકાશના નિશ્ચિત સ્થાનોમાં જ હોય છે. પાંચ સ્થાવરમાં સૂક્ષ્મ અને બાદર, એવા બે ભેદ છે પરંતુ બેઇન્દ્રિયાદિ શેષ ચારે ય જાતિના જીવો બાદર જ હોય છે. સમજીવોના ભેદ:- સૂક્ષ્મ જીવોના બે ભેદ છે– (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત. જે જીવોની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ થઈ ગઈ હોય તેને પર્યાપ્ત કહે છે અને સ્વયોગ્ય પર્યાપ્તિઓ જેને અપૂર્ણ હોય તેને અપર્યાપ્ત કહે છે. પર્યાણિ - પર્યાપ્તિ એટલે યોગ્યતા, શક્તિ વિશેષ. ઉત્પત્તિ સ્થાનમાં આવીને પ્રથમ સમયે ગ્રહણ