________________
[ ૭૨૬ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
ભાવાર્થ :- સંજ્ઞીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે, અસંજ્ઞીનું અંતર જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ છે. નોસંજ્ઞી નોઅસંજ્ઞીનું અંતર નથી.
અલ્પબહત્વ- સર્વથી થોડા સંજ્ઞી છે, તેનાથી નોસંજ્ઞી નોઅસંજ્ઞી અનંતગુણા છે અને તેનાથી અસંજ્ઞી અનંતગુણા છે. વિવેચન :
મનોલબ્ધિ સહિત (મનવાળા) જીવોને સંજ્ઞી, મનોલબ્ધિરહિત (મન વિનાના) જીવોને અસણી અને જે સંજ્ઞી કે અસંજ્ઞી નથી, તેને નોસંજ્ઞી નોઅસંજ્ઞી કહે છે. કાયસ્થિતિ -સંશી જઘન્ય અંતર્મુહૂર્ત સુધી તે જ રૂપમાં રહીને, ત્યારપછી અસંશીમાં ઉત્પન્ન થાય તો તેની જઘન્ય અંતર્મુહુર્તની કાયસ્થિતિ થાય છે. સંજ્ઞી સંજ્ઞીરૂપે ઉત્કૃષ્ટ સાધિક અનેકસો સાગરોપમ સુધી રહી શકે છે, ત્યાર પછી તે જીવ અવશ્ય અસંજ્ઞીમાં ઉત્પન્ન થાય છે. અસણીની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. આ અનંતકાળ વનસ્પતિકાલ પ્રમાણ છે. નોકરી નોઅસંદરી સિદ્ધ છે, તે સાદિ અનંત છે. તે અનંતકાલ પર્યત તે જ રૂપમાં રહે છે. અંતર - સંજ્ઞીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. તે વનસ્પતિકાળ પ્રમાણ છે, કારણ કે અસંજ્ઞીની કાયસ્થિતિ તેટલી જ છે.
અસંજ્ઞીનું અંતર જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ છે. કારણ કે સંજ્ઞીની કાયસ્થિતિ તેટલી જ છે. નોસંજ્ઞી નોઅસંજ્ઞીનું અંતર નથી, કારણ કે તે સાદિ અનંત છે. અલ્પબહત્વ - સર્વથી થોડા સંજ્ઞી છે, કારણ કે દેવ, નારકી, ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય જ સંજ્ઞી છે. તે જીવો થોડા હોય છે. તેનાથી નોસંજ્ઞી નોઅસંજ્ઞી અનંતણા છે, કારણ કે વનસ્પતિને છોડીને શેષ સર્વ જીવોથી સિદ્ધ અનંતગુણા છે, તેનાથી અસંજ્ઞી અનંતગુણા છે, કારણ કે વનસ્પતિ જીવો સિદ્ધોથી અનંતગુણા છે. સર્વ જીવોના ત્રણ પ્રકારઃ ભવસિદ્ધિક આદિઃ| २२ अहवा सव्वजीवा तिविहा,तंजहा- भवसिद्धिया अभवसिद्धिया,णोभवसिद्धिया णोअभवसिद्धिया।
भवसिद्धिए अणाईए सपज्जवसिए, अभवसिद्धिए अणाईए अपज्जवसिए, णोभवसिद्धिएणोअभवसिद्धिए साईएअपज्जवसिए । तिण्हपिणत्थि अंतरं । अप्पाबहुयंसव्वत्थोवा अभवसिद्धिया,णोभवसिद्धियाणोअभवसिद्धिया अणंतगुणा, भवसिद्धिया
ભાવાર્થ :- સર્વ જીવોના ત્રણ પ્રકાર છે- ભવસિદ્ધિક, અભવસિદ્ધિક અને નોભવસિદ્ધિક નોઅભવ સિદ્ધિક.
ભવસિદ્ધિક જીવ અનાદિ સાંત છે. અભવસિદ્ધિક અનાદિ અનંત છે અને નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક સિદ્ધજીવ સાદિ અનંત છે. તે ત્રણેયનું અંતર નથી.