________________
[ ૭૨૪ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
કારણ કે પર્યાપ્તની કાયસ્થિતિ જ અપર્યાપ્તનું અંતર છે. નોપર્યાપ્ત-નોઅપર્યાપ્તમાં અંતર નથી, કારણ કે તે સિદ્ધ છે. અલ્પ બહત્વ– સર્વથી થોડા નો પર્યાપ્ત નોઅપર્યાપ્ત છે કારણ કે સિદ્ધજીવો શેષ જીવોની અપેક્ષાથી થોડા છે, તેનાથી અપર્યાપ્ત અનંતગુણા છે કારણ કે નિગોદજીવોમાં અનંતાનંત અપર્યાપ્ત હોય છે, તેનાથી પર્યાપ્ત સંખ્યાતગુણા છે કારણ કે સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્ત જીવોથી પર્યાપ્ત સંખ્યાતગુણા છે. સર્વ જીવોના ત્રણ પ્રકારઃ સૂક્ષ્મ આદિઃ| १६ अहवा तिविहा सव्वजीवा पण्णत्ता,तंजहा- सुहुमा, बायरा, णोसुहुमणोबायरा। ભાવાર્થ - સર્વ જીવોના ત્રણ પ્રકાર છે– સૂક્ષ્મ, બાદર અને નોસૂક્ષ્મ નો બાદર. | १७ सुहुमे णं भंते ! सुहुमे त्ति कालओ केवचिरं होइ ?
गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं असंखेज्जकालंपुढविकालो । बायरा जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं असखेज्जकालं, असंखेज्जाओ उस्सप्पिणी-ओसप्पिणीओ कालओ, खेत्तओ अंगुलस्स असंखेज्जइभागो। णोसुहुम णोबायरे साइए अपज्जवसिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ, સૂક્ષ્મ રૂપે કેટલો સમય રહે છે?
ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ અર્થાત્ પૃથ્વીકાળ સુધી રહે છે. બાદર જીવ, બાદર રૂપે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી રહે છે. આ અસંખ્યાતકાળ કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીકાલ પ્રમાણ છે, ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશ પ્રમાણ છે. નોસૂક્ષ્મ નો બાદર સાદિ અનંત છે. | १८ सुहुमस्स अंतरंबायरकालो। बायरस्स अंतरंसुहुमकालो। णोसुहुम णोबायरस्स अतरणत्थि। .. अप्पाबहुयं- सव्वत्थोवा णोसुहुम णोबायरा, बायरा अणंतगुणा, सुहुमा असंखेज्जगुणा। ભાવાર્થ – સૂમનું અંતરબાદરકાળ પ્રમાણ અને બાદરનું અંતર સૂક્ષ્મકળ પ્રમાણ છે. નોસૂક્ષ્મ નો બાદરમાં અંતર નથી.
અલ્પાબહત્વ- સર્વથી થોડા નોસૂક્ષ્મ નો બાદર છે, તેનાથી બાદર અનંતગુણા છે, તેનાથી સૂક્ષ્મ અસંખ્યાતગુણા છે. વિવેચન :
જે જીવને સૂક્ષ્મનામકર્મનો ઉદય હોય તેને સૂયમ, બાદરનામકર્મનો ઉદય હોય તેને બાદર અને જેને સૂક્ષ્મ કે બાદર કોઈ પણ નામકર્મનો ઉદય ન હોય તેને (સિદ્ધોને) નોસૂકમ નો બાદર કહે છે. કાયસ્થિતિઃ -સૂમની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે, ત્યાર પછી તે જીવની બાદરમાં ઉત્પત્તિ થઈ શકે