________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
अवेयर दुविहे पण्णत्ते- साइए वा अपज्जवसिए, साइए वा सपज्जवसिए । तत्थ णं जे से साइए सपज्जवसिए से जहण्णेणं एक्कं समयं उक्कोसेणं अंतोमुहुत्तं । ભાવાર્થ::- પ્રશ્ન− હે ભગવન્ ! સ્ત્રીવેદક, સ્ત્રી વેદક રૂપે કેટલો સમય રહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! અહીં પાંચ અપેક્ષાએ સ્ત્રીવેદની સ્થિતિનું કથન બીજી પ્રતિપત્તિ અનુસાર કરવું અર્થાત્ વિભિન્ન અપેક્ષાએ– અનેક ક્રોડપૂર્વ વર્ષ સહિત ક્રમશઃ (૧) એકસો દશ પલ્યોપમ(૨) એકસો પલ્યોપમ (૩) અઢાર પલ્યોપમ (૪) ચૌદ પલ્યોપમ તથા (૫) અનેક(ત્રણ) પલ્યોપમ સુધી રહે છે. જઘન્ય એક સમય સુધી સ્ત્રીવેદી રહે છે.
૭૩૨
પુરુષવેદક, પુરુષ વેદક રૂપે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ સુધી રહે છે. નપુંસક વેદક જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી રહે છે.
અવેદકના બે પ્રકાર છે– સાદિ અપર્યવસિત અને સાદિ સપર્યવસિત. સાદિ સપર્યવસિત અવેદક જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે છે.
६ इत्थवेयस्स अंतरं जहणणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो । पुरिसवेयस्स अंतर जहण्णेणं एगं समयं उक्कोसेणं वणस्सइकालो । णपुंसगवेयस्स जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं । अवेयगो जहा हेट्ठा ।
अप्पाबहुयं सव्वत्थोवा पुरिसवेदगा, इत्थिवेदगा संखेज्जगुणा, अवेदगा अनंतगुणा, पुंसक वेदगा अनंतगुणा ।
ભાવાર્થ :- સ્ત્રી વેદકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. પુરુષવેદકનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ છે. નપુંસકવેદનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ છે. અવેદકનું અંતર સર્વ જીવોની પ્રથમ પ્રતિપત્તિમાં કથિત અવેદકના અંતર પ્રમાણે જાણવું.
અલ્પબહુત્વ- સર્વથી થોડા પુરુષવેદક છે, તેનાથી સ્ત્રીવેદક સંખ્યાતગુણા, તેનાથી અવેદક અનંતગુણા અને તેનાથી નપુંસકવેદક અનંતગુણા છે.
વિવેચનઃ
વેદની અપેક્ષાથી સર્વ જીવોના ચાર પ્રકાર છે– સ્ત્રી વેદક, પુરુષ વેદક, નપુંસક વેદક અને અવેદક. ત્રણ વેદ સંબંધી સ્થિતિ, કાયસ્થિતિ અને અંતરનું સ્પષ્ટીકરણ આ જ પુસ્તકની બીજી પ્રતિપત્તિમાં કર્યું છે.
અવેદકના બે પ્રકાર છે– સાદિ અનંત (ક્ષીણવેદવાળા) અને સાદિ સાંત (ઉપશાંત વેદવાળા). સાદિ સાંત અવેદકની કાયસ્થિતિ જઘન્ય એક સમય છે કારણ કે ઉપશમ શ્રેણીવાળો કોઈ જીવ એક સમય માટે અવેદકપણે રહે અને બીજા સમયે તેનું મૃત્યુ થાય, તો તે જીવ મરીને દેવગતિમાં પુરુષવેદને પ્રાપ્ત કરે છે, ત્યારે અવેદકની એક સમયની સ્થિતિ ઘટિત થાય છે. અવેદકની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અંતર્મુહૂર્ત છે, કારણ કે ઉપશમશ્રેણીની સ્થિતિ અંતર્મુહૂર્તની જ છે, ત્યારપછી જીવને પુનઃ વેદમોહકર્મનો ઉદય થઈ જવાથી તે સવેદક થઈ જાય છે.