________________
[
s
]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
અસ્તિકાય:- પ્રદેશોના સમૂહને અસ્તિકાય કહે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, આ બંને દ્રવ્ય અસંખ્યાત પ્રદેશોના સમૂહરૂપ છે અને આકાશ દ્રવ્ય અનંતપ્રદેશોના સમૂહ રૂપ છે, તેથી તે ત્રણે દ્રવ્ય અસ્તિકાય કહેવાય છે. કાળને પ્રદેશ ન હોવાથી તે અસ્તિકાય રૂપ નથી. અરૂપી અજીવ દ્રવ્યના ભેદ - તેના દશ ભેદ છે– (૧) ધર્માસ્તિકાય (૨) ધર્માસ્તિકાયનો દેશ (૩) ધર્માસ્તિકાયના પ્રદેશ (૪) અધર્માસ્તિકાય (૫) અધર્માસ્તિકાયનો દેશ (૬) અધર્માસ્તિકાયના પ્રદેશ (૭) આકાશાસ્તિકાય (૮) આકાશાસ્તિકાયનોદેશ (૯) આકાશાસ્તિકાયના પ્રદેશ અને (૧૦) અદ્ધાસમય-કાલ. ધર્માસ્તિકાય:-ળીવાના પુરાવાના સ્વભાવવાતિપરિણામપરિતાના તqમાવ થરણાત
સ્વભાવપોષણા સ્વભાવથી જ ગતિ પરિણામથી પરિણત થયેલા જીવ અને પુદ્ગલના ગતિ સ્વભાવને ધારણ કરે, પોષણ કરે અર્થાતુ ગતિક્રિયામાં સહાયક બને, તે દ્રવ્યને ધર્માસ્તિકાય કહે છે. જેમ કે માછલીની ગતિમાં જલ સહાયક બને છે. પાણી ન હોય તો માછલી તરી શકતી નથી, તેમ જીવ અને પુદ્ગલ પોતાની શક્તિથી જ ગતિ કરે છે, તેમાં ધર્માસ્તિકાય દ્રવ્ય સહાયક બને છે. સહાયક દ્રવ્ય વિના તેની ગતિ થતી નથી. અલોકમાં ધર્માસ્તિકાય ન હોવાથી સિદ્ધના જીવો અનંત શક્તિમાન હોવા છતાં લોકોગ્રેસ્થિત થઈ જાય છે. ધર્માસ્તિકાય વિના જીવ કે પુદ્ગલની ગતિ થતી નથી. ધર્માસ્તિકાય એક, અખંડ, નિત્ય અને લોકવ્યાપક દ્રવ્ય છે.
ધમસ્તિકાય દ્રવ્યના ત્રણ ભેદ છે– (૧) ધમસ્તિકાય (સ્કંધ)-ચલન સહાયવાળા અસંખ્યાત પ્રદેશાત્મક અખંડ, લોકવ્યાપી એક દ્રવ્યને ધર્માસ્તિકાય કહે છે. થોકડાઓમાં આ પ્રથમ ભેદને ધર્માસ્તિકાયનો સ્કંધ કહેવાની પરંપરા છે, પરંતુ પ્રસ્તુત પાઠમાં તેમજ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩૬, ગાથા-૫ માં આ પ્રથમ ભેદ માટે “ધર્માસ્તિકાય’ શબ્દ પ્રયોગ છે, સ્કંધ શબ્દનો પ્રયોગ ત્યાં નથી, એક પુદ્ગલ દ્રવ્યમાં જ
ધ શબ્દનો પ્રયોગ છે. પ્રદેશોના સમુદાયને સ્કંધ કહે છે. ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશો હંમેશાં સમુદાય રૂપે જ રહે છે. આ જ રીતે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના પ્રથમ ભેદ માટે પણ સમજવું. (૨) ધમતિકાયનો દેશ-ધર્માસ્તિકાય દ્રવ્યના બુદ્ધિકલ્પિત કોઈ પણ એક વિભાગને તેનો દેશ કહે છે. ઊર્ધ્વલોક, અધોલોક આદિ લોકના કોઈપણ એક અપેક્ષિત વિભાગમાં રહેલ ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયનો દેશ કહેવાય છે. (૩) ધમતિકાયના પ્રદેશ– ધર્માસ્તિકાય દ્રવ્યના, તેની સાથે જોડાયેલા નિવિભાગી અંશને પ્રદેશ કહે છે. અધર્માસ્તિકાય –નવપુલકાતાનાં સ્થિતિરિણાનપરિપતાનાંતરિણાનોપષ્ટ મોડમૂડસંહાર ઝવેરાતવાતાત્મવોશથતિવાચક સ્થિતિ (સ્થિરતા) પરિણામમાં પરિણત જીવતથા પુદ્ગલની સ્થિતિમાં એટલે સ્થિરતામાં સહાયક બને, તે અધર્માસ્તિકાય કહેવાય છે. તે પણ એક, અખંડ, નિત્ય અને લોકવ્યાપી દ્રવ્ય છે. તેના પણ ધર્માસ્તિકાયની જેમ ત્રણ ભેદ છે. આકાશાસિકાય :- “આકાશ' શબ્દમાં પ્રયુક્ત આ ઉપસર્ગના બે અર્થ થાય છે, તેથી “આકાશ' શબ્દના પણ બેઅર્થ થાય છે– (૧) “અહિ તિમલા સ્વસ્જમાવાપરિત્યાણપયા વરરાન્તત્વવેગપ્રતિમાને
બિન વ્યવસ્થિત પલાથ ત્યાંશ જેમાંસ્થિત થયેલા પદાર્થઆ = મર્યાદાથી એટલે કે પોતાનો સ્વભાવ છોડ્યાવિના, કાશ અર્થાતુ પ્રતિભાસિત થાયતે આકાશ. (૨) યા ત્વમવિયાવાડ તલ ‘આકા તિ સમાવામબાપ on રાતે ત્યારશ જે બધા પદાર્થોમાં વ્યાપીને પ્રકાશિત રહે છે અર્થાત્ જે બધા જ દ્રવ્યોના આધારરૂપ છે, તેને આકાશ દ્રવ્ય કહે છે. તે એક, અખંડ, નિત્ય અને લોકાલોકવ્યાપક દ્રવ્ય છે. તેના પણ પૂર્વવત્ ત્રણ ભેદ છે. આકાશાસ્તિકાયના અનંત પ્રદેશ છે. તેમાં લોકાકાશના અસંખ્યાત પ્રદેશ અને અલોકાકાશના અનંત પ્રદેશ છે.