________________
શ્રી જીવાજીવાભિગમ સત્ર
નિપુરા = અહીં “જિન” શબ્દથી જિનમતમાં પ્રવૃત્ત ગણધર આદિનું ગ્રહણ થયું છે. જિનમતના યથાર્થ જ્ઞાનથી ગણધરો હિતકારી માર્ગમાં પ્રવૃત્ત થઈને સમાધિભાવોને પ્રાપ્ત થાય છે તેથી તે જિનાનુચર્ણિ” છે. તેમજ ત્રણે કાલમાં જીવો આ માર્ગનું અનુસરણ કરીને જિનત્વને પ્રાપ્ત કરે છે, તેથી તે જિનાનુચર્ણિ છે. જિન એટલે તીર્થકર. તે સ્વયં આ માર્ગની અનુપાલના કરે છે, તેથી આ જિનમત “જિનાનુચીર્ણ છે.
વિપત્ત = જિનપ્રજ્ઞપ્ત. અહીં પણ “જિન” શબ્દથી ગણધરોનું ગ્રહણ થયું છે. જિનેશ્વરના અર્થરૂપ ઉપદેશને ગણધરોએ સૂત્રરૂપે ગૂંથીને પ્રરૂપણા કરી હોવાથી તે જિનપ્રજ્ઞપ્ત છે.
નિવેલિય = જિનદેશિત. અહીં “જિન” શબ્દથી સર્વ સાધકોનું ગ્રહણ થયું છે. જેને જિનત્વની પ્રાપ્તિ કરવી છે, તેવા સુયોગ્ય જીવો માટે આ ઉપદેશ હોવાથી તે જિનમત “જિનદેશિત છે. સુપાત્ર જીવોને જ આ મહત્તમ ઉપદેશ અપાય છે. પાત્રતા વિના તેનું પરિણમન થતું નથી.
નિખબ્લ્યુ = જિનપ્રશસ્ત. આત્મહિતના માર્ગની અભિમુખ અને અનર્થોથી વિમુખ સાધકો માટે પ્રશસ્ત અર્થાત્ હિતકારી અને ભાવઆરોગ્ય પ્રાપ્ત કરાવનાર હોવાથી તે “જિનપ્રશસ્ત” છે.
આ રીતે જિનમત ઉપરોક્ત અનેક વિશેષતાઓથી વિશિષ્ટ છે. સ્થવિર ભગવંતોએ આવા જિનમતને ઔત્પાતિક આદિ બુદ્ધિ દ્વારા પર્યાલોચન કરીને, તેના ઉપર શ્રદ્ધા પ્રતીતિ અને રુચિ રાખીને “જીવાજીવાભિગમ'નું નિરૂપણ કર્યું છે. અડદના દાણા જેવડો ચિંતામણીરત્ન અને કલ્પવૃક્ષનો નાનકડો અંકુર પણ અનિષ્ટનો નાશ કરે છે, તેમ જિનમતનું થોડું જ્ઞાન અને યોગ્ય આચરણ ભવ પરંપરાનો નાશ કરીને મોક્ષ પ્રાપ્ત કરાવે છે, માટે જિનમત પર શ્રદ્ધા રાખવી જોઈએ.
આ રીતે પ્રસ્તુત પ્રથમ સૂત્રમાં શ્રદ્ધા અને ગુણકીર્તન સાથે જિનમતની મહત્તા પ્રદર્શિત કરી છે. જીવાજીવાભિગમનો વણ્ય વિષય:| २ से किंतं भंते ! जीवाजीवाभिगमे ? गोयमा ! जीवाजीवाभिगमे दुविहे पण्णत्ते, तंजहा-जीवाभिगमे य अजीवाभिगमे य । ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! જીવાજીવાભિગમ એટલે શું? ઉત્તર- હે ગૌતમ! જીવાજીવાભિગમના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જીવાભિગમ (૨) અજીવાભિગમ. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં ગ્રંથના વણ્ય વિષયનો નામનિર્દેશ કર્યો છે. અભિગમ - વસ્તુ તત્ત્વનું જ્ઞાન તે અભિગમ કહેવાય છે. જીવ દ્રવ્યનું જ્ઞાન જીવાભિગમ અને અજીવ દ્રવ્યનું જ્ઞાન અછવાભિગમ છે. આ જગતમાં આ જ બે મુખ્ય તત્ત્વ છે– જીવતત્ત્વ અને અજીવતત્વ.
અજીવ તત્ત્વમાં ધર્માસ્તિકાય આદિ અરૂપી દ્રવ્યો સ્વરૂપમાં જ સ્થિર છે, તે વિકૃત થતા નથી. રૂપી પુદ્ગલ દ્રવ્ય ધ આદિ રૂપે વિકૃત થાય છે. તે કર્મ સ્વરૂપે જીવ સાથે સંયોગ સંબંધ પ્રાપ્ત કરે છે અને તેના કારણે જ જીવનું અનંત સંસારમાં પરિભ્રમણ થાય છે. જ્યારે જીવ દ્રવ્યને સ્વસ્વરૂપનું જ્ઞાન થાય અને પુરુષાર્થથી પર દ્રવ્યરૂપકર્મનો સંગ છૂટી જાય ત્યારે તે મુક્ત થઈ જાય છે અને પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. આ રીતે અધ્યાત્મશાસ્ત્રમાં જીવ અને અજીવનું જ્ઞાન કરવું તે અત્યંત મહત્ત્વનો વિષય છે, તેથી જ શાસ્ત્રોમાં જીવ અને અજીવના સ્વરૂપ વિષયક વિસ્તૃત વર્ણન છે. પ્રસ્તુત આગમનો પણ મુખ્ય વિષય જીવ અને અજીવ દ્રવ્યનો બોધ જ છે.