________________
[ ૭૩૪]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
અને પંચેન્દ્રિય જીવોને ચક્ષુદર્શન હોય છે. જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક એક હજાર સાગરોપમની છે. એકેન્દ્રિયાદિ કોઈ પણ જીવ ચોરેન્દ્રિય કે પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં ચક્ષુદર્શનને પ્રાપ્ત કરે ત્યાં અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય, તો ચક્ષુદર્શનની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ ઘટિત થાય છે. અને કોઈ જીવનિરંતર ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં જ જન્મ-મરણ કરે, તો પંચેન્દ્રિયની કાયસ્થિતિની અપેક્ષાએ ચક્ષુદર્શનની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક હજાર સાગરોપમની થાય છે.
કોઈ પણ જીવ એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને અન્ય ગતિમાં જન્મ ધારણ કરવા ગતિ કરે છે ત્યારે તેની વાટે વહેતી અવસ્થામાં દ્રવ્યન્દ્રિયનો અભાવ હોવાથી ચક્ષુદર્શન હોતું નથી પરંતુ તે જીવમાં ભાવેન્દ્રિયનો સદ્દભાવ હોવાથી ભવિષ્યમાં અવશ્ય દ્રવ્યેન્દ્રિય પ્રાપ્ત કરીને ચક્ષુદર્શનને પ્રાપ્ત કરશે. આ રીતે લબ્ધિની અપેક્ષાએ ચક્ષુદર્શનનું સાતત્ય સાધિક એક હજાર સાગરોપમ સુધી રહે છે. આ રીતે અહીં ભાવેન્દ્રિયની અપેક્ષાએ ચક્ષુદર્શનની કાયસ્થિતિનું નિરૂપણ છે. અન્યત્ર (ભગવતી સૂત્ર શતક–૧૩, ઉદ્દેશક-૧રમાં તથા બીજા આગમોમાં પણ) વાટવહેતા જીવમાં અને અપર્યાપ્તા જીવમાં ચક્ષુદર્શનનો નિષેધ મળે છે, ત્યાં દ્રવ્યન્દ્રિયની અપેક્ષાએ નિરૂપણ છે. આમ, શાસ્ત્રોમાં સાપેક્ષ નિરૂપણ અનેક સ્થાનોમાં પ્રાપ્ત થાય છે. અચશુદર્શનની કાયસ્થિતિ –ચક્ષુ સિવાય અન્ય ઇન્દ્રિયો અને મન દ્વારા થતાં સામાન્ય બોધ રૂપ દર્શનને અચક્ષુદર્શન કહે છે તેમજ ઇન્દ્રિયોના અભાવમાં વાટે વહેતા જીવોના અને ઇન્દ્રિય પર્યાપ્તિથી અપર્યાપ્ત જીવોના સામાન્ય બોધરૂપ દર્શનને પણ અચદર્શન કહે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને આ પ્રકારનું અચક્ષુદર્શન હોય છે. જીવને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે અચક્ષુદર્શનનો અભાવ થાય છે. આ રીતે અચક્ષુદર્શન અભવી જીવોની અપેક્ષાએ અનાદિ અનંત છે અને મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ અનાદિ સાંત છે. અવધિદર્શનની કાયસ્થિતિ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક ૧૩ર સાગરોપમની છે. અવધિજ્ઞાની કે વિર્ભાગજ્ઞાની બંનેને અવધિદર્શન હોય છે. કોઈ મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયને પ્રતિપાતિ અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય અને બીજા જ સમયે પરિણામોના પરિવર્તનથી કે મૃત્યુ પામતાં તે અવધિદર્શનનો નાશ થઈ જાય તો તેની જઘન્ય એક સમયની સ્થિતિ ઘટિત થાય છે.
ઉત્કૃષ્ટ સાધિક ૧૩ર સાગરોપમની સ્થિતિ છે. અવધિજ્ઞાનની સ્થિતિ સાધિક સાગરોપમ છે અને વિર્ભાગજ્ઞાનની સ્થિતિ પૂર્વકોટિ વર્ષ અધિક ૩૩ સાગરોપમ છે, તેથી કોઈ પણ જીવ નિરંતર અવધિજ્ઞાનમાંથી વિર્ભાગજ્ઞાનની અને વિર્ભાગજ્ઞાનમાંથી અવધિજ્ઞાનની પ્રાપ્તિ કરે તો અવધિદર્શનની ૧૩૨ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટિત થાય છે, તે આ પ્રમાણે સમજવી
કોઈ અવધિજ્ઞાની મનુષ્ય બારમા દેવલોકની રર સાગરોપમની સ્થિતિના નિરંતર ત્રણ ભવ કરે; ત્યાર પછી મનુષ્ય ભવમાં અલ્પ સમય માટે વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત કરી પુનઃ અવધિજ્ઞાન પ્રાપ્ત કરે અને ત્યાર પછી પ્રથમ ગ્રેવેયકના ર૦ સાગરોપમના ત્રણ ભવ કે અનુત્તર વિમાનના ૩૩ સાગરોપમના બે ભવ અવધિજ્ઞાન સાથે કરે; તો આ રીતે અવધિદર્શનની બે ૬૬(૧૩૨)સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટિત થાય છે. ટીકાકાર શ્રી મલયગિરિજીએ જીવાભિગમ અને પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં સાતમી નરકની સાથે ઉત્કૃષ્ટ કાયસ્થિતિને ઘટિત કરી છે. તેમાં વિર્ભાગજ્ઞાન સહિત તિર્યંચમાં ઉત્પત્તિ કહી છે, તે ભગવતી સૂત્ર શતક ૧૩, ઉદ્દેશક-૧, ૨ અનુસાર ઉપયુક્ત થતી નથી, કારણ કે ભગવતી સૂત્રના તે પાઠ અનુસાર તિર્યંચમાં વિર્ભાગજ્ઞાન સહિત કોઈ જીવની ઉત્પત્તિ થતી નથી.
આ રીતે બારમા દેવલોકના ત્રણ ભવ અને નવ રૈવેયકના ત્રણ ભવ કે અનુત્તર વિમાનના બે ભવ અને વચ્ચે મનુષ્યોના ભવ થતાં કુલ અવધિદર્શન સહિત જીવ સાધિક ૧૩ર સાગરોપમ કાલ પૂર્ણ કરે છે.