________________
પ્રથમ પદ : પ્રશાપના
૪૩
વનસ્પતિકાયિક જીવોઃ
५४ से किं तं वणस्सइकाइया ? वणस्सइकाइया दुविहा पण्णत्ता, तं जहा - सुहुमवणस्सइकाइया य बादर-वणस्सइकाइया य ।
ભાવાર્થ :- પ્રશ્ન- વનસ્પતિકાયિક જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- વનસ્પતિકાયિક જીવોના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને બાદર વનસ્પતિકાયિક.
५५ से किं तं सुहुम-वणस्सइकाइया ? सुहुम-वणस्सइकाइया दुविहा पण्णत्ता, तं जहा - पज्जत्त-सुहुम-वणस्सइकाइया य अपज्जत्त- सुहुम-वणस्सइकाइया य । से तं सुहुमवणस्सइ-काइया ।
ભાવાર્થ:- પ્રશ્ન- સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર– સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક. આ સૂક્ષ્મ વનસ્પતિકાયિકનું નિરૂપણ પૂર્ણ થાય છે.
५६ से किं तं बादरवणस्सइकाइया ? बादरवणस्सइकाइया दुविहा पण्णत्ता, तं जहापत्तेयसरीर-बादर-वणस्सइकाइया य साहारण सरीर-बादर-वणस्सइकाइया य ।
ભાવાર્થ:- પ્રશ્ન- બાદર વનસ્પતિકાયિકના કેટલા પ્રકાર છે ? ઉત્તર- બાદર વનસ્પતિકાયિકના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પ્રત્યેકશરીરી બાદર વનસ્પતિકાયિક અને સાધારણ શરીરી બાદર વનસ્પતિકાયિક.
પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયઃ
५७ से किं तं पत्तेयसरीर-बादरवणस्सइकाइया ? पत्तेयसरीर- बादरवणस्सइकाइया दुवालस-विहा पण्णत्ता, तं जहा
रुक्खा गुच्छा गुम्मा, लया वल्ली य पव्वगा चेव ।
तण वलय हरिय ओसहिँ, जलरुह कुहणा य बोद्धव्वा ॥१२॥
ભાવાર્થ:- પ્રશ્ન- પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક જીવોના બાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે—
ગાથાર્થ– (૧) વૃક્ષ— આંબો, લીમડો (૨) ગુચ્છ– રીંગણી આદિ છોડ, (૩) ગુલ્મ– નવમલ્લિકા આદિ ફૂલના છોડ, (૪) લતા– ચંપકલતા આદિ, (૫) વલ્લી– વેલો, (૬) પર્વગ– શેરડી આદિ પર્વ ગાંઠવાળી (કાતળીવાળી) વનસ્પતિ, (૭) તૃણ– કુશ, ડાભ આદિ ઘાસ, (૮) વલય– જેની છાલ વલયના આકારની ગોળ હોય છે, તેવા કેતકી, કેળ આદિ, (૯) હરિત– મેથી, તાંદળજો વગેરે ભાજી, (૧૦) ઔષધિ– ઘઉં આદિ ધાન્ય, (૧૧) જલરુહ– પાણીમાં ઉગતી–કમળ કાકડી, સિંગોડા આદિ વનસ્પતિ અને (૧૨) કુહણભૂમિ ફોડીને ઉગનારી વનસ્પતિ, બિલાડીના ટોપ આદિ. II ૧૨ II
૧૮ મેનિં તવવા ? હવવા વિહા પળત્તા, તં બહા- ક્રિયા ય વહુનીયા હૈં ।