________________
| સર્વ જીવઃ પ્રતિપત્તિ-૨
[ ૭૨૩ ] | १३ पज्जत्तगेणं भंते ! कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेण सागरोवमसयपत्त साइरेग। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! પર્યાપ્ત, પર્યાપ્ત રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ સુધી રહે છે. |१४ अपज्जत्ते णं भंते ! कालओ केवचिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अतोमुहुत्त । णोपज्जतणोअपज्जत्तए साइए अपज्जवसिए। ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! અપર્યાપ્ત, અપર્યાપ્ત રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી રહે છે. નોપર્યાપ્ત નોઅપર્યાપ્ત સાદિ અનંત છે. | १५ पज्जत्तगस्स अंतरंजहण्णेणं अंतोमुहत्तंउक्कोसेण वि अंतोमुहत्तं । अपज्जत्तगस्स जहण्णेणं अंतोमुत्तंउक्कोसेणंसागरोवमसयपुहत्तंसाइरेगा णोपज्जत्तगणोअपज्जत्तगस्स णत्थि अंतरं। ___ अप्पाबहुयं-सव्वत्थोवा णोपज्जत्तग-णोअपज्जत्तगा, अपज्जत्तगा अणंतगुणा, पज्जत्तगासखेज्जगुणा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્તનું અંતર કેટલું છે?
ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્તનું અંતર છે. અપર્યાપ્તનું જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમનું અંતર છે, નોપર્યાપ્ત નોઅપર્યાપ્તનું અંતર નથી.
અલ્પબહત્વ- સર્વથી થોડા નો પર્યાપ્ત નોઅપર્યાપ્ત છે, તેનાથી અપર્યાપ્ત અનંતગુણા છે, તેનાથી પર્યાપ્ત સંખ્યાતગુણા છે. વિવેચન :કાયસ્થિતિ- પર્યાપ્તની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે, કોઈ જીવ અપર્યાપ્તમાંથી પર્યાપ્તમાં ઉત્પન્ન થાય, ત્યાં અંતર્મુહૂર્ત રહીને ફરીથી અપર્યાપ્તમાં ઉત્પન્ન થાય ત્યારે પર્યાપ્તની જઘન્ય સ્થિતિ ઘટિત થાય છે. પર્યાપ્તાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનેક સો સાગરોપમથી કંઈક અધિક છે, ત્યાર પછી તે જીવ અવશ્ય અપર્યાપ્તરૂપે જન્મ ધારણ કરે છે. આ કથન લબ્ધિ પર્યાપ્તાની અપેક્ષાએ છે કારણ કે કોઈ પણ જીવ એક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને બીજા ભવમાં જાય, ત્યારે વિગ્રહગતિમાં, તેમજ ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત પર્યત અપર્યાપ્ત હોય છે પરંતુ તે જીવને તે સમયે પણ પર્યાપ્ત નામ કર્મનો નિરંતર ઉદય ચાલતો હોવાથી તે જીવ લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે. આ રીતે પર્યાપ્તાવસ્થાની નિરંતરતા સાધિક અનેક સો સાગરોપમ પર્યત રહે છે.
અપર્યાપ્તની કાયસ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત પ્રમાણ છે. લબ્ધિ અપર્યાપ્તાની સમય મર્યાદા તેટલી જ છે. નોપર્યાપ્ત નો અપર્યાપ્ત સિદ્ધની કાયસ્થિતિ સાદિ અનંત છે. અસર જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મહર્તન અંતર હોય છે. કારણ કે અપર્યાપ્તની કાયસ્થિતિ જ પર્યાપ્તનું અંતર છે. અપર્યાપ્તનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ છે,