________________
પ્રતિપત્તિ-૧
[૯]
(૩) લાડવામાં જોડાયેલા બુંદીના એક-એક દાણાની જેમ સ્કંધ સાથે જોડાયેલા તેના પ્રત્યેક અંશ કે જેનો વિભાગ ન થઈ શકે, પ્રદેશ કહેવાય છે. (૪) લાડવાથી છુટા પડી ગયેલા બુંદીના દાણાની જેમ સ્કંધનો પ્રદેશ(અવિભાજ્ય અંશ) સ્કંધથી છૂટો પડી જાય ત્યારે તે પરમાણુ કહેવાય છે.
અંધ. દેશ અને પ્રદેશ; તે ત્રણે ભેદ અંધ અવસ્થાના જ છે અને પરમાણુની અવસ્થા સ્વતંત્ર છે, તેથી પુદ્ગલાસ્તિકાયના મુખ્ય બે ભેદ થાય છે, સ્કંધ અને પરમાણુ. પુગલના ગુણો:- પુદ્ગલ દ્રવ્યમાં વર્ણાદિ પાંચ ગુણો છે. યથા– (૧) વર્ણપરિણત, (૨) ગંધપરિણત, (૩) રસપરિણત, (૪) સ્પર્શપરિણત અને (૫) સંસ્થાન પરિણત. પરિયા :- પરિણત શબ્દ પ્રયોગ ભૂતકાલનો સૂચક હોવા છતાં ઉપલક્ષણથી ત્રિકાલને સૂચિત કરે છે. ભવિષ્યકાલ જ ક્રમશઃ વર્તમાન બને છે અને વર્તમાનકાલ જ સમયે-સમયે ભૂતકાળ બની જાય છે. આ રીતે ત્રણે કાલ પરસ્પર સંબંધિત છે. જે પુલો ભૂતકાળમાં વર્ણરૂપે પરિણત થઈ ગયા છે, વર્તમાનમાં વર્ણરૂપે પરિણત થાય છે અને ભવિષ્યમાં વર્ણરૂપે પરિણત થશે, તેવા પુદ્ગલો વર્ણપરિણત (રંગ પરિણત) કહેવાય છે. તે જ રીતે ગંધાદિ પરિણત પુદ્ગલનું સ્વરૂપ સમજવું. વર્ણ – વર્ણના પાંચ પ્રકાર છે– કાળો, નીલો, લાલ, પીળો અને શ્વેત. તેમાં– (૧) કાજળ આદિ સમાન કાળા રંગના પુદ્ગલો, કૃષ્ણવર્ણ પરિણત કહેવાય છે. (૨) મોરની ગર્દન આદિની સમાન નીલરંગી પુગલો, નીલવર્ણ પરિણત કહેવાય છે. (૩) હિંગળો, આદિ સમાન લાલરંગના પુગલો લોહિત (રક્ત) વર્ણ પરિણત કહેવાય છે. (૪) હળદર આદિ સમાન પીળા રંગના પુદ્ગલો હારિદ(પીત) વર્ણ પરિણત છે અને (૫) શંખ આદિ સમાન શ્વેત રંગના પુગલો શુક્લ વર્ણ પરિણત કહેવાય છે. પ્રત્યેક પુદ્ગલ દ્રવ્યમાં પાંચ વર્ણમાંથી કોઈ પણ એક વર્ણ અવશ્ય હોય છે. વર્ણરૂપે તે નિત્ય છે પરંતુ પાંચવર્ણરૂપે અનિત્ય છે અર્થાત્ કાળા રંગનું પુદ્ગલ સમયાંતરે લાલ-પીળાદિ વર્ણરૂપે પરિણત થઈ શકે છે. ગધઃ-ગંધના બે પ્રકાર છે– સુરભિગંધ અને દુરભિગંધ. તેમાં– (૧) ચંદનાદિની જેમ સુગંધિત પુદ્ગલો સુગંધ પરિણત અને (૨) લસણાદિની જેમ દુર્ગધિત પુદ્ગલો દુર્ગધ પરિણત કહેવાય છે. રસ - રસના પાંચ પ્રકાર છે–તીખો, કડવો, કષાયેલોતૂરો), ખાટો અને મીઠો. તેમાં– (૧) મરચાં આદિની જેમ તિક્ત (તીખા) રસવાળા પુદ્ગલો તિક્તરસ પરિણત કહેવાય છે. (૨) લીમડા આદિની જેમ કટુ(કડવા) રસવાળા યુગલો કટુરસ પરિણત કહેવાય છે. (૩) હરડે આદિની જેમ કષાયેલા(તૂરા) રસવાળા પુદ્ગલો કષાયરસ પરિણત કહેવાય છે. (૪) આમલી આદિની જેમ ખાટા રસવાળા પુગલો આસ્ફરસ પરિણત અને (૫) સાકર આદિની સમાન મધુર રસવાળા યુગલો મધુરરસ પરિણત કહેવાય છે. સ્પર્શ - સ્પર્શના આઠ પ્રકાર છે– કર્કશ-સુંવાળો, ભારે-લઘુ, શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ. તેમાં– (૧) પાષાણપથ્થર આદિની જેમ કઠોર(ખરબચડા) સ્પર્શવાળા પુલો કર્કશ સ્પર્શ પરિણત કહેવાય છે. (૨) રૂ, રેશમ આદિની જેમ કોમળ(સુંવાળા) સ્પર્શવાળા પુલો મૃદુ સ્પર્શ પરિણત કહેવાય છે. (૩) વજ, લોખંડ આદિની જેમ ભારે સ્પર્શવાળા પુદ્ગલો ગુરુ સ્પર્શ પરિણત કહેવાય છે. (૪) સેમલના રૂ આદિની સમાન હળવા સ્પર્શવાળા પુગલો લઘુ સ્પર્શ પરિણત કહેવાય છે. (૫) બરફ આદિની જેમ ઠંડા સ્પર્શવાળા પુદ્ગલો શીત સ્પર્શ પરિણત કહેવાય છે. (૬) અગ્નિ આદિની જેમ ગરમ(ઉષ્ણ) સ્પર્શવાળા પુગલો ઉષ્ણ સ્પર્શ પરિણત