________________
| સર્વ જીવઃ પ્રતિપત્તિ-૨
[ ૭૧૯ ] . अप्पाबहुयं-सव्वत्थोवा सम्मामिच्छादिट्ठी,सम्मदिट्ठी अणंतगुणा, मिच्छादिट्ठी અગતગુણTI ભાવાર્થ :- સમ્યગુદષ્ટિના અંતરદ્વારમાં સાદિ અનંતમાં અંતર નથી. સાદિ સાંતમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર છે યાવત તે અર્ધ પુદ્ગલ પરાવર્તનકાળ રૂપ અનંતકાળ છે.
અનાદિ અનંત મિથ્યાષ્ટિનું અંતર નથી. અનાદિ સાંતનું પણ અંતર નથી, સાદિ-સાંતનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમનું છે.
મિશ્રદષ્ટિનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળનું છે યાવત્તે અર્ધ પુદ્ગલ પરાવર્તનરૂપ અનંતકાળ છે.
અલ્પબહત્વ- સર્વથી થોડા સમ્યગુમિથ્યાદષ્ટિ છે, તેનાથી સમ્યગદષ્ટિ અનંતણા છે અને તેનાથી મિથ્યાદષ્ટિ અનંતગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિરૂપે સર્વ જીવોનું નિરૂપણ છે. કાયસ્થિતિ :- સમ્યગદષ્ટિના બે પ્રકાર છે– (૧) સાદિ અપર્યવસિત (ક્ષાયિક સમ્યગુદષ્ટિ)- તે પ્રાપ્ત થયા પછી સિદ્ધ દશામાં પણ તે જ રૂપે રહે છે, નાશ થતું નથી, તેથી તેની સ્થિતિ સાદિ અનંત કાલની છે. (૨) સાદિ સપર્યવસિત (ક્ષાયોપથમિક આદિ સમ્યગુદર્શન)માં ઉપશમ સમકિતની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. તે જીવ અંતર્મુહુર્તમાં સમ્યગુદર્શનથી પતિત થઈને મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે અથવા ક્ષાયોપથમિક સમકિતને પ્રાપ્ત કરે છે. તે જીવ મિથ્યાત્વને પ્રાપ્ત કરે તેની અપેક્ષાએ તેની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ ઘટિત થાય છે અને ક્ષાયોપથમિક સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમ ઝાઝેરી છે. તેથી સાદિ સાંત સમ્યગુદષ્ટિની ઉત્કૃષ્ટ સ્થિતિ તેટલી છે. ત્યાર પછી તે જીવ જો ક્ષાયિક સમકિતને પ્રાપ્ત કરે તો સાદિ અનંતકાલની સ્થિતિને પ્રાપ્ત કરે છે અથવા મિથ્યાત્વી બને છે.
મિથ્યાદષ્ટિના ત્રણ પ્રકાર છે– અનાદિ અનંત, અનાદિ સાંત અને સાદિ સાંત. તેમાં સાદિ સાંત જઘન્ય અંતર્મુહૂર્ત સુધી રહે છે. કોઈ જીવ અંતર્મુહૂર્તમાં જ મિથ્યાત્વનો ત્યાગ કરી પુનઃસમ્યગ્દર્શન પામી શકે છે, ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી મિથ્યાત્વ અવસ્થામાં રહે છે. આ અનંતકાળ કાલની અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ છે અને તે અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. એક વાર સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી મિથ્યાત્વી થાય, તો પણ તે જીવ તેટલા કાલ પછી અવશ્ય સમ્યગુદર્શનને પ્રાપ્ત કરે છે.
મિશ્રદષ્ટિ તે જ રૂપે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત કાળ સુધી રહે છે, સ્વભાવથી મિશ્રદષ્ટિનો તેટલો જ અવસ્થાનકાલ છે. જઘન્ય અંતર્મુહૂર્ત કરતાં ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ અધિક છે. અંતર:- સાદિ અનંત સમ્યગુદષ્ટિનું અંતર નથી, કારણ કે તેનો અંત નથી. સાદિ સાંતનું જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર છે. કોઈ જીવ સમ્યગુદષ્ટિથી પતિત થઈને અંતર્મુહુર્તમાં ફરીથી સમ્યકત્વ પ્રાપ્ત કરે તો જઘન્ય અંતર થાય છે. તેનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાળ અર્થાત્ અર્ધ પુદ્ગલ પરાવર્તનકાળ છે.
અનાદિ અનંત મિથ્યાદષ્ટિનું અંતર નથી. તેનું મિથ્યાત્વ ક્યારેય નાશ પામતું નથી. અનાદિ સાંત મિથ્યાત્વનું પણ અંતર નથી, કારણ કે એકવાર નાશ થયા પછી ફરીથી પ્રાપ્ત થાય તેને અનાદિ કહી શકાય નહીં.