________________
સર્વ જીવ : પ્રતિપત્તિ-૫
સ્થિતિ એક સમયની થાય છે. જ્યારે કોઈ મનુષ્ય નવ વર્ષની ઉંમરે સંયત બન્યા પછી અપ્રમત્તાવસ્થામાં મનઃપર્યવજ્ઞાન પ્રાપ્ત કરી ક્રોડપૂર્વ વર્ષના આયુષ્ય સુધી મનઃપર્યવજ્ઞાની રહે છે, ત્યારે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન ક્રોડપૂર્વ વર્ષની થાય છે. કેવળજ્ઞાની સાદિ અનંત છે તેનો ક્યારે ય નાશ થતો નથી.
અજ્ઞાનીના ત્રણ પ્રકાર છે– (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત (૩) સાદિ સાંત. તેમાં સાદિ સાંતની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે, કારણ કે અંતર્મુહૂર્ત પછી કોઈ સમ્યક્ત્વ પામીને ફરીથી જ્ઞાની થઈ શકે છે. તેની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંતકાળ—દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન રૂપ છે, અર્ધપુદ્ગલ પરાવર્તનકાલ સુધી અજ્ઞાની રહીને પછી જીવ ફરીથી અવશ્ય જ્ઞાની બને છે. આ રીતે સાદિ–સાંત અજ્ઞાનનું સાતત્ય તેટલું જ રહે છે. અંતર :– આભિનિબોધિક જ્ઞાનીનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત છે, અંતર્મુહૂર્તમાં જ તે અજ્ઞાની ફરીથી આભિનિબોધિક જ્ઞાની થઈ શકે છે. તેનું ઉત્કૃષ્ટ અંતર દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તનકાળ છે. એકવાર જ્ઞાની થયેલો જીવ એટલો કાલ(અજ્ઞાની થઈને)સંસાર ભ્રમણ કર્યા પછી અવશ્ય જ્ઞાની થાય છે. આ જ રીતે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મનઃપર્યવજ્ઞાનીનું અંતર પણ જાણવું. કેવળજ્ઞાનીનું અંતર નથી.
અનાદિ અનંત તથા અનાદિ સાંત અજ્ઞાનીનું અંતર નથી. સાદિ-સાંતનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત છે, તેટલો સમય જ્ઞાની બનીને તે ફરીથી અજ્ઞાની થઈ શકે છે. તેનું ઉત્કૃષ્ટ અંતર સાધિક છાસઠ સાગરોપમ છે, કારણ કે જ્ઞાનીની સ્થિતિ તેટલી જ છે.
૭૪૩
અલ્પ બહુત્વ :– (૧) સર્વથી થોડા મનઃપર્યવજ્ઞાની, કારણ કે મનઃપર્યવજ્ઞાન સંયમી જીવોને જ હોય છે; (૨) તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા, કારણ કે અવધિજ્ઞાન ચારે ગતિમાં સંશી પંચેન્દ્રિયને જ હોય છે. (૩) તેનાથી આભિનિબોધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાનીમાં વિકલેન્દ્રિયોનો સમાવેશ થતો હોવાથી વિશેષાધિક અને બંને પરસ્પર તુલ્ય છે (૪) તેનાથી કેવળજ્ઞાની અનંતગુણા, કારણ કે કેવળજ્ઞાની સિદ્ધો અનંત છે. (૫) તેનાથી અજ્ઞાની અનંતગુણા છે, કારણ કે અજ્ઞાની વનસ્પતિકાયિક જીવો સિદ્ધોથી પણ અનંતગુણા છે. જીવોના છ પ્રકાર : એકેન્દ્રિયાદિઃ
अहवा छव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा- एगिंदिया बेइंदिया तेइंदिया चउरिंदिया पर्चेदिया अणिदिया। संचिट्ठणा तहा हेट्ठा ।
अप्पाबहुयं - सव्वत्थोवा पंचेंदिया, चउरिंदिया विसेसाहिया, तेइंदिया विसेसाहिया, बेइंदिया विसेसाहिया, अणिंदिया अनंतगुणा, एगिंदिया अनंतगुणा ।
ભાવાર્થઃ– સર્વ જીવોના છ પ્રકાર છે– એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિય. તેની કાયસ્થિતિ અને અંતર પૂર્વ કથનાનુસાર કહેવું. અલ્પબહુત્વ– સર્વથી થોડા પંચેન્દ્રિય, તેનાથી ચૌરેન્દ્રિય વિશેષાધિક‚ તેનાથી તેઇન્દ્રિય વિશેષાધિક‚ તેનાથી બેઇન્દ્રિય વિશેષાધિક, તેનાથી અનિન્દ્રિય અનંતગુણા અને તેનાથી એકેન્દ્રિય અનંતગુણા છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિયાદિ પાંચ જાતિ અને અનિન્દ્રિયની અપેક્ષાએ જીવોના છ પ્રકાર કહ્યા છે. તેની સ્થિતિ, અંતર આદિ સર્વ કથન પાંચ પ્રકારના સંસારી જીવોની ચોથી પ્રતિપત્તિ પ્રમાણે જાણવું. સર્વ જીવોના છ પ્રકાર : ઔદારિક શરીરી આદિ :
१० अहवा छव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा - ओरालियसरीरी वेडव्वियसरीरी आहारगसरीरी तेयगसरीरी कम्मगसरीरी असरीरी ।