________________
પ્રતિપત્તિ-૧
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્ર દ્વારા પ્રથમ પ્રતિપત્તિમાં સંસારી જીવોના બે પ્રકાર હોવાનું નિરૂપણ છે. યથા— ત્રસ અને સ્થાવર. આ બે ભેદોમાં સમસ્ત સંસારી વોનો અંતર્ભાવ થઈ જાય છે.
ત્રસ :– આ શબ્દના બે પ્રકારે અર્થ કરવામાં આવે છે– (૧) જે જીવ ગરમી આદિથી ત્રસ્ત થઈને છાયામાં જવા માટે પોતાની મેળે સ્થાનાન્તર કરે છે, તે ત્રસ કહેવાય છે. આ અર્થ અનુસાર ત્રસ નામ કર્મના ઉદયવાળા બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોનું જ ગ્રહણ થાય છે.
૧૯
(૨) જે જીવ સમજણપૂર્વક અથવા સમજણ વિના ઉપર, નીચે કે તિરછું ગમન કરે છે, તેને ત્રસ કહે છે. આ અર્થ પ્રમાણે ત્રસ નામ કર્મનો ઉદય ન હોવા છતાં ગતિ કરી શકે છે તેવા તેજસ, વાયુનું અને ત્રસ નામ કર્મના ઉદયવાળા બેઇન્દ્રિયાદિ જીવોનું ગ્રહણ થાય છે. તેજસ્કાય અને વાયુકાય જીવોને ત્રસનામ કર્મનો ઉદય નથી. તે જીવોને સ્થાવરનામ કર્મનો જ ઉદય હોય છે. તેમ છતાં તે જીવોમાં ગમન–સ્થાનાંતરરૂપ ગતિ છે, તેથી તે જીવોને પણ ત્રસ કહેવામાં આવે છે. તાત્પર્ય એ છે કે જે જીવોને ત્રસ નામ કર્મનો ઉદય છે તેવા બેઇન્દ્રિયાદિ જીવોને લબ્ધિત્રસ અને જે જીવોને ત્રસ નામ કર્મનો ઉદય ન હોવા છતાં ગતિ છે, તે જીવોને ગતિ ત્રસ કહે છે. આ રીતે વિવક્ષા ભેદથી આગળના સૂત્રોમાં ત્રસ જીવોના ભેદોમાં તેજસ્કાય અને વાયુકાયનું કથન છે અને સ્થાવ૨ જીવોના ભેદના કથનમાં પૃથ્વી, પાણી અને વનસ્પતિનું જ કથન છે. તેમાં તેજસ્કાય અને વાયુકાયનું કથન નથી.
સ્થાવર ઃ— જે જીવો એક સ્થાને સ્થિર જ રહે છે. ઉષ્ણતા આદિથી સંતપ્ત થવા છતાં જે સ્થાનાંતર ગતિ કરી શકતા નથી, તે જીવોને સ્થાવર કહે છે.
આ વ્યુત્પત્તિમાં ત્રસ કે સ્થાવર નામ કર્મની વિવક્ષા કર્યા વિના ગમનશક્તિના અભાવને પ્રાધાન્ય આપ્યું છે, તેથી પૃથ્વી, પાણી અને વનસ્પતિની જ સ્થાવર જીવોમાં ગણના કરી છે. તેજસ્કાય અને વાયુકાયની ગણના કરી નથી. અન્યત્ર સ્થાવર નામ કર્મની પ્રધાનતાથી સ્થાવર જીવોના પાંચ ભેદોનું કથન પણ જોવા મળે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, તે પાંચે પ્રકારના જીવોને સ્થાવર નામ કર્મનો ઉદય હોવાથી તે સ્થાવર છે. સમગ્ર રીતે જોતાં સ્પષ્ટ થાય છે કે બંને કથનમાં કેવળ વિવશા ભેદ છે. પ્રસ્તુત પ્રકરણમાં ત્રસ અને સ્થાવર નામ કર્મના ઉદયને ગૌણ કરીને, ગમનશક્તિના સદ્ભાવ અને અભાવને પ્રાધાન્ય આપીને ત્રસ અને સ્થાવર જીવોનું વિભાજન કર્યું છે.
સ્થાવર જીવો
૨ એકિત મંતે ! થાવા ? નોયમા ! થાવરા તિવિહા પળત્તા, તં નહીં
काइया आठक्काइया वणस्सइक्काइया ।
:
-
- પુષિ
ભાવાર્થ :- પ્રશ્ન- સ્થાવર જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- સ્થાવર જીવોના ત્રણ પ્રકાર છે, યથા– (૧) પૃથ્વીકાયિક (૨) અાયિક (૩) વનસ્પતિકાયિક.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સ્થાવર જીવોના ત્રણ ભેદોનું કથન છે. બે સ્થાવર જીવો ગતિ ત્રસ હોવાથી તેની ગણના અહીં કરી નથી માટે સ્થાવર જીવોના ત્રણ પ્રકાર છે– પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાય.