________________
પ્રતિપત્તિ-૧
– દ્વિવિધઃ પ્રથમ પ્રતિપત્તિ | 2222222222222 ઉત્થાનિકા:| १ इह खलुजिणमयं, जिणाणुमयं, जिणाणुलोम,जिणप्पणीय,जिणपरूवियं,जिणक्खायं, जिणाणुचिण्णं, जिणपण्णत्तं, जिणदेसिय, जिणपसत्थं, अणुव्वीइ त सद्दहमाणा,त पत्तियमाणा,तं रोएमाणा थेरा भगवंतो जीवाजीवाभिगमणाममज्झयणं पण्णवइंसु। ભાવાર્થ-આ જિન પ્રવચનમાં દ્વાદશાંગ ગણિપિટકરૂપ જે જિનમત છે, તે અન્ય સર્વ તીર્થકર દ્વારા માન્ય છે. તે સર્વ જિનોને અનકળ છે. જિનપ્રણીત છે. જિનપ્રરૂપિત છે. જિનાખ્યાત છે. જિનાનચીર્ણ છે. જિન પ્રજ્ઞપ્ત છે, જિનદેશિત છે, જિનપ્રશસ્ત છે, તેવા જિનમતનું ઔત્પાતિકી આદિ બુદ્ધિ દ્વારા પરિશીલન કરીને, તેમજ તેના પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરીને સ્થવિર ભગવંતોએ જીવાજીવાભિગમ નામના આ અધ્યયનની(શાસ્ત્રની) પ્રરૂપણા કરી છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જિનમતની વિશેષતા પ્રગટ કરીને ગ્રંથકર્તા અને ગ્રંથવિષયનું કથન કર્યું છે.
શ્રી જીવાભિગમસુત્ર અંગબાહ્ય સૂત્ર છે. તેની રચના સ્થવિર ભગવંતોએ કરી છે. પ્રથમ સૂત્રમાં સૂત્રકારનો આગમ પ્રત્યે શ્રદ્ધાનો ભાવ પ્રગટ થાય છે. જિનમત અને તેની વિશેષતા:-નિગનાં નિન તન જિનમતમ્ જિનેશ્વરનામતને જિનમત કહે છે. રાગ, દ્વેષના વિજેતા, કેવળજ્ઞાન અને કેવળદર્શનના ધારક, જિનેશ્વર ભગવંત દ્વારા અર્થરૂપે કથિત અને ગણધર ગ્રથિત આચારાંગાદિ બાર અંગસૂત્રો “જિનમત' કહેવાય છે.
નિy = આ જિનમત સૈકાલિક સત્ય છે. ભૂતકાલીન, વર્તમાનકાલીન અને ભવિષ્યકાલીન સર્વ જિનેશ્વરોનો મત એક સમાન જ હોય છે. સર્વ તીર્થકરોના વસ્તુ સ્વરૂપના કથનમાં અંશ માત્ર પણ વિભિન્નતા કે વિસંવાદિતા હોતી નથી, આ રીતે જિનમત સર્વ જિનોને અનુમત-સંમત હોવાથી “જિનાનુમત’ કહેવાય છે.
નિરોન = જિનાનુલોમ. શ્રી ઠાણાંગ સુત્રમાં ત્રણ પ્રકારના જિનનું કથન છે. અવધિજિન, મન:પર્યવજિન અને કેવળજિન. જિનમત અવધિજિન આદિને અનુકૂળ છે. તેનું અનુસરણ કરવાથી, આચરણ કરવાથી જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ રીતે સર્વસાધકોને અનુકૂળ હોવાથી જિનમત “જિનાનુલોમ’
વિખળી = જિનપ્રણીત. આ જિનમત જિનેશ્વર ભગવાન દ્વારા કથિત હોવાથી જિનપ્રણીત’ છે.
નિખ પવિ૬ = જિનપ્રરૂપિત. જિનેશ્વર પ્રરૂપિત. આ જિનમતથી શ્રોતાઓને બોધ થાય છે અને શ્રોતાઓ સમ્યક પ્રકારે તીર્થમાં પ્રવૃત્તિ કરે છે, તેથી આ “જિનપ્રરૂપિત છે.
નિસ્વાર્થજિનાખ્યાત. પ્રકૃષ્ટ પુણ્યસ્વરૂપ તીર્થકર નામકર્મના વિપાકોદયે તીર્થકર ભગવાન વચનયોગનો પ્રયોગ કરીને ઉપદેશ આપે છે, તેથી આ જિનમત “જિનાખ્યાત” છે.