________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ભાવાર્થ:- સર્વ જીવોના છ પ્રકાર છે– ઔદારિક શરીરી, વૈક્રિય શરીરી, આહારક શરીરી, તૈજસ શરીરી, કાર્મણ શરીરી અને અશરીરી.
११ ओरालियसरीरी णं भंते ! ओरालियसरीरीति कालओ केवचिरं होइ ?
૭૪૪
गोया ! जहणं खुड्डागं भवग्गहणं दुसमयऊणं उक्कोसेणं असंखिज्जं कालं जाव अंगुलस्स असंखेज्जइभागं । वेडव्वियसरीरी जहण्णेणं एक्कं समयं उक्कोसेणं तेत्तीसं सागरोवमाई अंतोमुहुत्तमब्भहियाई । आहारगसरीरी जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं अंतोमुहुत्तं। तेयगसरीरी कम्मगसरीरी य दुविहे पण्णत्ते - अणाइए वा अपज्जवसिए, अणाइए वा सपज्जवसिए । असरीरी साइए-अपज्जवसिए ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ઔદારિક શરીરી, ઔદારિક શરીરીપણે કેટલો સમય રહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય બે સમય ન્યૂન ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી, આ અસંખ્યાતકાળ અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે. વૈક્રિય શરીરી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ સુધી રહે છે. આહારક શરીરી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. તૈજસ શરીરી અને કાર્પણ શરીરીના બે પ્રકાર છે– અનાદિ અનંત અને અનાદિ સાંત. અશરીરી સાદિ અનંત છે.
1
१२ अंतरं- ओरालियसरीरस्स जहण्णेणं एक्कं समयं उक्कोसेणं तेत्तीस सागरोवमाइं अतोमुहुत्तमब्भहियाइं । वेडव्वियसरीरस्स जहण्णेणं अतोमुहुत्त उक्कोसेणं अनंतकालं वणस्सइकालो। आहारगस्स सरीरस्स जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेणं अनंतकालं जाव अवड्डुं पोग्गलपरियट्टं देसूणं । तेयगसरीरस्स कम्मसरीरस्स य दोण्हवि णत्थि अंतरं । ભાવાર્થ:- ઔદારિક શરીરનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે. વૈક્રિય શરીરનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે, તે વનસ્પતિકાળ પ્રમાણ છે. આહારક શરીરનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે, તે દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. તૈજસ અને કાર્મણ શરીરીનું અંતર નથી.
१३ अप्पाबहुयं सव्वत्थोवा आहारगसरीरी, वेडव्वियसरीरी असंखेज्जगुणा, ओरालिय सरीरी असंखेज्जगुणा, असरीरी अनंतगुणा, तेयाकम्मसरीरी दोवि तुल्ला अनंतगुणा । से तं छव्विहा सव्वजीवा ।
ભાવાર્થ:- અલ્પબહુત્વ– (૧) સર્વથી થોડા આહારક શરીરી, (૨) તેનાથી વૈક્રિય શરીરી અસંખ્યાતગુણા છે, (૩) તેનાથી ઔદારિક શરીરી અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી અશરીરી અનંતગુણા છે અને (૫–૬) તેનાથી તૈજસ અને કાર્યણ શરીરી અનંતગુણા છે અને પરસ્પર બંન્ને તુલ્ય છે. આ પ્રમાણે છ પ્રકારના સર્વ જીવોનું વર્ણન પૂર્ણ થયું.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં શરીરી-અશરીરીની અપેક્ષાએ સર્વ જીવોના છ પ્રકાર કહ્યા છે– ઔદારિક શરીરી, વૈક્રિય શરીરી, આહારક શરીરી, તૈજસ શરીરી, કાર્મણ શરીરી અને અશરીરી.