________________
સર્વ જીવ : પ્રતિપત્તિ-૨
છે. તેની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાતકાળ છે. આ અસંખ્યાતકાલ કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ પ્રમાણ છે, ક્ષેત્રથી અસંખ્યાત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ છે. આ સમય મર્યાદાને પૃથ્વીકાલ કહે છે.
૭૨૫
બાદરની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે, ત્યાર પછી તે જીવ ફરીથી સૂક્ષ્મમાં ઉત્પન્ન થાય છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાળ છે. આ અસંખ્યાતકાળ, અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ છે. ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગમા રહેલા આકાશપ્રદેશ પ્રમાણ છે. સૂક્ષ્મની કાયસ્થિતિના અસંખ્યાતકાલને પૃથ્વીકાલ અને બાદરની કાયસ્થિતિના અસંખ્યાતકાલને બાદરકાલ કહે છે. બાદરકાલ કરતાં પૃથ્વીકાલ અસંખ્યાતગુણો અધિક છે. બાદર જીવ પોતાની અસંખ્યાત કાલની કાયસ્થિતિ પૂર્ણ કરીને અવશ્ય સૂક્ષ્મમાં ઉત્પન્ન થાય છે.
નોસૂક્ષ્મ નોબાદર સિદ્ધ જીવ છે. તે સાદિ અનંત હોવાથી સદા તે જ રૂપે રહે છે.
અંતર ઃ- · સૂક્ષ્મનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ—બાદરકાલ છે. બાદરનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ-પૃથ્વીકાલ પ્રમાણ છે.
નોસૂક્ષ્મ નોબાદરનું અંતર નથી કારણ કે તે સાદિ અનંત છે.
અલ્પબહુત્વ ઃ– સર્વથી થોડા નોસૂક્ષ્મ નોબાદર છે, કારણ કે સિદ્ધ જીવો સંસારી જીવો કરતાં અલ્પ છે. તેનાથી બાદર અનંતગુણા છે, કારણ કે નિગોદ જીવો સિદ્ધોથી પણ અનંતગુણા છે, તેનાથી સૂક્ષ્મ જીવો અસંખ્યાતગુણા છે કારણ કે બાદર નિગોદથી સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગુણા છે.
સર્વ જીવોના ત્રણ પ્રકાર : સંજ્ઞી આદિ :
१९ अहवा तिविहा सव्वजीवा पण्णत्ता, तं जहा - सण्णी, असण्णी, णोसण्णी गोअसण्णी ।
ભાવાર્થ :- સર્વ જીવોના ત્રણ પ્રકાર છે– સંજ્ઞી, અસંશી અને નોસંશી નોઅસંશી.
२० ते! कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं । असण्णी जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो । गोसणी असण्णी साइए अपज्जवसिए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સંશી, સંજ્ઞી રૂપે કેટલો સમય રહે છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ સુધી રહે છે. અસંજ્ઞી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પર્યંત રહે છે. નોસંજ્ઞી નોઅસંજ્ઞી સાદિ અનંત છે.
२१ सण्णिस्स अंतरं जहण्णेणं अतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो । असण्णिस्स अंतर जहणणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं, णोसण्णी णोअसण्णिस्स णत्थि अंतरं ।
अप्पाबहुयं- सव्वत्थोवा सण्णी, णोसण्णी- णोअसण्णी अनंतगुणा, असण्णी गुण