________________
| સર્વ જીવઃ પ્રતિપત્તિ-૩
૭૩૫ |
તેમાં કોઈ પણ પ્રકારનો સૈદ્ધાંતિક વિરોધ નથી. કેવલદર્શન પ્રાપ્ત થયા પછી જતું નથી, માટે સિદ્ધ ભગવાનની અપેક્ષાએ તેની સ્થિતિ સાદિ અનંતકાલની છે. અંતરકાર:-ચક્ષુદર્શનીનું અંતર જઘન્ય અંતર્મુહુર્ત છે. કોઈજીવ પંચેન્દ્રિયમાંથી નીકળીને એક અંતર્મુહુર્તના આયુષ્ય સહિત એકેન્દ્રિયાદિમાં જન્મધારણ કરે, ત્યાર પછી પુનઃ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, તો ચક્ષુદર્શનનું અંતર્મુહૂર્તનું અંતર થાય છે, ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળનું છે, એટલા કાલ સુધી તે જીવ એકેન્દ્રિયમાં જન્મમરણ કરે છે.
અચક્ષુદર્શનના બંને ભંગોમાં અંતર નથી, કારણ કે અભવી જીવોનું અચક્ષુદર્શન અનાદિ અનંત છે તેનો અંત કદાપિ થતો નથી અને ભવી જીવોનું અચક્ષુદર્શન અનાદિ સાંત છે. ભવી જીવને જ્યારે કેવળદર્શન પ્રાપ્ત થાય, ત્યારે જ અચક્ષુદર્શનનો અભાવ થાય છે. કેવળદર્શન પ્રાપ્ત થયા પછી તે જીવસિદ્ધ થાય છે તેથી તેને પુનઃ અચક્ષુદર્શનની પ્રાપ્તિ થતી નથી. આ રીતે અચક્ષુદર્શનના બંને ભંગોમાં અંતર નથી.
અવધિ દર્શનીનું જઘન્ય અંતર એક સમયનું છે. અવધિદર્શન નષ્ટ થયા પછીના સમયમાં જ ક્ષયોપશમની વિચિત્રતાથી કે દેવ-નરકાયુનો ઉદય થવાથી ફરીથી અવધિદર્શન પ્રાપ્ત થઈ શકે છે.
- અવધિદર્શનનું ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાલ છે. તે જીવને તેટલા સમય પછી ફરીથી અવશ્ય અવધિદર્શન થાય છે. કેવલદર્શની સાદિ અપર્યવસિત હોવાથી અંતર નથી. અલ્પ બહત્વ:– સર્વથી થોડા અવધિદર્શની છે કારણ કે તે દેવ, નારકી અને કેટલાક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને જ હોય છે, તેનાથી ચદર્શની અસંખ્યાતગુણા છે કારણ કે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને ચૌરેન્દ્રિયોને પણ હોય છે, તેનાથી કેવલદર્શની અનંતગુણા છે કારણ કે સિદ્ધો અનંત છે, તેનાથી અચક્ષુદર્શની અનંતગુણા છે કારણ કે સમસ્ત એકેન્દ્રિયોને અચક્ષુદર્શન હોય છે. સર્વ જીવોના ચાર પ્રકાર: સંયત આદિ:| १० अहवा चउविहा सव्वजीवा पण्णत्ता,तंजहा-संजया, असंजया, संजयासंजया, णोसंजया-णोअसंजया-णोसजयासजया। ભાવાર્થ :- સર્વ જીવોના ચાર પ્રકાર છે– સયત, અસંયત, સંયતાસંયત અને નોસંયત નોઅસંયત નોસંયતાસયત. | ११ संजए णं भंते ! संजए त्तिकालओ केवचिरहोइ? गोयमा !जहण्णेणं एक्कंसमय उक्कोसेणदेसूणापुवकोडी। असंजया जहा अण्णाणी । संजयासंजए जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणदेसूणापुचकोडी। णोसजयणोअसंजयणोसंजयासजएसाइए अपज्जवसिए। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! સંયત, સંયત રૂપે કેટલા સમય સુધી રહે છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટદેશોન પૂર્વકોટિ વર્ષ સુધી રહે છે. અસંયતનું કથન અજ્ઞાની પ્રમાણે કહેવું. સંયતાસંયત જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ સુધી રહે છે. નોસયત નોઅસંયત નો સંયતાસંયત સાદિ અનંત છે. | १२ संजयस्स संजयासंजयस्स दोण्हवि अंतरंजहण्णेणं अंतोमुहूत्तं उक्कोसेणं अवड्ढे पोग्गलपरियट्ट देसूणं । असंजयस्स आदि दुवेणत्थि अंतरं । साइयस्स सपज्जवसियस्स जहण्णेणं एक्कंसमयं उक्कोसेणं देसूणा पुव्वकोडी । चउत्थगस्स णत्थि अंतरं।
अप्पाबहुयं-सव्वत्थोवासंजया,संजयासंजया असंखेज्जगुणा,णोसंजयणोअसंजय