________________
૧૨ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
વર્ણ પરિણત પુલના ૧૦૦ ભાંગા - પાંચ વર્ણ પરિણત જે જે પુદ્ગલો છે, તેમાં પ્રત્યેક વર્ણના ૨૦-૨૦ ભાંગા થાય છે. યથા– કાળા વર્ણના પુદ્ગલોમાં અન્ય ચાર વર્ણની પૃચ્છા નથી, માટે તેની ગણના કરી નથી. કાળા વર્ણના પુલમાં અન્ય ગંધ, રસ, સ્પર્શ કે સંસ્થાનાદિ સર્વની સંભાવના છે. તેમાં કોઈ સુગંધી પણ હોય અને કોઈદુર્ગધી પણ હોય છે. કાળા વર્ણના પુદ્ગલોમાં કોઈ તીખારસવાળા પણ હોય, તો કોઈ કડવા, કષાયેલા, ખાટા કે મધુર રસવાળા પણ હોય છે. તે જ રીતે કર્કશાદિ આઠ સ્પર્શમાંથી કોઈ પણ સ્પર્શ અને પરિમંડળ આદિ પાંચ સંસ્થાનમાંથી કોઈ પણ સંસ્થાન હોય શકે છે.
આ રીતે કાળા વર્ણમાં અન્ય ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનોની અપેક્ષાએ પરસ્પર સંબંધિત ૨૦ ભંગ થાય છે. આ રીતે કાળા વર્ણના પગલોમાં ૨ ગંધ + ૫ રસ +૮ સ્પર્શ + ૫ સંસ્થાન = કુલ ૨૦ ભંગ થાય, તે જ રીતે પ્રત્યેક વર્ણના ૨૦-૨૦ ભંગ થાય છે, તેથી પાંચ વર્ણના (૨૦ x ૫ = ) ૧૦૦ ભંગ થાય છે. ગંધ પરિણત યુગલના ૪૬ ભંગ:- સુગંધી પુગલોમાં દુર્ગધની ગણના નથી, કારણ કે અહીં સુગંધી પુદ્ગલની જ પૃચ્છા છે. તેમાં વર્ણાદિ અન્ય ગુણો હોય છે, તેથી ૫ વર્ણ + પ રસ +૮ સ્પર્શ+૫ સંસ્થાનના સંયોગે ૨૩ ભંગ થાય, તે જ રીતે દુર્ગધના પણ વર્ણાદિના સંયોગે ર૩ ભંગ થાય. આ રીતે ગંધ પરિણત પુગલોના ૨૩ ૪ ૨ = ૪૬ ભંગ થાય છે. રસ પરિણત પગલોના ૧૦૦ ભંગ:- પ્રત્યેક રસમાં પાંચ વર્ણ +બે ગંધ આઠ સ્પર્શ + પાંચ સંસ્થાન = ૨૦ ભંગ હોય છે, તેથી પાંચ રસના ૨૦ x ૫ = ૧૦૦ ભંગ થાય છે. સ્પર્શ પરિણત પુદગલોના ૧૮૪ ભંગ :- એક સ્પર્શમાં પાંચ વર્ણ + બે ગંધ + પાંચ રસ + છ સ્પર્શ + પાંચ સંસ્થાન = ૨૩ ભંગ હોય છે.
સ્પર્શની પુચ્છામાં જે સ્પર્શની પૃચ્છા હોય, તે સ્પર્શ અને તેનો પ્રતિપક્ષી સ્પર્શ, આ બંનેને છોડીને શેષ છ સ્પર્શની ગણના થાય છે. વર્ણ, ગંધ, રસ આદિમાં શેષ બધા વર્ણ, ગંધ, રસ પ્રતિપક્ષી છે પરંતુ સ્પર્શની પૃચ્છામાં શીતનો પ્રતિપક્ષી ઉષ્ણ, સ્નિગ્ધનો પ્રતિપક્ષી રૂક્ષ, કર્કશનો પ્રતિપક્ષી મૃદુ અને ગુરુનો પ્રતિપક્ષી લઘુ સ્પર્શ છે. તેમાંથી જે બોલની પૃચ્છા હોય તેનો પ્રતિપક્ષી સ્પર્શ તેમાં હોતો નથી, શેષ છ સ્પર્શ હોય શકે છે.
આ રીતે કોઈ પણ એક સ્પર્શમાં ૫ વર્ણ + ૨ ગંધ + ૫ રસ + ૬ સ્પર્શ + પ સંસ્થાન = ર૩ ભંગ હોય છે, તેથી આઠ સ્પર્શના ૨૩ ૪૮= ૧૮૪ ભંગ થાય છે. સંસ્થાન પરિણત યુગલના ૧૦૦ ભંગઃ - પરિમંડલાદિ એક-એક સંસ્થાનમાં પાંચ વર્ણ + બે ગંધ + પાંચ રસ + આઠ સ્પર્શ = ૨૦ બોલ હોય છે, તેથી પાંચ સંસ્થાનમાં ૨૦ x ૫ = ૧૦૦ ભંગ થાય છે.
સર્વ મળીને વર્ણ પરિણત પુદ્ગલના 100+ ગંધ પરિણત પુદ્ગલના ૪૬+ રસ પરિણત યુગલના ૧૦૦+ સ્પર્શ પરિણત પુદ્ગલના ૧૮૪+ સંસ્થાન પરિણત પુગલના ૧૦૦= પ૩૦મંગ પુદ્ગલ દ્રવ્યના એટલે રૂપી અજીવના થાય છે. આ રીતે અરૂપી અજીવના ૩૦ ભેદ + રૂપી અજીવના પ૩૦ ભેદ = પદ) ભેદ અજીવ દ્રવ્યના છે.