________________
[ ૭૪૨ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
જે સાદિ સાંત છે તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી તે જ રૂપે રહે છે, તે અનંતકાળ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. |७ अंतरं- आभिणिबोहियणाणिस्स जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं अणतं कालं अवड्डपुग्गलपरियट्ट देसूणं । एवं सुयणाणिस्स वि ओहिणणिस्स विमणपज्जवणाणिस्स वि। केवलणाणिणोणत्थि अंतर । अण्णाणिस्ससाइयसपज्जवसियस्सजहण्णेणअतोमुत्त, उक्कोसेण छावढि सागरोवमाइसाइरेगाइ। ભાવાર્થ - આભિનિબોધિક જ્ઞાનીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે, તે દેશોન અર્ધ પદુગલ પરાવર્તન પ્રમાણ છે. આ જ રીતે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાનીનું અંતર જાણવું. કેવળજ્ઞાનીનું અંતર નથી.
_સાદિ સાત અજ્ઞાનીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમ છે. ८ अप्पाबहुयं-सव्वत्थोवा मणपज्जवणाणिणो, ओहिणाणि असंखेज्जगुणा, आभिणिबोहियणाणीसुयणाणीसट्ठाणेदोवितुल्ला विसेसाहिया,केवलणाणिणोअणंतगुणा, अण्णाणी अणतगुणा। ભાવાર્થ - અલ્પબદુત્વ- સર્વથી થોડા મન:પર્યવજ્ઞાની છે, તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા છે, તેનાથી આભિનિબોધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની પરસ્પર તુલ્ય અને વિશેષાધિક છે, તેનાથી કેવળજ્ઞાની અનંતણા છે અને તેનાથી અજ્ઞાની અનંતણા છે. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં જ્ઞાની અને અજ્ઞાનીની અપેક્ષાથી સર્વ જીવોના છ ભેદ કહ્યા છે– (૧) આભિનિબોધિક જ્ઞાની (મતિજ્ઞાની) (૨) શ્રુતજ્ઞાની (૩) અવધિજ્ઞાની (૪) મન:પર્યવજ્ઞાની (૫) કેવળજ્ઞાની (૬) અજ્ઞાની. મતિ-ઋતજ્ઞાનીની કાયસ્થિતિ – સમ્યગુદષ્ટિ જીવો જ જ્ઞાની કહેવાય છે અને દરેક જીવને ઓછામાં ઓછા મતિ-શ્રુતજ્ઞાન હોય છે તેથી સમ્યગુદષ્ટિ જીવોની જેમ મતિ-શ્રુતજ્ઞાનીની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક ૬ સાગરોપમની છે. અવવિજ્ઞાનીની કાયસ્થિતિ :- જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક ૬૬ સાગરોપમની છે. કોઈ પણ જીવને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય અને વિચારોની ચલ-વિચલતાથી અથવા ક્ષયોપશમની વિચિત્રતાથી બીજા સમયે તેનું અવધિજ્ઞાન નષ્ટ થઈ જાય કે વિર્ભાગજ્ઞાનમાં પરિવર્તિત થઈ જાય તો અવધિજ્ઞાનની એક સમયની સ્થિતિ ઘટિત થાય છે. તેમજ ક્યારેક કોઈ અવધિજ્ઞાનીનું બીજા સમયે જ મૃત્યુ થાય અને તે તિર્યચપણે ઉત્પન્ન થાય તો તિર્યંચને જન્મ સમયે અવધિજ્ઞાન ન હોવાથી તેનું અવધિજ્ઞાન નાશ પામે છે ત્યારે પણ અવધિજ્ઞાનની એક સમયની સ્થિતિ ઘટિત થાય છે.
કોઈ જીવ અપ્રતિપાતિ અવધિજ્ઞાન સહિત બે વાર અનુત્તર વિમાનમાં અથવા ત્રણ વાર બારમાં દેવલોકમાં ઉત્પન્ન થાય, તો અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટ ૬ સાગરોપમની સ્થિતિ થાય છે અને મનુષ્યના ભવની સ્થિતિની ગણના સાધિકમાં થાય છે. મન:પર્યવશાનીની કાયસ્થિતિ :- જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વ વર્ષની છે. અપ્રમત્ત અવસ્થામાં વર્તતા સંયતને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે એક સમયમાં જ મૃત્યુ પામે કે ઉદય અથવા ક્ષયોપશમમાં પરિવર્તન થાય અને મન:પર્યવજ્ઞાન નષ્ટ થઈ જાય, તો મન:પર્યવજ્ઞાનની જઘન્ય