________________
[ ૧૮ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
સંસરસમાપન્ન જીવાભિગમ:| १० से किंतंभंते ! संसारसमावण्णजीवाभिगमे ? गोयमा ! संसारसमावण्णएसुणं जीवेसुइमाओणव पडिवत्तीओ एवमाहिज्जति,तं जहा
समावण्णगा जीवा पण्णत्ता।
मावण्णगा जीवा पण्णत्ता। एगे एवमाहंसु-चउव्विहा संसारसमावण्णगा जीवा पण्णत्ता।
एगे एवमाहंसु-पंचविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता । एएण अभिलावेणं जावदसविहा संसारसमावण्णगाजीवा पण्णत्ता। ભાવાર્થ –પ્રશ્ન- હે ભગવન્! સંસાર સમાપન્ન જીવાભિગમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-હે ગૌતમ! સંસાર સમાપન્ન જીવોના સંબંધમાં આ નવ પ્રતિપ્રતિ કહી છે અર્થાતુ નવ પ્રકારે કથન કરાય છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રથમ પ્રતિપત્તિ અનુસાર સંસાર સમાપન્નક(સંસારી) જીવોના બે પ્રકાર છે. (૨) બીજી પ્રતિપત્તિ અનુસાર સંસાર સમાપન્નક(સંસારી) જીવોના ત્રણ પ્રકાર છે. (૩) ત્રીજી પ્રતિપત્તિ અનુસાર સંસાર સમાપન્નક(સંસારી) જીવોના ચાર પ્રકાર છે. (૪) ચોથી પ્રતિપત્તિ અનુસાર સંસાર સમાપન્નક(સંસારી) જીવોના પાંચ પ્રકાર છે. (૫ થી ૯) આ રીતે ક્રમશઃ પ્રતિપત્તિઓનું કથન કરવું યાવતુ નવમી પ્રતિપત્તિ અનુસાર સંસાર સમાપન્નક(સંસારી) જીવોના દશ પ્રકાર કહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વિવિધ અપેક્ષાએ સંસાર સમાપન્નક જીવોના ભેદોનું કથન છે. સંસારી જીવો કર્મ સહિત છે. કર્મોના અનંત પ્રકાર છે, તેથી સંસારી જીવોમાં અનંત પ્રકારની વિવિધતા સંભવિત છે. તે વિવિધતાને પ્રસ્તુતમાં ભિન્ન-ભિન્ન વિવક્ષાથી પ્રતિપત્તિના નામે પ્રગટ કરી છે.
વિભિન્ન અપેક્ષાઓથી સંસારી જીવોના બે, ત્રણ, ચાર યાવતુદસ પ્રકાર આ સૂત્રમાં ક્રમશઃ નિરૂપિત છે. તે ભેદોનો સ્વીકાર કરીને જ તે સંબંધી સમસ્ત વર્ણન આ સૂત્રમાં નવ પ્રતિપત્તિ(અધ્યાય) રૂપે કરવામાં આવ્યું છે. જીવોના આ પ્રકારના ભેદોમાં કેવળવિવક્ષાભેદ જ છે પરંતુ કોઈ પણ પ્રકારના મત-મતાંતર નથી. કારણ કે જે જીવોના બે પ્રકાર છે તે જ જીવો અન્ય અપેક્ષાએ ત્રણ પ્રકારના છે અને તે જ જીવો અન્ય અપેક્ષાએ ચાર, પાંચ આદિ પ્રકારના છે.
આ રીતે નવ પ્રકારના આ પ્રતિપાદનમાં કોઈ વિરોધ થતો નથી અપિતુ પ્રત્યેક વિવક્ષામાં સમસ્ત સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે. (૧) જીવોના બે પ્રકાર:| ११ तत्थ णंजे एवमाहंसु- 'दुविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता',ते एवमाहंसु तंजहा-तसा चेव थावरा चेव । ભાવાર્થ:- તે નવ પ્રતિપત્તિઓમાંથી પ્રથમ પ્રતિપત્તિ અનુસાર બે પ્રકારના સંસાર સમાપન્ન જીવો છે, તે આ પ્રમાણે છે– ત્રસ અને સ્થાવર.