________________
૧૦ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
કહેવાય છે. (૭) ઘી-તેલ આદિની જેમ સ્નિગ્ધ-ચીકણા(ચોપડેલ) સ્પર્શવાળા પુદ્ગલો સ્નિગ્ધસ્પર્શ પરિણત અને (૮) રાખ આદિની જેમ લુખા સ્પર્શવાળા પુદ્ગલો રૂક્ષ સ્પર્શ પરિણત પુદ્ગલ કહેવાય છે. સંસ્થાનના પાંચ પ્રકાર :- સંસ્થાન (આકાર)ના પાંચ પ્રકાર છે– પરિમંડલ, વૃત્ત, વ્યસ, ચરસ અને આયત. તેમાં જે પુગલો- (૧) વલય-ચૂડીની સમાન વર્તુળાકાર ગોળ અને વચ્ચે પોલાણવાળા પુદ્ગલો પરિમંડલ સંસ્થાન પરિણત' કહેવાય છે. (૨) વૃત્ત- થાળી અથવા લાડવા આદિની સમાન વચ્ચે પોલા ન હોય તેવા ગોળ આકારના પુલો ‘વૃત્ત સંસ્થાન પરિણત' કહેવાય છે. (૩) વ્યસ- સિંઘોડા આદિની સમાન ત્રિકોણ આકારના પુદ્ગલો વ્યસ સંસ્થાન પરિણત' કહેવાય છે. (૪) ચતુરસ- બાજોઠ આદિની સમાન ચોરસ આકારના પુલો “ચતુરસ સંસ્થાન પરિણત' કહેવાય છે અને (૫) આયત- દંડ આદિની સમાન લાંબા આકારના પુદ્ગલો “આયત સંસ્થાન પરિણત' કહેવાય છે. પુદ્ગલના સંસ્થાનોની આકૃતિઓઃ- [(૧) ત્રિપાર્ક આકૃતિઓ (ર) સામાન્ય આકૃતિઓ પરિમંડલ(ચૂડી) | વૃત્ત(ગોળ) | વ્યસ(ત્રિકોણ) | ચતુર(ચોરસ) | આયત(લાંબા)
આ રીતે પુલાસ્તિકાયના પાંચ વર્ણ + બે ગંધ + પાંચ રસ + આઠ સ્પર્શ + પાંચ સંસ્થાન = ૨૫ પ્રભેદ થાય છે. તેમાં વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ ગુણ નિત્ય છે અને તે ગુણની કાળા, નીલા આદિ પર્યાયો અનિત્ય છે, તેમાં પરિવર્તન થયા જ કરે છે. પરમાણુ યુગલમાં વાણદિ – પરમાણુ નિરંશ અપ્રદેશી હોવાથી તેમાં કોઈ પણ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ હોય છે. આઠ સ્પર્શમાંથી શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર મૂળ સ્પર્શ છે. તે ચાર સ્પર્શમાંથી પરમાણુમાં શીત-ઉષ્ણમાંથી કોઈ પણ એક અને સ્નિગ્ધ-રૂક્ષમાંથી કોઈ પણ એક સ્પર્શ હોય છે. આ રીતે પરમાણુમાં શીત આદિ ચાર સ્પર્શમાંથી કોઈ પણ બે સ્પર્શ હોય છે. શેષ ચાર સ્પર્શ કર્કશ, સુંવાળો, ભારે અને હલકો તે સાંયોગિક સ્પર્શ છે અર્થાત્ જ્યારે અનેક સ્નિગ્ધ પરમાણુ ભેગા થાય ત્યારે તેનો સ્પર્શ સુંવાળો લાગે છે, રૂક્ષ પરમાણુ ભેગા થાય ત્યારે તેનો સ્પર્શ કર્કશ લાગે છે. આ સાંયોગિક સ્પર્શી અનંતપ્રદેશી ભૂલ સ્કંધોમાં જ હોય છે. પરમાણુથી લઈને અનંતપ્રદેશી સૂક્ષ્મ સ્કંધ સુધીમાં તે સંયોગી ચાર સ્પર્શ હોતા નથી.
- અનંત પ્રદેશ સ્કંધ અનેક પરમાણુના સમૂહરૂપ હોવાથી તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન હોય છે.