________________
[ ૭૦૪]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
पण्णत्ते- अणाइए वा अपज्जवसिए, अणाइए वा सपज्जवसिए । अणिदिए साइए वा अपज्जवसिए । दोण्हवि अंतरंणत्थि । सव्वत्थोवा अणिंदिया, सइदिया अणंतगुणा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સઇન્દ્રિય, સઇન્દ્રિય રૂપે કેટલા સમય સુધી રહે છે?
ઉત્તર– હે ગૌતમ! સઇન્દ્રિય જીવોના બે પ્રકાર છે- અનાદિ અનંત અને અનાદિ સાંત. અનિન્દ્રિય જીવોની સ્થિતિ સાદિ અનંતકાલની છે. સઇન્દ્રિય અને અનિદ્રિય બંને પ્રકારના જીવોનું અંતર નથી. સઇન્દ્રિયની વક્તવ્યતા અસિદ્ધની જેમ અને અનિદ્રિયની વક્તવ્યતા સિદ્ધની જેમ કહેવી. અલ્પબદુત્વસર્વથી થોડા અનિન્દ્રિય જીવો છે અને તેનાથી સઇન્દ્રિય જીવો અનંતગુણા છે. | १० अहवादुविहासबजीवापण्णत्ता,तंजहा-सकाइयाव अकाइयाच्व । एवंसजोगी चेव अजोगी चेव, एवं सलेस्सा चेव अलेस्सा चेव, ससरीरा चेव असरीरा चेव । संचिट्ठणं, अंतरं, अप्पाबहुयं जहा सईदियाणं । ભાવાર્થ :- સર્વ જીવોના બે પ્રકાર છે– સકાયિક અને અકાયિક. આ જ રીતે સયોગી અને અયોગી, સલેશી અને અલેશી; સશરીરી અને અશરીરી જીવોનું કથન કરવું. તેની સંચિટ્ટણા(કાયસ્થિતિ), અંતર અને અલ્પબદુત્વ સઇન્દ્રિય-અનિદ્રિયની જેમ જાણવા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ વિકલ્પોથી સર્વ જીવોના બે-બે પ્રકાર કહ્યા છે. (૧) સાઇકિય-અનિક્રિય - ઇન્દ્રિયના માધ્યમથી જ્ઞાન કરનાર જીવોને સઇન્દ્રિય અને ઇન્દ્રિયના માધ્યમ વિના જ જ્ઞાન કરનાર કેવલજ્ઞાની જીવોને અનિષ્ક્રિય કહે છે. સઇન્દ્રિય જીવોમાં એકથી બાર ગુણસ્થાનવર્તી ૨૪ દંડકના સર્વ જીવોનો સમાવેશ થાય છે અને અનિદ્રિયમાં તેરમા અને ચૌદમાં ગુણસ્થાનવર્તી જીવો તેમજ સિદ્ધોનો સમાવેશ થાય છે. કાયસ્થિતિ:- સઇન્દ્રિય જીવોના બે પ્રકાર છે. તેની કાયસ્થિતિ અભવી જીવોની અપેક્ષાએ અનાદિ અનંત અને મોક્ષે જનારા ભવી જીવોની અપેક્ષાએ અનાદિ સાત છે. અનિષ્ક્રિય જીવોની કાયસ્થિતિ સાદિ અનંતકાલની હોય છે. કારણ કે તેમાં ગુણસ્થાને જીવ અનિષ્ક્રિય થાય ત્યારે તેની આદિ થાય છે અને અનિદ્રિય થયા પછી જીવ સિદ્ધ થાય છે ત્યાં સદાકાલ અનિદ્રિયપણે જ રહે છે, ક્યારે ય તેનો અંત થવાનો નથી. તેથી તેની સ્થિતિ અનંતકાલની છે. આ રીતે અનિન્દ્રિયમાં સાદિ અનંતકાલનો ભંગ ઘટિત થાય છે.
સઇન્દ્રિય કે અનિષ્ક્રિય જીવોનું અંતર નથી કારણ કે તે બંને અવસ્થા ફરી-ફરીવાર પ્રાપ્ત થતી નથી. સઇન્દ્રિય જીવ એક જ વાર અનિષ્ક્રિય થાય છે, ત્યાર પછી તે કદાપિ સઇન્દ્રિય થતા નથી, તેની અનિન્દ્રિય અવસ્થા શાશ્વત રહે છે. અલ્પબાહુત્વઃ- સર્વથી થોડા અનિન્દ્રિય જીવો છે. તેનાથી સઇન્દ્રિય જીવો નિગોદની અપેક્ષાએ અનંતગુણા છે. (૨) સકાયિક-અકાયિક – પૃથ્વીકાય આદિ છ પ્રકારમાંથી કોઈપણ પ્રકારની કાય સહિત જીવ સકાયિક કહેવાય છે અને તેનાથી રહિત હોય તેને અકાયિક કહે છે. સકાયિકમાં એકથી ચૌદ ગુણસ્થાન સુધીના સર્વ દંડકના જીવોનો સમાવેશ થાય છે, અકાયિકમાં સિદ્ધ જીવોનો સમાવેશ થાય છે, તેથી તેનું કથન સિદ્ધ અને અસિદ્ધની જેમ જાણવું. ૩) સયોગી-અયોગી - મન, વચન અને કાયાના યોગ સહિત હોય તે સયોગી અને યોગ રહિત હોય તે