________________
[ ૭૩ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
णोसंजयासंजया अणंतगुणा, असंजया अणंतगुणा । सेतंचउव्विहा सव्वजीवा। ભાવાર્થ - સંયત અને સંયતાસયતનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન છે. અસંયતોના ત્રણ પ્રકારોમાંથી આદિના બે પ્રકારોમાં અંતર નથી. સાદિ સાંત અસંયતનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષ છે. નોસયત નોઅસંયત નોસંયતાસયતનું અંતર નથી.
અલ્પબદુત્વસર્વથી થોડા સયત છે. તેનાથી સંયતાસંયત અસંખ્યાતગુણ છે. તેનાથી નોસંયત નોઅસંયત નોસંયતાસંયત અનંતગુણા છે અને તેનાથી અસંયત અનંતગુણા છે. આ રીતે સર્વ જીવોના ચાર પ્રકારનું કથન પૂર્ણ થાય છે. વિવેચન -
પ્રસ્તુત સુત્રોમાં સંયત, અસંયત આદિ અપેક્ષાએ સર્વ જીવોના ચાર પ્રકાર કહ્યા છે–(૧) સંયત (૨) અસંયત (૩) સંયતાસંયત અને (૪) નોસંયત નોઅસંયત નોસંયતાસંયત. કાયસ્થિતિ - સંયતની કાયસ્થિતિ જઘન્ય એક સમય છે, સર્વ વિરતિ પરિણામના બીજા જ સમયે કોઈનું મૃત્યુ થાય તે અપેક્ષાએ જઘન્ય એક સમયની સ્થિતિ ઘટિત થાય છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન પૂર્વકોટિ વર્ષ છે, ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા મનુષ્યો આઠ વર્ષ પછી ચારિત્રનો સ્વીકાર કરી શકે તેથી તેની સ્થિતિ કિંઈક ન્યૂન ક્રોડપૂર્વ વર્ષની થાય છે, તેનાથી અધિક સ્થિતિવાળા મનુષ્યો યુગલિક હોય છે. તે ચારિત્રનો સ્વીકાર કરી શકતા નથી.
અસંયતના ત્રણ પ્રકાર છે– અનાદિ અનંત, અનાદિ સાંત અને સાદિ સાંત. અભવીની અપેક્ષાએ તે અનાદિ અનંત છે. મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ તે અનાદિ સાંત છે. તે જીવ સંયમ સ્વીકાર કરે ત્યારે તેના અસંતપણાનો અંત થાય છે. સર્વવિરતિ કે દેશવિરતિપણાથી પતિત થયેલા સાદિ સાંત અસંયત છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની છે, ત્યાર પછી તે ફરીથી સંયત થઈ શકે છે. અસંયતની ઉત્કૃષ્ટ સ્થિતિ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ દેશોન અર્ધ પુલ પરાવર્તનની છે.
સંયતાસંયતની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે. અંતર્મુહુર્ત પછી તે અસંયત ભાવને કે સંયત ભાવને પ્રાપ્ત કરે તો આ જઘન્ય સ્થિતિ થાય છે. ઉત્કૃષ્ટ કાયસ્થિતિ દેશોન ક્રોડપૂર્વ વર્ષની સંયતની સમાન છે. નોસંયત નોઅસંયત નોસંયતાસંયત સિદ્ધ છે. તે સાદિ અપર્યવસિત છે. અંતરદ્વાર :- સંયતનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત છે. તેટલા સમય પછી કોઈ જીવ અસંયમમાંથી ફરીથી સંયમમાં આવી શકે છે, ઉત્કૃષ્ટ અંતર દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તનકાળ પ્રમાણ છે, એટલો સમય એકેન્દ્રિયમાં પસાર કર્યા પછી તે જીવ મનુષ્ય ભવ પામીને અવશ્ય ચારિત્રનો સ્વીકાર કરે છે.
અનાદિ અનંત અસંયતનું અંતર નથી. અનાદિ સાંત અસંયતનું પણ અંતર નથી. સાદિ સાંત અસંયતનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી દેશોન ક્રોડપૂર્વ વર્ષનું છે, કારણ કે સંયતની કાયસ્થિતિ તેટલી છે અને સંયતાસંયતની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પણ દેશોન ક્રોડપૂર્વ વર્ષ છે.
સંયતાસંયતનું અંતર સંયતની જેમ જઘન્ય અંતર્મુહૂર્ત છે. ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુગલ પરાવર્તનકાલ છે. નોસંયત નોઅસંયત નોસંયતાસંયત સિદ્ધ છે, તે સાદિ અપર્યવસિત હોવાથી અંતર નથી. તે હંમેશા તે જ રૂપમાં રહે છે. અલ્પબહત્વ - સર્વથી થોડા સયત છે કારણ કે તે અનેકહજાર ક્રોડ હોય છે, તેનાથી સંયતાસંયત અસંખ્યાતગુણા છે કારણ કે અસંખ્યાત તિર્યંચો દેશવિરત છે, તેનાથી નોસંયત નોઅસંયત નોસંયતા- સંતરૂપ સિદ્ધો અનંતગુણા છે અને તેનાથી અસંયત અનંતગુણા છે. કારણ કે સિદ્ધોથી વનસ્પતિજીવો અનંતગુણા છે.