________________
| સર્વ જીવઃ પ્રતિપત્તિ-૧
૭૧૩.
અંતર -છસ્થ–આહારકનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એ સમય છે. જેટલો સમય છદ્મસ્થ અનાહારકનો છે, તેટલું જ છદ્મસ્થ આહારકનું અંતર છે. તે બે સમય પછી જીવ અવશ્ય આહાર ગ્રહણ કરે છે. કેવળી આહારકનું અંતર અજઘન્યોત્કૃષ્ટથી ત્રણ સમયનું છે. કેવળી આહારક સયોગી ભવસ્થકેવલી હોય છે. તેનું અનાહારકત્વ કેવળી સમુદ્યાતની અપેક્ષાએ ત્રણ સમયનું જ છે. તેથી કેવળી આહારકનું અંતર ત્રણ સમયનું થાય છે.
છવસ્થ અનાહારકનું અંતર જઘન્ય બે સમય ન્યૂન ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલબાદરકાલ પ્રમાણ છે. જેટલો છમસ્થનો આહારક કાળ છે, તેટલો જ છદ્મસ્થ અનાહારકનો અંતરકાળ છે. છદ્મસ્થ જીવ અસંખ્યાત કાલપર્યત ઋજુગતિએ જ ઉત્પન્ન થઈને અસંખ્યાતકાલપર્યત આહારક રહે છે. તેથી અનાહારકનું અંતર અસંખ્યાત કાલનું થાય છે.
સયોગી ભવસ્થ કેવળી અનાહારકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત છે, કારણ કે કેવલી સમુઘાત કર્યા પછી અંતર્મુહૂર્તમાં જ શૈલેષી અવસ્થા પ્રાપ્ત થાય છે, તેથી તેની અનાહારક અવસ્થાનું અંતર અંતર્મુહૂર્ત થાય છે. અહીં જઘન્ય અંતર્મુહૂર્ત કરતાં ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત વિશેષાધિક સમજવું.
અયોગી ભવસ્થ કેવળી અનાહારકનું અંતર નથી. કારણ કે જીવ અયોગી અવસ્થામાં અનાહારક જ હોય છે. સિદ્ધોમાં સાદિ–અપર્યવસિત હોવાથી અનાહારકનું અંતર નથી. અ૫ બહુત્વઃ- સર્વથી થોડા અનાહારક છે અને તેનાથી આહારક અસંખ્યાતગુણા છે, કારણ કે સર્વ જીવોમાં આહારક જીવો અધિક હોય છે. વનસ્પતિના જીવોમાંથી દરેક નિગોદના એક અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જીવો પ્રતિસમય વિગ્રહગતિમાં હોય છે. વિગ્રહગતિમાં રહેલા જીવો અનાહારક હોય છે અને વિગ્રહગતિ રહિત અસંખ્યાતગુણા અધિક જીવો આહારક હોય છે.
આ રીતે અનાહારક જીવો પણ ઘણા જ હોવાથી અનાહારકથી આહારક જીવો અસંખ્યાતગુણા જ થાય છે, અનંતગુણા થતા નથી.
ડામવા સલ્લક ભવ - ક્ષુલ્લકનો અર્થ નાનો અથવા થોડો છે. એકેન્દ્રિયનો સર્વથી નાનો ભવ ૨૫૬ આવલિકા પ્રમાણ છે. તેને એકેન્દ્રિયનો ક્ષુલ્લકભવ કહે છે. એક શ્વાસોચ્છવાસમાં કંઈક અધિક સત્તર ક્ષુલ્લક ભવ થાય છે. નિગોદ જીવોના એક મુહૂર્તમાં ૫,૫૩૬ (પાંસઠ હજાર પાંચસો છત્રીસ) ક્ષુલ્લક ભવ થઈ શકે છે.
એક મુહૂર્તમાં ૩૭૭૩ (ત્રણ હજાર સાતસો તોતેર) શ્વાસોચ્છવાસ થાય છે. ત્રિરાશીથી ગણના કરતાં ૩૭૭૩ શ્વાસોચ્છવાસમાં ૫,૫૩૬ભવ થાય, તેથી ૫,૫૩ને ૩૭૭૩થી ભાગતા એક શ્વાસોશ્વાસમાં સત્તર ક્ષુલ્લકભવ પ્રાપ્ત થાય છે અને ૧૩૯૫ શ્વાસોચ્છવાસ શેષ વધે છે, તેની કંઈક અધિક૯૪ આવલિકાઓ થાય છે. તેથી કંઈક અધિક સત્તરભવ થાય છે, તે પ્રમાણે કથન પરંપરા છે. સર્વજીવોના બે પ્રકાર: સભાષક-અભાષક આદિ| ३६ अहवा दुविहा सव्वजीवा पण्णत्ता,तंजहा-सभासगा य अभासगाय । ભાવાર્થ - સર્વ જીવોના બે પ્રકાર છે– સભાષક અને અભાષક. | ३७ सभासएणं भंते !सभासए त्तिकालओ केवचिरहोइ ? गोयमा !जहण्णेणं एक्कं समय उक्कोसेणं अतोमुहुत्त । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સભાષક, સુભાષક રૂપે કેટલો સમય રહે છે? ઉત્તરહે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત રહે છે.