________________
સર્વ જીવ : પ્રતિપત્તિ-૩
અથવા કાયયોગની પ્રવૃત્તિનો પ્રારંભ થઈ જાય છે.
વચનયોગ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે. અહીં પણ વચનયોગની એક સમયની સ્થિતિનું કથન મનોયોગની જેમ વિશિષ્ટ ભાષા દ્રવ્યના ગ્રહણની અપેક્ષાથી સમજવું.
૭૩૧
સંસારના સમસ્ત જીવોને કાયયોગ હોય છે. તેમ છતાં જ્યારે જીવને મન કે વચન યોગનું પ્રવર્તન હોય ત્યારે કાયયોગની ગણના થતી નથી. કાયયોગીની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ– વનસ્પતિકાલ પ્રમાણ છે. કોઈ જીવ અંતર્મુહૂર્ત સુધી કાયયોગમાં રહીને પછી વચન અથવા મનયોગને પ્રાપ્ત કરે તો કાયયોગની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ થાય છે અને અનંતકાલ સુધી એકેન્દ્રિયમાં સમય પસાર કરે, તો ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણની કાયયોગની કાયસ્થિતિ ઘટિત થાય છે. ત્યાર પછી તે જીવ અવશ્ય બેઇન્દ્રિયાદિમાં ઉત્પન્ન થઈ વચનયોગ આદિને પ્રાપ્ત કરે છે.
ચૌદમા ગુણસ્થાનવર્તી જીવ અને સિદ્ધ અયોગી છે, તે સદાકાળ તે જ રૂપે રહે છે. તેની કાયસ્થિતિ સાદિ-અનંત છે.
અંતર ઃ– મનોયોગનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું છે. મનોયોગના પ્રવર્તનથી નિવૃત્ત થયા પછી તે જીવ એક અંતર્મુહૂર્ત પછી ફરી મનોયોગને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરીને મનોયોગનું પ્રવર્તન કરી શકે છે તેથી તેનું જઘન્ય અંતર એક અંતર્મુહૂર્તનું થાય છે અને તે મનોયોગી જીવ મૃત્યુ પામી વનસ્પતિમાં જાય અને ત્યાં અનંતકાલ વ્યતીત કરીને સંશીપણાનો જન્મ ધારણ કરે ત્યારે પુનઃ મનોયોગને પામે છે, તેથી તેનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું છે. વચનયોગીનું અંતર પણ તે જ પ્રમાણે જાણવું.
જીવ ગમે તે ગતિમાં જન્મ ધારણ કરે પરંતુ તેને કાયયોગ હંમેશાં હોય જ છે. કાયયોગ અનાદિકાલીન છે અને જીવને મોક્ષ ન થાય ત્યાં સુધી રહે છે. તેમ છતાં વચનયોગ કે મનયોગની પ્રવૃત્તિ થતી હોય, ત્યારે કાયયોગને ગૌણ કરીને તેની ગણના કરવામાં આવતી નથી, તેથી કાયયોગીનું અંતર, વચનયોગી અને મનયોગીની કાયસ્થિતિ જેટલું હોય છે, તેથી કાયયોગનું અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ઘટિત
થાય છે.
અલ્પ બહુત્વ ઃ– સર્વથી થોડા મનયોગી છે કારણ કે માત્ર સંશી પંચેન્દ્રિય જીવો જ મનયોગી છે. તેનાથી વચનયોગી અસંખ્યાતગુણા છે, કારણ કે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંશી પંચેન્દ્રિય જીવો પણ વચન યોગી છે, તેનાથી અયોગી અનંતગુણા છે, કારણ કે સિદ્ધો અનંત છે, તેનાથી કાયયોગી અનંતગુણા છે કારણ કે સિદ્ધોથી વનસ્પતિ જીવો અનંતગુણા છે.
સર્વ જીવોના ચાર પ્રકાર : સ્ત્રીવેદી આદિ :
| ४ | अहवा चडव्विहा सव्वजीवा पण्णत्ता, तंजहा - इत्थिवेयगा पुरिसवेयगा णपुंसकवेयगा अवेयगा ।
ભાવાર્થ :- સર્વ જીવોના ચાર પ્રકાર છે– સ્ત્રી વેદક, પુરુષ વેદક, નપુંસક વેદક અને અવેદક.
५ इत्थवेयगाणं भंते ! इत्थिवेयए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! एगेण આપ્તળ, તેલ ત વેવ । [પત્તિયસયં, વસુત્તર, ગદારસ, જોસ, પતિયાં, સમો નહો पुरिसवेयस्स जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं । णपुंसगवेयस्स जहणणं एक्कं समयं उक्कोसेणं अणतं कालं, वणस्सइकालो ।