________________
પ્રતિપત્તિ-૧
(૧૫) અનેક સિદ્ધ – એક સમયમાં, એક સાથે અનેક જીવો સિદ્ધ થાય તેને અનેક સિદ્ધ કહે છે, જેમ કેઋષભદેવ ભગવાન. તેઓ એક સાથે ૧૦૮ સિદ્ધ થયા. સિદ્ધાંતાનુસાર એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ જીવો જ સિદ્ધ થઈ શકે છે. (૧) તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ. (૨) તીર્થંકરસિદ્ધ-અતીર્થંકરસિદ્ધ. (૩) સ્વયંબુદ્ધ સિદ્ધ-પ્રત્યેક બુદ્ધસિદ્ધ-બુદ્ધબોધિતસિદ્ધ. (૪) સ્ત્રીલિંગસિદ્ધ-પુરુષલિંગસિદ્ધ-નપુંસકલિંગ સિદ્ધ. (૫) સ્વલિંગસિદ્ધ-અન્યલિંગસિદ્ધ-ગૃહસ્થલિંગ સિદ્ધ. (૬) એકસિદ્ધ-અનેકસિદ્ધ, સિદ્ધ થનારા કોઈ પણ જીવોમાં આ છ પ્રકારના સમૂહમાંથી એક-એક ભેદ અવશ્ય હોય છે તેથી પ્રત્યેક સિદ્ધમાં છ બોલ અવશ્ય પ્રાપ્ત થાય છે. પરંપર અસંસાર સમાપ જીવ :- જેને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થયાને એકથી વધુ સમય વ્યતીત થઈ ગયા હોય તે પરંપર સિદ્ધ છે. અતીતકાળના અનંત મુક્તાત્માઓ પરંપર અસંસાર સમાપન જીવો છે. પરંપરસિદ્ધના અનેક પ્રકાર છે.
જેઓને સિદ્ધ થયાને બે સમય થયા હોય અર્થાત્ પ્રથમ સમય ન હોય તેને પરંપર અપ્રથમ સમય સિદ્ધ કહે છે. જેઓને સિદ્ધ થયાને ત્રણ સમય થયા હોય તે પરંપર ક્રિસમય સિદ્ધ, જેઓને ચાર સમય થયા હોય તે પરંપર ત્રિસમયસિદ્ધ અને પાંચ સમય થયા હોય તે પરંપર ચતુઃસમય સિદ્ધ છે થાવતુ જેઓને સિદ્ધ થયાને સંખ્યાતા સમયો થયા હોય તે પરંપર સંખ્યાત સમયસિદ્ધ; અસંખ્યાતા સમયો થયા હોય તે પરંપર અસંખ્યાત સમયસિદ્ધ અને અનંત સમયો થયા હોય તે પરંપર અનંતસિદ્ધ કહેવાય છે.
અસંસારસમાપન્ન (સિદ્ધ) જીવો
અનંતર સિદ્ધ
(૧૫ પ્રકાર) ૧. તીર્થ સિદ્ધ – ગૌતમ સ્વામી ૨. અતીર્થ સિદ્ધ - મરુદેવા માતા ૩. તીર્થકર સિદ્ધ –ઋષભદેવ સ્વામી ૪. અતીર્થકર સિદ્ધ – ગૌતમ સ્વામી ૫. સ્વયંબુદ્ધ સિદ્ધ – તીર્થકર પ્રભુ ૬. પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કરકંડુ ૭. બુદ્ધ બોધિત સિદ્ધ – જેબૂસ્વામી ૮. સ્ત્રીલિંગ સિદ્ધ – ચંદનબાળા ૯. પુરુષલિંગ સિદ્ધ – જંબૂસ્વામી ૧૦. નપુંસકલિંગ સિદ્ધ – ગાંગેય અણગાર ૧૧. સ્વલિંગ સિદ્ધ – જંબૂસ્વામી ૧ર. અન્યલિંગ સિદ્ધ – વલ્કલગીરી ૧૩. ગૃહસ્થલિંગ સિદ્ધ - મરુદેવા માતા ૧૪. એક સિદ્ધ – ભગવાન મહાવીર સ્વામી ૧૫. અનેક સિદ્ધ –&ષભદેવ સ્વામી
પરંપર સિદ્ધ
(અનેક પ્રકાર) ૧. અપ્રથમ સમય સિદ્ધ ૨. દ્ધિ સમય સિદ્ધ ૩. ત્રિ સમય સિદ્ધ ૪. ચતુઃ સમય સિદ્ધ
થાવતું ૫. સંખ્યાત સમય સિદ્ધ ૬. અસંખ્યાત સમય સિદ્ધ ૭. અનંત સમય સિદ્ધ