________________
પ્રતિપત્તિ-૧
અજીવાભિગમના પ્રકાર :| ३ से किं तं भंते ! अजीवाभिगमे ? गोयमा ! अजीवाभिगमे दुविहे पण्णत्ते, तं जहा-रूवि-अजीवाभिगमेय, अरूवि-अजीवाभिगमेय। ભાવાર્થઃ- પ્રશ્ન-હે ભગવન્! અજીવાભિગમના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! અજીવાભિગમના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) રૂપી અજીવાભિગમ (૨) અરૂપી અજીવાભિગમ. | ४ से किंतंभंते !अरूवि-अजीवाभिगमे? गोयमा !अरूवि-अजीवाभिगमेदसविहे पण्णत्ते,तं जहा-धम्मत्थिकाए एवं जहा पण्णवणाए जावअद्धासमए । सेतं अरूवि अजीवाभिगमे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અરૂપી અજીવાભિગમના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! અરૂપી અજીવાભિગમના દશ પ્રકાર છે, યથા– ધર્માસ્તિકાયથી લઈને અદ્ધાસમય(કાલ) સુધીનું કથન પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર જાણવું. આ અરૂપી અજીવાભિગમનું વર્ણન છે. | ५ से किंतं भंते ! रूवि-अजीवाभिगमे? गोयमा !रूवि-अजीवाभिगमे चउव्विहे पण्णत्ते,तंजहा-खंधा,खंधदेसा,खंधप्पएसा, परमाणुपोग्गला।
तेसमासओ पंचविहा पण्णत्ता,तंजहा-वण्णपरिणया,गंधपरिणया,रसपरिणया, फासपरिणया,संठाणपरिणया । एवं जहा पण्णवणाए जावलुक्खफासपरिणया वि । से तंरूवि-अजीवाभिगमे । सेतं अजीवाभिगमे । ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! રૂપી અજીવાભિગમના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! રૂપી અજીવાભિગમના ચાર પ્રકાર છે. યથા– સ્કંધ, સ્કંધ દેશ, સ્કંધ પ્રદેશ અને પરમાણુ પુદ્ગલ.
સંક્ષેપથી તેના પાંચ પ્રકાર છે, યથા– (૧) વર્ણ પરિણત (૨) ગંધ પરિણત (૩) રસ પરિણત (૪) સ્પર્શ પરિણત અને (૫) સંસ્થાન પરિણત. આ રીતે ક્રમશઃ પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર રૂપી અજીવના પ૩૦ ભેદ સમજવા જોઈએ. આ રૂપી અજીવનું કથન થયું. તેમજ અજીવાભિગમનું કથન પણ પૂર્ણ થયું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અજીવાભિગમના ભેદ-પ્રભેદોનું કથન છે.
જીવાજીવાભિગમના બે ભેદના કથનમાં પ્રથમ જીવાભિગમ અને ત્યાર પછી અજીવાભિગમનું કથન હોવા છતાં અજીવાભિગમની વક્તવ્યતા અલ્પ હોવાથી તેનું વર્ણન પહેલાં કર્યું છે. અજીવાભિગમના બે પ્રકાર છે– (૧) અરૂપી અજીવ (૨) રૂપી અજીવ. અરૂપી અજીવ - જેમાં રૂપ ન હોય અર્થાત જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ ન હોય તેવા અચેતન પદાર્થોને અરૂપી અજીવ કહે છે. અરૂપી દ્રવ્ય ઇન્દ્રિયગોચર થતા નથી, તેને આગમ પ્રમાણથી જ જાણી શકાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ, આ ચાર દ્રવ્યો અરૂપી અજીવ છે અને તેમાં પ્રથમના ત્રણ દ્રવ્ય અસ્તિકાયરૂપ છે.