________________
૭૨૦ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
સાદિ સાત મિથ્યાદષ્ટિનું જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમનું અંતર છે, સમ્યગદર્શનની સ્થિતિ તે જ મિથ્યાદર્શનનું અંતર કહેવાય છે.
- મિશ્રદષ્ટિનું જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર છે, કારણ કે મિશ્રદષ્ટિ અવસ્થાનો ત્યાગ કરીને કોઈ જીવ અંતર્મુહૂર્તમાં ફરીથી મિશ્રદષ્ટિ પ્રાપ્ત કરી શકે છે. તેનું ઉત્કૃષ્ટ અંતર દેશોન અર્ધપુદ્ગલપરાવર્તન કાળનું છે, તેટલા કાલ પછી જીવ મિશ્રદષ્ટિ પ્રાપ્ત કરી શકે છે. અલ્પબહત્વ - સર્વથી થોડા સમ્યગૃમિથ્યાદષ્ટિ છે, કારણ કે તેને યોગ્ય પરિણામ અલ્પ સમય સુધી રહે છે અને પૃચ્છા સમયે તે થોડા જ પ્રાપ્ત થાય છે, તેનાથી સમ્યગુદૃષ્ટિ અનંતગુણા છે કારણ કે સિદ્ધ જીવો સમ્યગુદષ્ટિ છે અને તે અનંત છે, તેનાથી મિથ્યાદષ્ટિ અનંતગુણા છે કારણ કે વનસ્પતિ જીવો સિદ્ધોથી પણ અનંતગુણા છે અને તે માત્ર મિથ્યાદષ્ટિ છે. સર્વ જીવોના ત્રણ પ્રકારઃ પરિત-અપરિત આદિ:|६ अहवा तिविहा सव्वजीवा पण्णत्ता- परित्ता,अपरित्ता,णोपरित्ता-णोअपरित्ता। ભાવાર્થ – સર્વ જીવોના ત્રણ પ્રકાર છે– પરિત્ત, અપરિત્ત અને નોપરિત્ત નોઅપરિત્ત.
७ परित्तेणं भंते !कालओ केवचिरहोइ ? गोयमा !परित्तेदुविहे पण्णत्ते-कायपरित्ते य संसारपरितेय। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! પરિત્ત, પરિત્ત રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! પરિત્તના બે પ્રકાર છે– કાયપરિત્ત અને સંસારપરિત્ત. | ८ कायपरित्तेणं भंते ! कालओ केवचिर होइ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं असंखेज्जकालं जावअसंखेज्जा लोगा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કાયપરિત, કાયપરિત્ત રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી યાવત અસંખ્યાત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ છે. | ९ संसारपरित्तेणं भंते ! संसारपरित्तेत्तिकालओ केवचिरंहोइ? गोयमा !जहण्णेणं अतोमुहत्तं उक्कोसेणं अणतं कालं जावअवटुं पोग्गलपरियट्टं देसूणं ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંસાર પરિત્ત, સંસાર પરિત્ત રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ. તે અનંતકાલ કાલથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. | १० अपरित्ते णं भंते ! कालओ केवचिरंहोइ? गोयमा ! अपरित्ते दुविहे पण्णत्तेतं जहा-कायअपरित्तेय संसारअपरित्तेय । कायअपरित्तेणंजहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणं अणतकाल-वणस्सइकालो।
संसार अपरित्ते दुविहे पण्णत्तेतंजहा- अणाइए वा अपज्जवसिए, अणाइए वा सपज्जवसिए । णोपरिक्तेणोअपरित्तेसाइए अपज्जवसिए ।