________________
સર્વ જીવ : પ્રતિપત્તિ-૫
કાયસ્થિતિ :– ઔદારિક શરીર તે જ રૂપમાં જઘન્ય બે સમય ન્યૂન શુક્લકમવ સુધી રહી શકે છે.
મનુષ્ય અને તિર્યંચગતિના જીવોને ઔદારિક શરીર હોય છે. તેમાં પણ વિગ્રહગતિમાં ઔદારિકાદિ શરીર નથી. કોઈ જીવ ત્રણ સમયની વિગ્રહગતિએ મનુષ્ય કે તિર્યંચના સુશ્તકભવમાં ઉત્પન્ન થાય, ત્યારે વિગ્રહગતિના બે સમયમાં ઔદારિક શરીર હોતું નથી, ત્રીજા સમયે ઉત્પન્ન થઈને ઔદારિક શરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે, તેથી તેની જઘન્ય સ્થિતિ બે સમય ન્યૂન ક્ષુલ્લક ભવ થાય છે.
૩૫
ઔદારિક શરીરીની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાતકાલની છે, કોઈ જીવ અસંખ્યાત કાલ પર્યંત ઋજુગતિથી મનુષ્ય કે તિર્યંચના ભવમાં ગમનાગમન કરે તો ઔદારિક શરીરીની કાયસ્થિતિ અસંખ્યાતકાલની થાય છે. જીવ એક સમયની જુગતિથી ઉત્પન્ન થાય તો તેનો ઔદારિકશરીરનો વિયોગ થતો નથી. ઋજુ ગતિની કાલમર્યાદા ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની જ છે. તે અસંખ્યાતકાલ અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે.
વૈક્રિય શરીરી જઘન્ય એક સમય સુધી તે જ રૂપમાં રહે છે. કોઈ જીવ વૈક્રિય શરીર બનાવે અને બીજા જ સમયે તેનું મૃત્યુ થાય તો તેની સ્થિતિ એક સમયની થાય છે, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ રહે છે. કોઈ મનુષ્ય કે તિર્યંચ વૈક્રિય શરીર કરીને અંતર્મુહૂર્ત પર્યંત વૈક્રિયશરીરમાં સ્થિત રહીને આયુષ્યપૂર્ણ થતાં મૃત્યુપામીને ઋજુગતિએ સાતમી નરકમાં ઉત્પન્ન થાય તો વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટિત થાય છે. અનુત્તર વિમાનની અપેક્ષાએ સ્થિતિ ઘટિત થતી નથી કારણ કે ત્યાં અપ્રમત્ત સંયંત મનુષ્ય ઉત્પન્ન થાય છે, જેઓ અપ્રમત્ત ભાવમાં હોવાથી લબ્ધિપ્રયોગ કરતા નથી.
આહારક શરીરી જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી જ તે રૂપમાં રહે છે. તેજસ શરીરી અને કાર્મણ શરીરીના બે પ્રકાર છે– (૧) અભવીની અપેક્ષાએ અનાદિ અનંત અને (૨) મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ અનાદિ સાંત છે. અશરીરી સાદિ અનંત છે.
અંતર :– ઔદારિક શરીરીનું અંતર જઘન્ય એક સમય છે, તે બે સમયની વિગ્રહગતિમાં હોય છે. જીવને વિગ્રહગતિમાં કાર્યણ શરીર હોય છે અને બીજા સમયે ઉત્પન્ન થઈને ઔદારિક શરીર ધારણ કરે છે તેથી તેનું એક સમયનું અંતર થાય છે. તેનું ઉત્કૃષ્ટ અંતર અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે કારણ કે વૈક્રિયશરીરની કાયસ્થિતિ તેટલી છે. વૈક્રિય શરીરનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત છે, એક વાર વૈક્રિય શરીર બનાવ્યા પછી તેટલા અંતર પછી બીજીવાર વૈક્રિય શરીર કરી શકાય છે અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ પ્રમાણ છે.
આહારક શરીરીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત છે, એક વાર આહારક શરીર બનાવ્યા પછી અંતર્મુહૂર્તના આંતરે ફરીથી આહારક શરીર બનાવી શકાય છે અને ઉત્કૃષ્ટ અંતર અનંતકાળનું છે, તે દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલ પ્રમાણ છે. તૈજસ કાર્યણ શરીરનું અંતર નથી.
અલ્પ બહુત્વ – (૧) સર્વથી ઘોડા આહારક શરીરી છે, તે વધારેમાં વધારે અનેક હજાર જ હોય છે. (૨)તેનાથી વૈક્રિય શરીરી અસંખ્યાતગુણા છે કારણ કે દેવ, નારક, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને વાયુકાય વૈક્રિય શરીરી હોય છે, (૩) તેનાથી ઔદારિક શરીરી અસંખ્યાતગુણા છે, કારણ કે નિગોદમાં અનંત જીવોનું એક જ ઔદારિક શરીર હોવાથી, ઔદારિક શરીર કુલ અસંખ્યાતા જ થાય છે, અનંત હોતા નથી; તેથી તે અસંખ્યગુણા જ થાય છે, અનંતગુણા થતા નથી. (૪) તેનાથી અશરીરી અનંતગુણા છે, (૫–૬) તેનાથી તૈજસ અને કાર્યણ શરીરી અનંતગુણા છે, કારણ કે નિર્ગોદમાં તૈજસ-કાર્મા શરીર દરેક જીવના અલગ-અલગ છે તેમજ તૈજસ અને કાર્યણ શરીર પરસ્પર તુલ્ય છે.
આ પ્રમાણે છ પ્રકારના સર્વ જીવોનું વર્ણન પૂર્ણ થયું.