SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૩૦ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર • ચર્તુવિધઃ સર્વ જીવ પ્રતિપત્તિ-૩ – REPEEEEEzzzzz સર્વ જીવોના ચાર પ્રકાર: મનયોગી આદિ| १ तत्थ णं जेते एवमाहंसुचउव्विहा सव्वजीवा पण्णत्ता,ते एवमाहंसु, तं जहाમાગોળ, વળો, વાયગો, અગોrti ભાવાર્થઃ- ઉપરોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી ત્રીજી પ્રતિપત્તિમાં જે ચાર પ્રકારના સર્વ જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે– મનયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગી. | २ मणजोगीणं भंते ! मणजोगि त्ति कालओ केवचिरं होइ? गोयमा ! जहण्णेणं एक्कं समयं उक्कोसेणं अंतोमुहुत्तं । एवं वइजोगी वि । कायजोगी जहण्णेणंअंतोमुत्तंउक्कोसेणंवणस्सइकालो। अजोगीसाइए अपज्जवसिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનયોગી, મનયોગી રૂપે કેટલો સમય રહી શકે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે છે. વચનયોગી પણ તેટલો સમય જ રહે છે. કાયયોગી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી રહે છે. અયોગી સાદિ અનંત છે. | ३ मणजोगिस्सअंतरंजहण्णेणं अंतोमुहुत्तंउक्कोसेणंवणस्सइकालो। एवंवइजोगिस्स वि । कायजोगिस्स जहण्णेणं एक्कं समयं उक्कोसेणं अतोमुहत्तं । अजोगिस्स णत्थि अंतरं । अप्पाबहुयं-सव्वत्थोवा मणजोगी, वइजोगी असंखेज्जगुणा, अजोगी अणंतगुणा, कायजोगी अणतगुणा। ભાવાર્થ - મનયોગીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. તે જ રીતે વચનયોગીનું પણ અંતર જાણવું. કાયયોગીનું જઘન્ય અંતર એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અયોગીનું અંતર નથી. અલ્પબદુત્વસર્વથી થોડા મનયોગી, તેનાથી વચનયોગી અસંખ્યાતગુણા, તેનાથી અયોગી અનંતગુણા અને તેનાથી કાયયોગી અનંતગુણા છે. વિવેચન - પ્રસ્તુત સુત્રોમાં ત્રણ પ્રકારના યોગ તથા અયોગની અપેક્ષાએ સર્વ જીવોના ચાર ભેદ કહ્યા છેમનયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગી. કાય સ્થિતિ - મનયોગી જઘન્ય એક સમય માત્ર મનોયોગી રહી શકે છે. કોઈ જીવ મનોયોગ્ય પગલો ગ્રહણ કરે અને બીજા જ સમયે તેનું મૃત્યુ થઈ જાય અથવા તેની મનની પ્રવૃત્તિ શાંત થઈ જાય અર્થાત્ તેના યોગની પ્રવૃત્તિ બદલાઈ જાય, તો તેની સ્થિતિ એક સમયની થાય છે. ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત સુધી મનયોગી રહી શકે છે અર્થાતુ મનોયોગનું સાતત્ય એટલું જ રહે છે. ત્યાર પછી અલ્પ સમય માટે પણ મનોવર્ગણાના પુદ્ગલોનું ગ્રહણ અને નિસરણ બંધ થઈ જાય છે ત્યારે વચનયોગ
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy