________________
| સર્વ જીવઃ પ્રતિપત્તિ-૧
[ ૭૧૧]
ભાવાર્થ :- અયોગી ભવસ્થ કેવળી અનાહારક તે જ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર– હે ગૌતમ! અયોગી ભવસ્થ કેવળી અનાહારક જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી રહે છે. | ३३ छउमत्थआहारगस्स केवइयंकालं अंतरं? गोयमा !जहण्णेणंएक्कंसमयंउक्कोसेणं दोसमया । केवलिआहारगस्स अंतरं अजहण्णमणुक्कोसेण तिण्णि समया। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! છvસ્થ આહારકનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બે સમયનું છે અને કેવળી આહારકનું અંતર જઘન્ય-ઉત્કૃષ્ટ રહિત ત્રણ સમયનું છે. |३४ छउमत्थअणाहारगस्स अंतरंजहण्णेणंखुड्डागभवग्गहणंदुसमयऊणं, उक्कोसेणं असंखेज्जकालं जावअंगुलस्स असंखेज्जइभाग। __सजोगिभवत्थकेवलिअणाहारगस्स जहण्णेणं अंतोमुहत्तंउक्कोसेण विअंतोमुहत्त। अजोगिभवत्थकेवलि अणाहारगस्स णत्थि अंतरं । सिद्धकेवलिअणाहारगस्स साइयस्स अपज्जवसियस्सणत्थि अंतर । ભાવાર્થ :- છદ્મસ્થ અનાહારકનું અંતર જઘન્ય બે સમય ન્યૂન ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ થાવત્ અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે.
સયોગી ભવસ્થ કેવળી અનાહારકનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અયોગી ભવસ્થ કેવળી અનાહારકનું અંતર નથી. સિદ્ધ કેવળી અનાહારકની પણ સાદિ અનંત કાલની સ્થિતિ છે, તેથી તેનું અંતર નથી. | ३५ एएसिणं भंते ! आहारगाणं अणाहारगाण यकयरेकयरेहितो अप्पा वा बहुया वा तुल्लावाविसेसाहियावा?गोयमा !सव्वत्थोवा अणाहारगा,आहारगा असंखेज्जगुणा। ભાવાર્થ-અન- હે ભગવન! આ આહારક અને અનાહારક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા અનાહારક છે તેનાથી આહારક અસંખ્યાતગુણા છે. વિવેચન :આહારક-અનાહારક – કોઈ પણ જીવ ત્રણ સ્થૂલ શરીર અને છ પર્યાપ્તિને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરતો હોય ત્યારે આહારક કહેવાય છે અને તથા પ્રકારના પુદ્ગલોને ગ્રહણ કરતો ન હોય ત્યારે તે અનાહારક કહેવાય છે. કોઈ પણ ગતિમાં જન્મ ધારણ કરનાર જીવ જન્મથી મૃત્યુપર્યત આહારક જ હોય છે. તેની વાટે વહેતી અવસ્થામાં પણ જો તે એક સમયની ઋજુગતિથી ઉત્પન્ન થાય, તો આહારક જ રહે છે પરંતુ તે જીવ બે કે ત્રણ સમયની વક્રગતિએ ઉત્પન્ન થાય, તો એક કે બે સમય અનાહારક થાય છે.
તે ઉપરાંત કેવળી સમુઘાતમાં ત્રીજા, ચોથા અને પાંચમા સમયે અને અયોગી અવસ્થાના અંતર્મુહૂર્તમાં જીવ અનાહારક રહે છે. આહારકના બે પ્રકાર છે– છદ્મસ્થ આહારક અને કેવળી આહારક. છવાસ્થ આહારકની કાયસ્થિતિ - જઘન્ય બે સમય ન્યુન ક્ષુલ્લકભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ સુધી જીવ નિરંતર આહારક રહે છે. ક્ષુલ્લકભવ એટલે નાનામાં નાનો ૨૫૬ આવલિકાનો ભવ. તેટલા આયુષ્યવાળો કોઈ જીવ ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય, તો તે જીવ બે સમય અનાહારક હોય