________________
| પ્રતિપત્તિ-૧
૧૫ ]
(૨) અતીર્થસિદ્ધ - તીર્થના અભાવને અતીર્થ કહે છે. તીર્થનો અભાવ બે પ્રકારે થાય છે– (૧) તીર્થની સ્થાપના જ ન થઈ હોય તે કાળ. ઋષભદેવ ભગવાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રથમ દેશનામાં તીર્થની સ્થાપના કરી. આ તીર્થસ્થાપના પૂર્વે જ મરુદેવામાતા મોક્ષે પધાર્યા હતા તેથી મરુદેવામાતા અતીર્થ સિદ્ધ કહેવાય છે. (૨) તીર્થ વિચ્છેદનો કાળ. તીર્થની સ્થાપના થયા પછી કાલાન્તરમાં તીર્થનો વિચ્છેદ થાય છે. નવમા સુવિધિનાથ તીર્થકરથી પંદરમા ધર્મનાથ તીર્થકર સુધીના સાત તીર્થકરોનું શાસન કાલાંતરે વિચ્છેદ ગયું હતું. શ્રુતજ્ઞાનનો વિચ્છેદ થાય તેને શાસન વિચ્છેદ ગયું કહેવાય છે. આ કાળ અતીર્થ કહેવાય છે. અતીર્થમાં સ્વયંબદ્ધ અને પ્રત્યેક બુદ્ધ સિદ્ધ થઈ શકે છે. શ્રી ભગવતી સૂત્ર, શતક-૨૫, ઉદ્દેશક-, દ્વાર–૮] આ બંને પ્રકારના અતીર્થકાળમાં જે જીવ સિદ્ધ થાય તે અતીર્થસિદ્ધ છે. (૩) તીર્થકર સિદ્ધ – તીર્થકરની પદવી પ્રાપ્ત કરીને જે સિદ્ધ થાય તે તીર્થકર સિદ્ધ કહેવાય છે. જેમ કે ચોવીશ તીર્થકરો. (૪) અતીર્થંકરસિદ્ધ - સામાન્ય કેવળી રૂપે જે સિદ્ધ થાય તે અતીર્થકર સિદ્ધ કહેવાય છે. તીર્થંકરસિવાયના સિદ્ધ થયેલા ગૌતમાદિ સર્વ જીવો અતીર્થકર સિદ્ધ છે. (૫) સ્વયંબદ્ધ સિદ્ધઃ- જાતિસ્મરણજ્ઞાન અથવા અવધિજ્ઞાન આદિના નિમિત્તથી બીજાના ઉપદેશ વિના સ્વતઃ ધર્મબોધ પામીને જે સિદ્ધ થાય, તેને સ્વયંબુદ્ધસિદ્ધ કહે છે, જેમ કે તીર્થકર. તીર્થકરોનિયમા સ્વયંબુદ્ધ જ હોય છે. તે સિવાયના જીવો પણ સ્વયંબુદ્ધ થઈ શકે છે. (ઈ પ્રત્યેકબદ્ધ સિદ્ધઃ- કોઈ પદાર્થ, પ્રાણી, તેની અવસ્થા અથવા કોઈ પણ બાહ્ય પ્રસંગોના નિમિત્તે બોધ પામીને સિદ્ધ થાય, તેને પ્રત્યેક બુદ્ધ કહે છે. જેમ કે કરકંડૂ વગેરે ચારે ય રાજા પ્રત્યેકબુદ્ધ સિદ્ધ થયા છે. સ્વયબુદ્ધ અને પ્રત્યેક બુદ્ધનો તફાવત - | સ્વયં બુદ્ધ
પ્રત્યેક બુદ્ધ (૧) બાહ્ય નિમિત્ત વિના અંતરંગ નિમિત્ત
| (૧) બાહ્ય પદાર્થોના નિમિત્તથી બોધિની પ્રાપ્તિ થાય (જાતિસ્મરણ આદિ)થી બોધિની પ્રાપ્તિ થાય (૨) એકાકી કે ગચ્છમાં, એમ બંને રૂપે વિચરે. (૨) એકાકી જ વિચરે (૩) તીર્થકરો અને તીર્થકર સિવાયના, એમ બને (૩) તીર્થકર સિવાયના જીવો જ હોય છે.
પ્રકારના જીવો હોય. (૪) પૂર્વજન્મનું ભણેલું . પૂર્વજન્મનું ભણેલું (૪) જઘન્ય ૧૧ અંગ અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન શ્રુતજ્ઞાન ન હોય : શ્રુત જ્ઞાન હોય તો
૧૦ પૂર્વનું શ્રુતજ્ઞાન પૂર્વજન્મનું ભણેલું હોય. તો ગુરુ પાસે દેવતા મુનિલિંગ આપે દેવતા મુનિલિંગ આપે અથવા સ્વયં આવશ્યક મુનિલિંગ સ્વીકારે : અને એકાકી વિચરે ઉપકરણોની યાચના કરે. અને ગચ્છમાં જ અથવા ગુરુ પાસે
મુનિલિંગ સ્વીકારે
: અને ગચ્છમાં રહે. |(૫) પાત્રાદિ ૧૨ પ્રકારની ઉપધિ હોય. જઘન્યમાં (૫) જઘન્ય બે પ્રકારની અને ઉત્કૃષ્ટ નવ પ્રકારની યથેચ્છ ન્યૂનાધિક ઉપધિ હોય છે.
ઉપધિ હોય. () ત્રણે લિંગવાળા હોય.
| (૬) પુરુષ અને પુરુષ નપુંસક બેલિંગવાળા હોય.
રહે.