________________
૭૨
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
અવસર્પિણી પ્રમાણ છે, ક્ષેત્રથી અસંખ્યાત લોકના આકાશપ્રદેશોમાંથી પ્રતિ સમયે એક-એક પ્રદેશનું અપહરણ કરતાં જેટલા સમયમાં તે ખાલી થાય, તેટલા સમય પ્રમાણ છે અથવા પૃથ્વીકાય આદિ પ્રત્યેક શરીરી જીવોની જેટલી કાયસ્થિતિ છે, તેટલો કાળતે કાયપરિત્તરૂપે રહી શકે છે, ત્યાર પછી તે સાધારણ વનસ્પતિરૂપે ઉત્પન્ન થાય છે.
સંસાર પરિત્તની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે. અંતર્મુહુર્તકાળમાં કોઈ મનુષ્ય અંતકૃત કેવળી થઈને મોક્ષમાં જઈ શકે છે. સંસાર પરિત્તની ઉત્કૃષ્ટ સ્થિતિ અનંતકાળ છે. તે અનંતકાળ અનંત ઉત્સર્પિણી અવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રથી અર્ધ પુગલ પરાવર્તન કાળપ્રમાણ છે. અર્ધપુગલ પરાવર્તનકાળે તે જીવ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે.
કાય અપરિતની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત છે, ત્યાર પછી તે જીવ પ્રત્યેક શરીરમાં ઉત્પન્ન થાય છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અનંતકાલ છે, આ અનંતકાલ વનસ્પતિકાલ પ્રમાણ છે.
સંસાર અપરિતના બે પ્રકાર છે– અભવની અપેક્ષાએ તે અનાદિ અનંત અને મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ અનાદિ સાંત છે.
નોપરિત્ત નોઅપરિત સિદ્ધ જીવ છે, તે સાદિ અનંત છે. અંતર:- કાય પરિત્તનું જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર છે. જેમ કે કોઈ જીવ સાધારણ વનસ્પતિમાં અંતર્મુહૂર્ત પર્યત રહીને ફરીથી પ્રત્યેક શરીરમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અંતર ઘટિત થાય છે. તેનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલ–વનસ્પતિકાળ પ્રમાણ છે. તે જીવ તેટલા કાલ સુધી સાધારણ રૂપે રહીને ત્યાર પછી કાયપરિત્તમાં ઉત્પન્ન થાય તે અપેક્ષાએ છે. સંસાર પરિરમાં અંતર નથી, કારણ કે સંસાર પરિત્તત્વ ત્યાગ કર્યા પછી તે અવસ્થા ફરીવાર આવતી નથી.
કાય-અપરિતમાં જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર છે, પ્રત્યેક શરીરમાં અંતર્મુહૂર્ત સુધી રહીને તે જીવ ફરીથી કાયઅપરિત્તમાં ઉત્પન્ન થાય તે અપેક્ષાએ આ અંતર ઘટિત થાય છે. તેમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું અંતર છે, આ અસંખ્યાતકાળ પૃથ્વીકાલ પ્રમાણ છે કારણ કે પૃથ્વી આદિ પ્રત્યેક શરીરીની કાયસ્થિતિ તેટલી જ છે.
સંસાર અપરિતમાં અનાદિ અપર્યવસિતમાં અંતર નથી, સંસાર અપરિત્તત્વ અવસ્થાના ત્યાગ પછી પુનઃ તે અવસ્થા સંભવિત નથી.
નોપરિત નોઅપત્તિમાં પણ અંતર નથી, તે સાદિ અનંત હોય છે. અલ્પાબહત્વઃ- સર્વથી થોડા પરિત્ત છે, કારણ કે કાય પરિત્ત અને સંસાર પરિત્ત જીવો થોડા છે, તેનાથી નોપરિત્ત નોઅપરિત્ત અનંતગુણા છે, કારણ કે સિદ્ધ અનંત છે, તેનાથી અપરિત્ત અનંતગુણા છે, કારણ કે નિગોદના સાધારણ વનસ્પતિ કાયિક જીવો અનંત છે. | १२ अहवातिविहासबजीवापण्णत्ता,तंजहा-पज्जत्तगा,अपज्जत्तगा,णोपज्जत्तगा णोअपज्जत्तगा। ભાવાર્થ:- સર્વ જીવોના ત્રણ પ્રકાર છે– પર્યાપ્ત, અપર્યાપ્ત અને નોપર્યાપ્ત નોઅપર્યાપ્ત.