________________
૭૧૨ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
અને ત્યાર પછી તેના ભવપર્યત આહારક જ હોય છે, તેથી છદ્મસ્થ આહારકની સ્થિતિ જઘન્ય બે સમય ન્યૂન ક્ષુલ્લકભવ પ્રમાણ કહી છે.
કોઈ જીવ અસંખ્યાતકાલ સુધી મૃત્યુ પામીને નિરંતર ઋજુગતિથી જ જાય તો તે જીવ અસંખ્યાત કાલ સુધી નિરંતર આહારક રહે છે. પતાવત: વાતાવૂથ્વમવરવિતિ ભવતિ ત્યાર પછી અવશ્ય તે જીવ મૃત્યુ પામીને વક્રગતિએ જ જાય છે. તેથી તે જીવ એક કે બે સમય અનાહારકપણાને પામે છે. આ રીતે આહારકની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાલની છે. તે અસંખ્યાતકાલ, કાલથી અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ અર્થાત્ બાદરકાલ પ્રમાણ આહારક રહે છે. કેવળીઆહારકની કાયસ્થિતિ - કેવળીની સ્થિતિ પ્રમાણે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષની છે. અનાહારક જીવોના પણ બે પ્રકાર છે– છદ્મસ્થ અનાહારક અને કેવળી અનાહારક. છાસ્થ અનાહારકની કાયસ્થિતિ - ૭ધસ્થ જીવ જન્મથી મૃત્યુ પર્યત આહારક જ હોય છે પરંતુ ભવાંતરમાં ગમન કરતા તે બે કે ત્રણ સમયની વિગ્રહગતિએ ઉત્પન્ન થાય ત્યારે એક કે બે સમય અનાહારક હોય છે. તેથી તેની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એ સમયની છે.
શ્રી ભગવતી સૂત્રના શ્રેણીશતક અનુસાર જીવ ચાર કે પાંચ સમયની વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય, તો તે ત્રણ કે ચાર સમય અનાહારક રહે છે પરંતુ તેવા જીવો અત્યંત અલ્પ હોવાથી પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે તેની ગણના કરી નથી.
કેવળી અનાહારકના બે પ્રકાર છે– (૧) સિદ્ધકેવળી અનાહારક અને (૨) ભવસ્થ કેવળી અનાહારક. ભવસ્થકેવળી અનાહારકના બે પ્રકાર છે-(૧) સયોગી કેવળી અનાહારક અને (૨) અયોગી કેવળી અનાહારક. સિલકેવળી અનાહારકની સ્થિતિ :- સાદિ અનંતકાલની છે. ભવસ્થ સયોગીકેવળી અનાહારકની સ્થિતિ - કોઈકેવળી ભગવાન સયોગી અવસ્થામાં કેવળી સમુદ્રઘાત કરે ત્યારે તે સમુઠ્ઠાતના આઠ સમયમાંથી ત્રીજા, ચોથા અને પાંચમા સમયે અનાહારક હોય છે.
કેવળી સમદઘાતમાં કેવળી ભગવાનના આત્મપ્રદેશો પ્રથમ સમયે દંડાકારે. બીજા સમયે કપાટાકાર. ત્રીજા સમયે મંથનાકાર અને ચોથા સમયે લોકવ્યાપી થાય છે. પાંચમા સમયે આંતરાઓનું સંહરણ કરે છે, છઠ્ઠા સમયે મંથાન સંહરે છે, સાતમા સમયે કપાટ અને ત્યાર પછી આઠમા સમયે દંડ સંહરીને તેના આત્મપ્રદેશો શરીર પ્રમાણ થઈ જાય છે. કેવળી સમુદ્દઘાતની આઠ સમયની આ પ્રક્રિયામાં કેવળી ભગવાન પ્રથમ અને આઠમા સમયમાં ઔદારિક કાયયોગી હોય છે, સાતમા, છટ્ટા અને બીજા સમયમાં ઔદારિક મિશ્રયોગી અને ત્રીજા, ચોથા, પાંચમા આ ત્રણ સમયમાં કાર્પણ કાયયોગી હોય છે. કાર્પણ કાયયોગીમાં પ્રવર્તમાન જીવ અવશ્ય અનાહારક હોય છે.તેથી સયોગી ભવસ્થ કેવળી અનાહારકની સ્થિતિ જઘન્ય, ઉત્કૃષ્ટ ત્રણ સમયની જ હોય છે. અયોગી ભવસ્થકેવળી અનાહારકની સ્થિતિ :- ચૌદમા ગુણસ્થાને જીવ અયોગી અવસ્થાને પામે છે. ચૌદમા ગુણસ્થાનની સ્થિતિ અનુસાર તેની અનાહારક અવસ્થાની સ્થિતિ પાંચ હ્રસ્વઅક્ષરના ઉચ્ચારણકાલ પ્રમાણ થાય છે. તેના માટે જ સૂત્રમાં જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ કહી છે.