________________
[ 16 ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
(૭) બુદ્ધબોધિત સિદ્ધ - બુદ્ધ અર્થાત્ બોધને પ્રાપ્ત થયેલા. તીર્થકર કે આચાર્યાદિ દ્વારા પ્રબુદ્ધ થઈને જે જીવો સિદ્ધ થાય, તેને બુદ્ધબોધિત સિદ્ધ કહે છે, જેમ કે ગણધરો. (૮) સ્ત્રીલિંગ સિદ્ધ - લિંગ = ચિહ્ન. સ્ત્રીના ચિહ્ન હોય, તેને સ્ત્રીલિંગ કહેવાય છે. સ્ત્રીલિંગ ત્રણ પ્રકારે પ્રગટ થાય છે– (૧) સ્ત્રી વેદ (૨) સ્ત્રી શરીરની રચના અને (૩) સ્ત્રીની વેશભૂષા. આ ત્રણે ય પ્રકારના લિંગમાં અહીં સ્ત્રી શરીર રચનાથી પ્રયોજન છે. વેદ અને વેશભૂષાથી નહીં, કારણ કે સ્ત્રીવેદ મોહનીયકર્મના ઉદયજન્ય છે. તેની વિદ્યમાનતામાં સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. વેશભૂષા અને સિદ્ધિને કોઈ સંબંધ નથી. સ્ત્રી શરીરે સિદ્ધ થાય તેને જ અહીં સ્ત્રીલિંગ સિદ્ધ સમજવા, જેમ કે ચંદનબાળા આદિ.
સ્ત્રીલિંગ સિદ્ધ નામના ભેદ સહિત પંદર પ્રકારે સિદ્ધ થાય છે, તે વાત દિગંબર ગ્રંથોમાં પણ વર્ણિત છે. છતાં દિગંબર જેનો સ્ત્રીઓને નિવણની પ્રાપ્તિનો નિષેધ કરે છે. વાસ્તવમાં મોક્ષમાર્ગ સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ છે. આ રત્નત્રયની સાધના પુરુષોની જેમ સ્ત્રીઓ અને નપુંસકો પણ કરી શકે છે. રત્નત્રયની રુચિ, શ્રદ્ધા કે સાધનામાં લિંગ(સ્ત્રી કે નપુંસક) બાધક બનતું નથી. (૯) પુરુષલિંગ સિદ્ધ:- પુરુષ શરીરે સિદ્ધ થાય તે પુરુષલિંગસિદ્ધ કહેવાય છે, જેમ કે બૂસ્વામી આદિ. (૧૦) નપુંસકલિંગ સિદ્ધ :- નપુંસક શરીરે જે સિદ્ધ થાય તે નપુંસકલિંગ સિદ્ધ કહેવાય છે, જેમ કે ગાંગેય અણગાર. કોઈ જન્મથી નપુંસક હોય છે અને કોઈ કૃત્રિમ નપુંસક હોય છે. આ સર્વ નપુંસકોનો બે ભેદમાં સમાવેશ થાય છે. યથા– (૧) સ્ત્રી નપુંસક અને (૨) પુરુષ નપુંસક. સ્ત્રીના અવયવોની પ્રધાનતાવાળા નપુંસકને “સ્ત્રી નપુંસક અને પુરુષના અવયવોની પ્રધાનતાવાળા નપુંસકને પુરુષ નપુંસક” કહે છે. આ બંને પ્રકારના નપુંસકોમાંથી પુરુષ નપુંસકસિદ્ધ થઈ શકે છે, સ્ત્રી નપુંસકસિદ્ધ થઈ શકતા નથી.
સ્ત્રી નપુંસકને સ્વભાવથી જ છઠ્ઠ ગુણસ્થાન આવતું જ નથી.ભિગવતીસૂત્ર, શતક-૨૫, ઉદ્દેદનપુંસકોને દીક્ષા આપવાનો આગમમાં નિષેધ છે પરંતુ તેઓ સ્વતઃ દીક્ષિત થઈને એકાકી વિચરી મોક્ષે જઈ શકે છે અથવા આગમવિહારી અધિકારી શ્રમણો, પુરુષ નપુંસકને દીક્ષા આપી સ્વતંત્ર વિચરણ કરાવી શકે છે. (૧૧) લિંગસિદ્ધ - સ્વ = જિનેશ્વર પ્રરૂપિત, લિંગ = રજોહરણ આદિ તે દ્રવ્યલિંગ છે. સાધવેશમાં રહીને જૈન શ્રમણ સમાચારીનું પાલન કરવું તે ભાવલિંગ છે. આ બંને પ્રકારના સ્વલિંગથી જે સિદ્ધ થાય, તે સ્વલિંગસિદ્ધ કહેવાય છે. યથા-ગૌતમસ્વામી. આગમગ્રંથોમાં તીર્થકરોની ગણના પણ સ્વલિંગસિદ્ધમાં કરવામાં આવી છે. તેમ છતાં સર્વ જૈન પરંપરાઓ તીર્થકરોને સર્વ પ્રકારના ઉપકરણોથી રહિત માને છે. માટે તીર્થકરો ભાવલિંગથી સ્વલિંગમાં સિદ્ધ થાય છે, તેમ સમજવું. (૧૨) અન્યલિંગસિદ્ધ - અન્ય = જિનપ્રરૂપિત સાધુવેશ સિવાય અન્ય તાપસ, પરિવ્રાજક, સંન્યાસી આદિના વેશે સિદ્ધ થાય, તેને અન્યલિંગ સિદ્ધ કહે છે, યથા-વલ્કલચીરિ સંન્યાસી.દ્રવ્યથી ગમે તેલિંગ હોય પરંતુ ભાવથી સ્વલિંગ-સાધુપણું આવ્યા વિના મોક્ષ થતો નથી. (૧૩) ગૃહસ્થલિંગસિદ્ધઃ- ગૃહસ્થપણે સિદ્ધ થાય તેને ગૃહસ્થલિંગ સિદ્ધ કહે છે, જેમ કે મરુદેવા માતા. અન્ય લિંગ કે ગૃહલિંગે ભાવ સાધુપણું આવી ગયા પછી અલ્પાયુ હોય તો તે જ વેશે સિદ્ધ થાય છે. આયુષ્ય દીર્ઘ હોય તો સ્વલિંગ ધારણ કરી વિચરે છે. આ રીતે સ્વલિંગ ધારણ કર્યા પછી તે સ્વલિંગ સિદ્ધ જ કહેવાય, જેમ કે ભરત ચક્રવર્તી. તેમને કેવળજ્ઞાન ગૃહસ્થલિંગમાં થયું અને તેમની મુક્તિ સ્વલિંગમાં થઈ. (૧૪) એકસિદ્ધ - એક સમયમાં એક જ સિદ્ધ થાય, એક જીવની સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ સમયે બીજા કોઈ જીવો સાથે સિદ્ધ ન થાય, તો તેને એકસિદ્ધ કહે છે, જેમ કે ભગવાન મહાવીર સ્વામી.