________________
| સર્વ જીવઃ પ્રતિપત્તિ-૨
[૭૨૭]
અલ્પબદુત્વ- સર્વથી થોડા અભયસિદ્ધિક છે, તેનાથી નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક–સિદ્ધ અનંતણા છે અને તેનાથી ભવસિદ્ધક અનંતગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મોક્ષગમનની યોગ્યતા-અયોગ્યતાના આધારે ત્રણ પ્રકારના જીવોનું કથન છે.
જે જીવમાં સિદ્ધ થવાની યોગ્યતા છે તે ભવસિવિક છે. જે જીવમાં સિદ્ધ થવાની યોગ્યતા નથી તે અભવસિદ્ધિક છે અને સિદ્ધ જીવ નો ભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક છે. કાયસ્થિતિ - ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક તે બંને જીવના પારિણામિક ભાવ છે, તેથી તે બંને ભાવો અનાદિકાલીન છે પરંતુ ભવસિદ્ધિક જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે તેના તે ભાવનો અંત થાય છે તેથી તે અનાદિ-સાંત છે. અભવસિદ્ધિકમાં સિદ્ધ થવાની યોગ્યતા જ નથી. તે જીવ હંમેશાં તે જ રૂપે રહે છે તેથી તેની સ્થિતિ અનાદિ અનંત છે અને નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક સાદિ અનંત છે. અંતર-ભવસિદ્ધિકપણાનો અંત થાય ત્યારે જીવસિદ્ધ થાય છે, સિદ્ધ થયા પછી તેને પુનઃ ભવસિદ્ધિકપણું પ્રાપ્ત થતું નથી, તેથી તેનું અંતર નથી. તે જ રીતે અભવસિદ્ધિક અનાદિ અનંત અને નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક સાદિ અનંત હોવાથી તેનું પણ અંતર નથી. અલ્પબહત્વઃ- સર્વથી થોડા અભયસિદ્ધિક છે, તે અનંતરાશિના નવ પ્રકારમાંથી ચોથી અનંતરાશિ જઘન્ય યુક્તઅનંત પ્રમાણ છે. તેનાથી નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક સિદ્ધ અનંતગુણા છે, તે અભવી જીવોથી અનંત ગુણા છે અને તેનાથી ભવસિદ્ધિક અનંતગુણા છે, તે ભવી જીવ સિદ્ધોથી પણ અનંતગુણા છે. સર્વ જીવોના ત્રણ પ્રકાર ત્રસ આદિ - | २३ अहवा तिविहा सव्वजीवा पण्णत्ता,तंजहा-तसा,थावरा,णोतसा णोथावरा। ભાવાર્થ – સર્વ જીવોના ત્રણ પ્રકાર છે–ત્રસ, સ્થાવર અને નોત્ર નોસ્થાવર. २४ तसेणं भंते ! कालओ केवचिरहोइ? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं दोसागरोवमसहस्साइंसाइरेगाई। थावरस्ससचिट्ठणा वणस्सइकालो। णोतसा-णोथावरा साइया अपज्जवसिया। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! ત્રસ જીવ ત્રસ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ સાધિક બે હજાર સાગરોપમ સુધી રહી શકે છે સ્થાવર જીવ, સ્થાવર રૂપે વનસ્પતિકાળ સુધી રહી શકે છે. નોસ નોસ્થાવર સાદિ અપર્યવસિત છે. |२५ तसस्स अंतरंवणस्सइकालो। थावरस्स अंतरंदो सागरोवमसहस्साइंसाइरेगाई। णोतसथावरस्सणत्थि अतर । अप्पाबहुय-सव्वत्थोवातसा,णोतसा-णोथावरा अणतगुणा, थावरा अणंतगुणा । सेतंतिविहा सव्वजीवा। ભાવાર્થ - ત્રસનું અંતર વનસ્પતિકાળ પ્રમાણ છે અને સ્થાવરનું અંતર સાધિક બે હજાર સાગરોપમ છે, નોત્રસ નોસ્થાવરનું અંતર નથી.
અલ્પબદુત્વ- સર્વથી થોડા ત્રસ જીવો છે, તેનાથી નોત્રસ નોસ્થાવર(સિદ્ધ) અનંતગુણા છે અને